Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan
View full book text
________________
ભાષાંતર]
વીર ભગવંતના ઉપસર્ગો
૬િ૧૭
बहुसालगसालवणे, कडपूअण पडिम विग्घणोवसमे । लोहग्गलंमि चारिय, जिअसत्तू उप्पले मोक्नो ॥४८९॥ तत्तो अ पुरिमताले, वग्गुर ईसाण अच्चए पडिमा । मल्लीजिणायण पडिमा, उण्णाए वंसि बहुगोट्ठी ॥४९०॥ गोभूमिवज्जलाढे, गोवक्कोवे य वंसि जिणुवसमे ।
रायगिहट्ठमवासा, वज्जभूमी बहुवसग्गा ॥४९१॥ પુનઃ પણ ત્યાંથી વિચિત્ર પ્રકારના તપ કરતા છઠ્ઠી વર્ષાત્રઋતુમાં ભદ્રિકા નગરીએ આવ્યા. (ત્યાં છઠ્ઠા મહીને ગોશાળાનો ફરી સમાગમ થયો.) ત્યાંથી ભગવાન્ ઋતુબદ્ધ આઠ મહીના મૌનપણે મગધ દેશમાં વિહાર કરીને આલંભિકા નગરીએ ગયા. ત્યાં સાતમી વર્ષાઋતુ થઈ. ત્યાંથી ભગવાન્ કુંડાક સંન્નિવેશમાં ગયા, ત્યાં વાસુદેવના મંદિરમાં ભગવાન ધ્યાનમાં રહ્યા, ગોશાળી પ્રતિમાના મુખમાં અધિષ્ઠાન કરીને રહ્યો, પૂજારીએ આવીને માર્યો પિશાચ જાણીને છોડી મૂકયો. ત્યાંથી નીકળીને ભગવાન મર્દન ગામે આવ્યા, ત્યાં બળદેવના મંદીરના ખુણામાં ભગવંત કાઉસ્સગ્ગ રહ્યા, ગોશાળી પ્રતીમાના મુખમાં અધિષ્ઠાન કરીને રહ્યો, ત્યાં પણ પિશાચ જાણીને છોડી મૂક્યો. ત્યાંથી ભગવાન બહુ શાલક ગામે ગયા, ત્યાં શાલવાન ઉદ્યાનમાં સલ્લજની વ્યંતરી પ્રતિમા ધારી ભગવાનને કટપૂતનાની પેઠે ઉપસર્ગ કરીને શાન્ત થઈ મહિમા કરીને ગઈ. ત્યાંથી ભગવાન લોહાર્ચલા ગયા, ત્યાંના રાજા જિતશત્રુએ ચૌર પુરૂષ જાણીને બન્નેને પકડ્યા, ઉત્પલે તેમની ઓળખાણ પડાવીને મુક્ત કરાવ્યા, ત્યાંથી ભગવાન પુરિમતાલ નગરે ગયા, ત્યાં વગૂર નામના શ્રેષ્ઠિની ભદ્રા નામે ભાય વંધ્યા હતી, તેણીએ બાળકની પ્રાપ્તિ માટે અનેક દેવ દેવતાની ભક્તિ કરી પણ કંઈ વળ્યું નહી. એક વખત શકટમુખ નામના ઉદ્યાનમાં જીર્ણ મંદિરમાં મલ્લીનાથ ભગવાનની પ્રતિમા જોઈ ભક્તિથી તેમને નમી, પોતાની કામના માટે પ્રાર્થના કરી. મંદિર કરાવવાનું કહ્યું. નજીકમાં રહેલા કોઈ ભક્તવ્યંતરીએ તેમની તે કામના પૂર્ણ કરી, ભદ્રા-શેઠાણી ગર્ભવતી થઈ. કામના પૂર્ણ થવાથી શેઠ-શેઠાણી મંદિર તરફ ગયા, વચમાં ભગવંત રહેલા હતા, ઈન્દ્ર તેમને પ્રત્યક્ષ તીર્થકરની ભક્તિ કરવાનું કહ્યું. ત્યાંથી ભગવાન ઊર્ણાક ગામ તરફ ચાલ્યા, માર્ગમાં વિરૂપ વહુ-વર મળ્યાં, તેમને જોઈ ગોશાળાએ હાંસી કરી, તેથી માર ખાધોછેવટે મુકી દીધો. ત્યાંથી ભગવાન ગોભૂમિ તરફ ચાલ્યા, માર્ગમાં અટવી આવતાં ગોશાલાએ ગોવાળોને સ્વેચ્છો કહીને માર્ગ પૂછયો, ગોવાળોએ ક્રોધથી તેને મારી બાંધીને વાંસના વનમાં નાંખી દીધો. જિનેશ્વરના ઉપશમથી આખરે છોડી મૂક્યો. ત્યાંથી ભગવાન રાજગૃહિએ આવ્યા, ત્યાં આઠમી વર્ષારાત્રિ થઈ. ત્યાંથી ભગવાન અનાર્ય દેશમાં વજ ભૂમિએ ગયા. ત્યાં ઘણા ઉપસર્ગો સહન કરી નવમી વર્ષાઋતુ વિતાવી. ૪૮૭ થી ૪૯૧.
अनिअयवासं सिद्धत्थपुरं तिलत्थंबपुच्छ निप्फत्ती । उप्पाडेड अणज्जो. गोसालो वासबहलाए ॥४९२।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682