Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan
View full book text
________________
ભાષાંતર ]
વીર ભગવંતનાં ઉપસર્ગો.
छम्मासे अणुबद्धं देवो कासीय सो उ उवखग्गं । નૂળ વયળામે, વંયિ વીર પદ્ધિનિયત્તો કા देवो चु (ठि) ओ महिड्डीओ वरमंदरचूलियाइ सिहरंमि । परिवारिक सुखहूहिं आउंमी सागरे सेसे || ५१४॥
Jain Education International
आलभियाए हरि विज्जू, जिणस्स भत्तीए वंदंओ एइ । भगवं पियपुच्छा, जिय उवसग्गत्ति थेवमवसेसं । । ५१५ ।। हरिसह सेयवियाए, सावत्थी खंदपडिम सक्को य । ओयरिडं पडिमाए, लोगो आउट्टिओ वंदे || ५१६।।
ભગવન્ ! હવે ગોચરી માટે જાઓ, હું કંઈ પણ ઉપસર્ગ નહી કરૂં. ભગવંતે કહ્યું, હું કોઈના કહેવાથી નહીં જાઉં, મારી ઈચ્છાથી જઈશ અથવા નહિ જાઉં. બીજે દિવસે તેજ ગોકુળમાં વાછરડા પાળનારી વૃદ્ધાએ પરમાત્રથી ભગવંતને પ્રતિલાભ્યા, તેથી ત્યાં દિવ્ય થયાં વસુધારા થઈ. છ માસ પર્યંત નિરંતર ઉપસર્ગ કરીને ભગવંતને નિશ્ચળ જોઈને તે દેવ વૃજગામમાં વાંદીને પોતાના સ્થાને પાછો ફર્યો. ઈન્દ્ર મહારાજે તિરસ્કાર કરીને તે મહર્દિક દેવને તેની દેવાંગના અને પરિવાર સહિત ત્યાંથી કાઢી મૂક્યો, તેથી તે મેરૂપર્વતની ચૂલિકાના શિખર પર જઈ રહ્યો, તે વખતે તેનું આયુષ એક સાગરોપમમાંથી કેટલુંક બાકી હતું. તે પછી ભગવાન વ્રજગામથી આલંભિકા નગરીએ ગયા. ત્યાં વિદ્યુત્સુમારેન્દ્ર જિનેશ્વરને ભક્તિથી વંદન કરવા આવ્યો અને બોલ્યો, ભગવન્ ! આપને સુખ શાતા પુછું છું, આપ ઉપસર્ગો તરી ગયા છો આવરણ થોડું જ બાકી છે, થોડા જ કાળમાં કેવળજ્ઞાન થશે. ત્યાંથી ભગવાન શ્વેતાંબી નગરીએ ગયા, ત્યાં હરિસહ સુખશાતા પૂછવા આવ્યો. ત્યાંથી ભગવાન શ્રાવસ્તી નગરીએ ગયા, ત્યાં સ્કંદની પ્રતિમાનો લોકો મહોત્સવ કરતા હતા, તે જોઈ ઈંદ્ર તે પ્રતિમામાં દાખલ થયો, તેથી તે પ્રતિમા સ્વયં ભગવંત પાસે ગઈ, અને ભગવંતને વંદન કરવા લાગી, તેથી લોકોએ દેવાધિદેવ જાણીને ભગવંતનો મહિમા કર્યો. ૫૧૨ થી ૨૧૬.
कोसंबी चंदसूरोयरणं वाणारसीय सक्को उ । रायगिहे ईसाणो, महिला जणओ य धरणो य ।। ५१७॥
वेसाली भूयणंदो, चमरुप्पाओ य सुंसुमारपुरे । भोगपुर सिंदकंदग, महिंदो खत्तिओ कुणति ।। ५१८ ।।
वारण सणकुमारे, नंदीगामे पिउरसहा वंदे | मेढियगामे गोवो, वित्तासणयं च देविदो ।। ५१९।।
कोसंविए सयाणीओ, अभिग्गहो पोसबहुल पाडिवई । चाउम्मास मिगावई, विजय सुगुत्तो य नंदा य ॥ ५२०॥
[૬૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682