Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 669
________________ ૬૨૮] સમવસરણમાં ધર્મપ્રાપ્તિ થાય જ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પશ્ચિમ તરફથી આવી જિનેશ્વરને નમસ્કાર કરીને વાયવ્ય કોણે બેસે છે. ઈન્દ્ર સહિત કલ્પના દેવો, રાજાઓ, મનુષ્યો અને સ્ત્રીઓ ઉત્તર દિશાથી આવીને ઈશાન કોણે બેસે છે, એકેકી દીશામાં ત્રણ ત્રણ સંનિવિષ્ટ હોય છે, આદિ અને છેલ્લી દિશામાં મિશ્રિત હોય છે, અને બાકીની બે દિશામાં પ્રત્યેક સ્ત્રી-પુરૂષો હોય છે. અલ્પ ઋદ્ધિવાળા દેવો પૂર્વે બેઠેલા હોય તેઓ આવતા મહદ્ધિક દેવને પ્રણામ કરે છે, અને પૂર્વે બેઠેલા મહદ્ધિકને પાછળથી આવે તે પણ પ્રણામ કરીને જાય છે. વળી ત્યાં યંત્રણા (પીડા) નથી હોતી, વિકથા નથી હોતી, પરસ્પર મત્સર નથી હોતો, તેમજ ભય પણ નથી હોતો. બીજા પ્રકારમાં તિર્યંચો હોય છે, ત્રીજા પ્રકારની અંદર વાહનો હોય છે, અને પ્રકારની બહાર તિર્યંચો પણ હોય છે, તેમજ બધા મિશ્રિત પણ હોય છે. ભગવંતની દેશનાથી સર્વ વિરતિ, દેશવિરતિ, અથવા સમ્યકત્વ, એમાંનું ગમે તે એક સામાયિક કોઈપણ ગ્રહણ કરે છે, અન્યથા-. એમ ન હોય તો અમૂઢલક્ષ ભગવાન ન કહે. પ૬૧ થી પ૬૪. मणुए चउमन्नयरं, तिरिए तिन्नि व दुवे व पडिवज्जे । जइ नत्थि नियमसो, च्चिय सुरेसु संमत्तपडिवत्ती ॥५६५।। तित्थपणामं काउं, कहेइ साहारणेण सहेण । सब्वेसिं सण्णीणं, जोयणणीहारिणा भगवं ॥५६६॥ तप्पुब्बिया अरहया, पूइयपूया उ विणयकम्मं च । कयकिच्चोऽवि जह कहं, कहए णमए तहा तित्थं ॥५६७॥ जत्थ अपुब्बोसरणं, न दिट्टपुव्वं व जेण समणेणं । વારસહિં નોયોહિં, સો નામે નયા !૬૮ सव्वसुरा जइ रूवं, अंगुट्ठपमाणयं विउव्वेज्जा । जिणपायंगुटुं पइ, ण सोहए तं जहिंगालो ॥५६९।। गणहर आहार अणुत्तरा(य), जाव वण चक्कि वासु बला । मंडलिया ता हीणा, छठ्ठाणगया भवे सेसा ॥५७०॥ સમવસરણમાં મનુષ્યોની અંદર ચારમાંથી કોઈપણ એક સામાયિકની પ્રાપ્તિ થાય છે. તિર્યંચોમાં બે અથવા ત્રણ સામાયિક પામનાર હોય, જો કોઈપણ જીવ કોઈપણ જાતનું સમ્યક્ત્વ પામનાર ન હોય, તો દેવોમાં અવશ્ય સમ્યક્ત્વ સામાયિકની પ્રાપ્તિ થાય છે જ. તીર્થને પ્રણામ કરીને સર્વ સંજ્ઞીજીવો સમજી શકે એવા યોજન વ્યાપિ સાધારણ શબ્દવડે ભગવાન ધર્મ કહે છે. તીર્થકરપણું હોય છે, તેથી તીર્થને નમસ્કાર કરીને અરિહંતો પૂજીત પૂજા અને વિનયકર્મ થાય માટે તીર્થને પ્રણામ કરે છે, જેમ કૃતકૃત્ય છતાં પણ તે ભગવાનું ધર્મ કહે છે તેમ તીર્થને નમે છે. જયાં અપૂર્વ સમવસરણ થયું હોય, તેમ તેને જે સાધુએ પૂર્વે ન દીઠું હોય, તો તે બાર યોજનથી પણ ત્યાં આવે છે, જો ન આવે તો ચારલઘુ પ્રાયશ્ચિત થાય છે. બધાએ દેવો જો અંગુઠા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682