Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 668
________________ ભાષાંતર ] સમવસરણમાં પર્ષદા બેસવાની રીત. [૬૨૭ હાય તે સર્વ વાણવ્યંતર દેવો કરે છે. સાધારણ સમવસરણમાં એ પ્રમાણે થાય છે, પણ જયાં ઋદ્ધિમાન્ દેવ આવે છે, ત્યાં તો તે એક જ સઘળું કરે છે, બીજે વખતે તો ભજના જાણવી. ઉપરોક્ત સમવસરણમાં પ્રથમ પોરિષિએ અથવા છેલ્લી પોરિષિએ પૂર્વ દિશાના દ્વારથી બે સુવર્ણ કમળપર પગ મૂકીને અને બીજા સાત કમળ પાછળ રહ્યે છતે ભગવંત આવે છે, અને ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી પૂર્વાભિમુખે બેસે છે, બાકીની ત્રણ દિશાઓમાં દેવકૃત તેમનાં પ્રતિરૂપો હોય છે, જ્યેષ્ઠ ગણધર અથવા બીજા કોઈ ગણધર ભગવંતની નજીકમાં દક્ષિણ પૂર્વ દિશાના ભાગમાં (અગ્નિ ખૂણામાં) બેસે છે. ત્રણ દિશાઓમાં જિનેશ્વરનાં જે દેવકૃત પ્રતિરૂપકો હોય છે, તે પણ તીર્થંકરના પ્રભાવથી તેમના જેવા જ રૂપવાળાં હોય છે. ગણધર મહારાજ બેઠા પછી અતિશયવાળા સંયમીઓ, વૈમાનિક દેવીઓ, સાધ્વીઓ, અને ભવનપતિ-વાણવ્યન્તર તથા જ્યોતિષીની દેવીઓ કેવળી જિનેશ્વરને તથા ત્રણવાર તીર્થને પ્રણામ કરીને તેમજ મનઃપર્યવજ્ઞાનીઓ પણ જિનેશ્વર ગણધર અને કેવલિને નમસ્કાર કરીને સ્વસ્વ સ્થાનકે બેસે છે, ભવનપતિ, વ્યંતર, અને જ્યોતિષીદેવો સાધુઓની બાજુમાં વાયવ્ય દિશામાં બેસે છે. વૈમાનિક દેવો અને મનુષ્યો પ્રદક્ષિણા કરીને ઈશાન દિશામાં સ્વસ્થાને બેસે છે. ૫૫૧- ૫૬૦. संजय वेमाणित्थी, संजय (इ) पुव्वेण पविसिउं वीरं । काउं पयाहिणं, पुव्वदक्खिणे ठंति दिसिभागे ॥ ११६ ॥ भा०॥ जोइसियभवणवंतरदेवीओ, दक्खिणेण पविसंति । चिट्ठति दक्खिणावरदिसिंमि तिगुणं जिणं काउं ।। ११७॥ भा० ॥ अवरेण भवणवासीवंतरजोइससुरा य अइगंतुं । अवरुत्तरदिसिभागे ठंति जिणं तो नमंसित्ता ॥ ११८ ॥ भा० ॥ समहिंदा कप्पसुरा राया णरणारीओ उदीर्णणं । पविसित्ता पुव्युत्तरदिसीए चिट्ठति पंजलिआ ।। ११९ ॥ भा० ।। एक्कोक्की दिसाए, तिगं तिगं होइ सन्निवि तु । आदि चरम विमीस्सा, थीपुरिसा सेसपत्तेयं ॥ ५६१ ॥ एतं मइडियं पणिवयंति, ठियमवि वयंति पणमंता । वि जंतणा ण विकहा, ण परोप्पर मच्छरो ण भयं ॥ ५६२ ॥ बियम होंति तिरिया, तइये पागारमंतरे जाणा । પાનને તિરિયાઽવિ, હોતિ પત્તેય મિસ્સા વા ૬િ॥ Jain Education International सव्वं च देसविरतिं, सम्मं घेच्छंति व होंति कहणाउ । ફહરા સમૂદ્રાવો, ન દેફ માવસરૂ ળ તં = ૬૪ સાધુઓ, વૈમાનીક દેવીઓ અને સાધ્વીઓ પૂર્વ તરફથી દાખલ થઈ વીરપ્રભુને પ્રદક્ષિણા કરીને અગ્નિકોણે બેસે છે. જ્યોતિષી, ભવનપતિ, અને વ્યન્તરની દેવીઓ દક્ષિણ બાજુ દાખલ થઈ જિનેશ્વરને ત્રણ વા૨ પ્રણામ કરીને નૈઋત્ય કોણે બેસે છે. ભવનપતિ, વ્યન્તર અને જ્યોતિષી દેવો For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682