Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan
View full book text
________________
૬ ૧૨]
વીરવિભુના ઉપસર્ગો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ तइअमवच्चं भज्जा, कहीहि नाहं तओ पिउवयंसो। दाहिणवायाल सुवण्णवालुगा कंटए वत्थं ॥४६६॥ उत्तरवाचालंतरवणसंडे चंडकोसिओ सप्पो । न डहे चिंता सरणं, जोइस कोवाऽहि जाओऽहं ॥४६७॥ उत्तरवायाला नागसेण खीरेण भोयणं दिव्वा ।
સેવિચાર પસી પંરર નિક્કરીયા ૬૮ દૂઇજ્જત જે પિતાનો મિત્ર હતો, તેમણે ભગવન્તને રહેવાનું સ્થાન આપ્યું, પુનઃ વિહાર કરીને ભગવન્ત ત્યાં આવ્યા, અને પાંચ તીવ્ર અભિગ્રહ ગ્રહણ કર્યા, જયાં રહે ત્યાં તેના માલિકની અપ્રીતિ થાય તો ત્યાં ન રહેવું, હમેશા વ્યુત્કૃષ્ટ કાયાથી રહેવું. મૌનપણે વિહરવું, હસ્ત રૂપ પાત્રથીજ ભોજન કરવું, અને ગૃહસ્થને વંદન ન કરવું. આ પ્રમાણે અભિગ્રહ લઈને ત્યાંથી નીકળી અસ્થિગ્રામે આવ્યા. તે ગામ પૂર્વે વર્ધમાનપુર નામે હતું, ધનસાર્થવાહ તે નગરની વેગવતી નદી પોતાના મુખ્ય બળદવડે ઉતર્યો, અતિપરિશ્રમથી તે બળદ મરીને અકામનિર્જરાથી ત્યાં શૂલપાણિ નામે યક્ષ થયો. ભગવન્ત તે યક્ષના મંદીરમાં વાસ કર્યો, યક્ષે સાત ભયંકર વેદનાઓ ભગવન્તને ઉત્પન્ન કરી, છેવટે બોધ પામી, સ્તુતિ કરીને ગયો. પાછલી રાત્રે ભગવન્ત દસ સ્વમાં જોયાં, ઉત્પલે તેનું ફળ કહ્યું, પક્ષ-પક્ષના ભગવત્તે ઉપવાસ કર્યા, મોરાકમાં લોકોએ સત્કાર કર્યો, અને અચ્છેદકપર ઇન્દ્ર કોપ કર્યો. (યક્ષે જે વેદનાઓ કરી તે આ પ્રમાણે) પ્રથમ ભયંકર અટ્ટહાસ્ય કર્યું, હસ્તિ, પિશાચ, અને સર્પથી ભય પમાડ્યા છતાં ભય ન પામ્યા, ત્યારે મસ્તક, કર્ણ, નાસિકા, દાંત, નખ, આંખ, અને પીઠમાં એમ સાત પ્રકારની વેદનાઓ ઉત્પન્ન કરી. (દસ સ્વમાં જોયાં તે આ પ્રમાણે) તાલપિશાચ માર્યો, બે કોકિલા, બે પુષ્પની માળા, ગાયોનો સમૂહ, સરોવર, સમુદ્ર, સૂર્ય, આંતરડાથી મનુષ્યોત્તર વીંટયો,મેરૂ અને દસમું કમળ તેનું ફળ ઉત્પલે (ઉત્પન્ન) આ પ્રમાણે કહ્યું, મોહનો નાશ, શુકુલ ધ્યાનની પ્રાપ્તિ, પ્રવચન રચના, ધર્મ સ્થાપના, સંઘ દેવલોક, સંસાર, જ્ઞાન, યશ, અને પર્ષદામાં ધર્મ, ત્યાંથી ભગવાન મોરાકસન્નિવેશમાં ગયા, તેની બહાર સિદ્ધાર્થ લોકોને અતીત આદિ દિવસોનું નિમિત્ત કહેતો હતો ભગવાનનો લોકો સત્કાર કરવાથી અચ્છેદકને દ્વેષ થયો. તૃણને લીધે ઈન્દ્રનું આગમન થયું, અચ્છેદકે તૃણ લીધું, ઇન્દ્ર તેની આંગળીઓ છેદી નાંખી, કર્મકર વીરઘોષનું દસ પલ પ્રમાણે કરોટક (વાટકો) મહિમેંદુ વૃક્ષની (ખજુરીના વૃક્ષની) નીચે સ્થાપ્યું છે, બીજાં ઈન્દ્રશર્માના બકરાને મારી ખાઇને તેનાં હાડકાં બોરડી નીચે દક્ષિણ બાજુએ ઉકરડામાં દાટ્યા છે. ત્રીજુ અવાચ્ય છે તે તેની સ્ત્રી કહેશે, હું નહિ કહું, કેમકે હું તેના પિતાનો મિત્ર છું, (સ્ત્રીએ કહ્યું, તે તેની બેનનો પતિ છે, મને નથી ચાહતો, આથી લોકોએ તેનો બહુ તિરસ્કાર કર્યો.) પછી ભગવત્ત ત્યાંથી દક્ષિણવાચાલ તરફ ચાલ્યા, ત્યાં પિતૃવયસ્ય પારણું કરાવ્યું માર્ગમાં સુવર્ણ વાલુકા નદીને કિનારે કંટકમાં વસ્ત્ર ભરાઈ ગયું. આગળ જતાં ઉત્તર વાચાલના અંતરવનખંડમાં ચંડકૌશિક સર્પ હતો, તે ડશી શક્યો નહિ, વિચાર કરતાં જાતિસ્મરણ થયું, કે હું જયોતિષ્ક હતો ને કોપથી સર્પ થયો છું. આથી તે બોધ પામ્યો, પછી ભગવાન ત્યાં ઉત્તરવાચાલ તરફ ગયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682