Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan
View full book text
________________
૬૨૪]
વીર ભગવંતનો તપ આદિ.
[[विशेषावश्य! भाष्य भाग. १
દસ દિવસ સર્વતોભદ્રા નામે પ્રતિમા ધા૨ી સ્થિર રહ્યા. પીડા રહિત કૌશાંબી નગરીમાં છ મહિનામાં પાંચ દિવસ ન્યૂન કાળ પર્યંત ગોચરી કરતા અભિગ્રહ યુક્ત ઉપવાસ કર્યા. મૌનપણે તે મહાત્માએ બાર એક રાત્રિની પ્રતિમાઓ કરી, અષ્ટમ ભક્તે છેલ્લી એક ચરમ રાત્રિની કરી. બસો ઓગણસાઠ છઠે કરી ભગવાન્ ઉપોષિત હતા, તેમને કદી પણ નિત્ય ભોજન અથવા એક ઉપવાસ ન હતો. બાર વર્ષથી અધિકકાળ પર્યંત જધન્યથી છઠ્ઠભક્તનું તપ હતું, વળી વીરપ્રભુનું બધુંએ તપકર્મ पाणी पीधा विनानुं हतुं. ५३४.
तिणि सए दिवसाणं, अउणावन्नं तु पारणाकालो । उक्कुडुंय निसेज्जाणं, ठियपडिमाणं सए बहुए ॥ ५३५ ।।
Jain Education International
पव्वज्जाए पढमं दिवसं, एत्थं तु पक्खिवित्ताणं । संकलियंमि उ संते जं लद्धं तं निसामेह ॥ ५३६ || बारस चेव य वासा, मासा छ च्चेव अद्धमासो य । वीरवस्स्स भगवओ, एसो छउमत्थपरियासो || ५३७ ।। एवं तवोगुणरओ, अणुपुव्वेणं मुणी विहरमाणो । . घोरं परिसहचमुं, अहियासित्ता महावीरो ॥ ५३८ ॥ उप्पन्नंमि अणंते, नटुंमि य छाउमत्थिए नाणे । राईए संपत्तो, महसेणवणंमि उज्जाणे ।। ५३९॥ अमरनररायमहिओ, पत्तो धम्मवरचक्कवट्टित्तं । बिपि समोसरणं, पावाए मज्झिमाए उ || ५४०|| तत्थ किल सोमिलज्जोत्ति, माहणो तस्स दिक्खकालंमि । पउरा जणजाणवया, समागया जन्नवाडंमि ॥५४१ ॥
एगंते य विवित्ते, उत्तरपासंमि जन्नवाडस्स । तो देवदाणविंदा, करेंति महिमं जिणिंदस्स ।। ५४२ ||
भवणवइ वाणवंतर, जोइसवासी विमाणवासी य । सव्विड्ढिए सपरिसा, कासी नाणुप्पयामहिमं ॥ ११५ ॥ भा०
ત્રણસોને ઓગણ પચાસ દિવસ પારણાનો કાળ હતો, તથા ઉત્ક્રુટિકા નિષદ્યા વિગેરે સ્થિતપ્રતિમાઓ સેંકડો ગમે કરી. પ્રવ્રજ્યાના પ્રથમનો દિવસ આ કહેલા દિવસોમાં મેળવીને એકઠા કરતાં જે પ્રાપ્ત થાય તે સાંભળો. બાર વર્ષ અને સાડા છ માસુ એટલો વીર ભગવાનનો છદ્મસ્થકાળ છે. એ પ્રમાણે તપગુણમાં રક્ત મુનિ મહાવીર દેવ ઘોર પરિસહની સેનાને સહન કરીને અનુક્રમે વિહાર કરવા લાગ્યા. અનંતજ્ઞાન ઉત્પન્ન થયું અને છાસ્થિક જ્ઞાન નષ્ટ થયું, પછી રાત્રિએ મહસેનવન નામના ઉદ્યાને આવ્યા, ત્યાં દેવોએ સમવસરણ કર્યું. દેવેન્દ્ર અને નરેન્દ્રોએ પૂજિત,
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682