Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 666
________________ ભાષાંતર) સમવસરણની રચના. ૬િ ૨૫ ઉત્તમ ધર્મનું ચક્રવર્તિપણે પામેલા એવા ભગવાનનું પુનઃ બીજું સમવસરણ મધ્યમા પાપા નગરીમાં થયું. ત્યાં સોમિલાર્ક નામે બ્રાહ્મણ હતો. તેની યજ્ઞદીક્ષા કરવાની વખતે નગરવાસીઓ અને દેશવાસીઓ યજ્ઞભૂમિમાં આવ્યા હતા. તે વખતે યજ્ઞભૂમિની ઉત્તર બાજુએ એકાન્ત વિવિક્ત પ્રદેશમાં દેવ-દાનવેન્દ્ર જિનેશ્વરનો મહિમા કરતા હતા. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષિ અને વૈમાનિક દેવો પોતાની પર્ષદા અને સર્વ ઋદ્ધિ સહિત જિનેન્દ્રના જ્ઞાનોત્પત્તિનો મહોત્સવ કરવા લાગ્યા. પ૩૫ થી ૫૪૨, ૧૧૫ ભા. હવે સમવસરણ સંબંધી નવ ધારો કહે છે. समुसरणे केवइ रूव, पुच्छ वागरण सोयपरिणामे । दाण च देवमल्ले, मल्लणयणे उवरि तित्थं ॥५४२॥ दारगाहा ॥ जत्थ अपुव्वोसरणं, जत्थ व देवो महिड्ढओ एइ । वाओदयपुष्फवद्दलपागारतियं च अभिओगा ॥५४४॥ मणिकणगरयणचित्तं, भूमीभागं समंतओ सुरभिं । आजोअणतरेणं, करेंति देवा विचित्तं तु ॥५४५॥ बेंटट्टाई सुरभिं, जलथलयं दिव्बकुसुमणीहारिं । पइरंति समन्तेणं, दसद्धवण्ण कुसुमवासं ॥५४६॥ मणिकणगरयणचित्तं, चतुद्दिसिं तोरणे विउव्वंति । सच्छत्तसालभंजियमयइरद्धयचिंधसंठाणे ॥५४७॥ तिन्नि य पागारवरे, रयणविचित्ते तहिं सुरगणिंदा । मणिकंचणकविसीसगविभूसिए ते विउति ॥५४८॥ अभंतरमज्झबहि, विमाणजोइभवणाहिवकया उ । पागारा तिन्नि भवे, रयणकणगे य रयए य ॥५४९॥ मणिरयणहेमयाविय, कविसीसा सब्बरयणिया दारा । सब्बरयणामयच्चिय, पडागधयतोरणविचित्ता ॥५५०॥ સમવસરણવિધિ, કેટલા સામાયિકની પ્રરૂપણા, ભગવંતના રૂપનું વર્ણન, પૃચ્છા, ઉત્તર, શ્રોતૃપરિણામ, વૃત્તિદાન, દેવમાલ્ય, માલ્યાનયનવિધિ અને પ્રથમ પૌરિષી વીત્યા બાદ ગણધરની દેશના એ નવ દ્વાર કહેવાશે. જ્યાં પૂર્વે સમવસરણ ન થયું હોય, અને જ્યાં મહદ્ધિક દેવો આવે, ત્યાં વાયુ, ઉદકવલ, અને પુષ્પવર્મલ વિદુર્વને આભિયોગીક દેવો ત્રણ પ્રકાર કરે છે. મણિ-કનક-અને-રત્નથી વિચિત્ર પ્રકારના ભૂભાગને સર્વ દિશાઓમાં સુગંધમય કરીને યોજન પર્યત પૃથ્વીને દેવી વિવિધ પ્રકારની સુગંધવાળી કરે છે. વૃત્તસ્થાયિ જળ અને સ્થળમાં થયેલાં અતિગંધ પ્રસરવાવાળાં સુવાસિત દિવ્ય પુષ્પો ચારે બાજુ વેરે છે અને પંચવર્ણ પુષ્પની વૃષ્ટિ કરે છે. વળી સુંદર છત્ર, ૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682