Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan
View full book text
________________
ભાષાંતર
ગોશાળાનો સંપર્ક
[૬૧૩
ત્યાં નાગસેને ક્ષીરનું ભોજન કરાવ્યું, પંચ દિવ્ય પ્રગટ થયાં, ત્યાંથી શ્વેતાંબી નગરીમાં ગયા, ત્યાં પ્રદેશી રાજા અને નૈયક ગોત્રી રાજાઓએ ભગવન્તની સેવા-ભક્તિ કરી. ૧૧૨ થી ૧૪૪. ભાષ્ય. ૪૬૨ થી ૪૬૮ નિર્યુક્તિ.
सुरहिपुर सिद्धजत्तो, गंगा कोसिअ विऊ य खेमिलओ। नागसुदाढे सीहे, कंबलसबला य जिणमहिमा ॥४६९॥ महुराए जिणदासो, आहिर वीवाह गो उववासे । भंडीर मित्त अवच्चे, भत्ते णागोहि आगमणं ॥४७०॥ वीरवरस्स भगवओ, नावारूढस्स कासि उवसग्गं । मिच्छादिट्ठिपरद्धं, कंबलसबला समुत्तारे ॥४७१॥ थूणाए बहिं पूसो, लवणमभंतरं च देविंदो । રાદિ તંતુસાના, માસક્કિમ ર સોસાતો કરી मंजलि मंन सुभद्दा, सारवणं गोबहुलमेव गोसालो ।
विजयाणंद सुणंदे, भोअण खज्जे अ कामगुणे ॥४७३॥ ત્યાંથી ભગવાન સુરભિપુર ગયા, ત્યાં સિદ્ધયાત્રા નામના નાવિકે ભગવાનને ગંગા ઉતારવા માંડી, તે વખતે ક્ષેમિલ નામે શુકન જાણનારાએ ઘુવડ બોલવાથી પ્રાણાન્ત ભય જણાવ્યો. (ભગવંતના પૂર્વના વાસુદેવના ભવનો વૈરી સિંહનો જીવ સંસારમાં ભમતાં સુદંષ્ટ્ર દેવ થયો હતો) તે દેવે નાવ ડૂબાવવા પ્રચંડ સંવર્તક વાયુ વિકવ્યું. કંબલસંબલ દેવોએ તેનો પરાભવ કરીને જિનેશ્વરનો મહીમા કર્યો. મથુરાનગરીમાં જિનદાસ શ્રાવક અને સાધુદાસી નામે તેની સ્ત્રી હતી, તે સ્ત્રીને આભીરી સાથે ગાઢ સંબંધ થયો. અન્યદા ગોવાળને ત્યાં વિવાહ પ્રસંગે શેઠે જો ઇતી વસ્તુ આપી, કૃતજ્ઞતામાં ગોવાળે કંબલ-સંબલ નામના બે વાછરડા શેઠને ભેટ આપ્યા, શેઠના સંસર્ગથી તે બન્ને હૃષ્ટ પુષ્ટ થર્યાથકા ધર્મવાસિત થયા, અન્યદા શેઠના મિત્રે પુછ્યા વિના તે બન્નેને મંડિરયક્ષની યાત્રામાં દોડાવ્યા, અતિશ્રમથી કંઈ પણ તે આહાર પાણી ન લેવા લાગ્યા, શેઠે તેમની અન્યાવસ્થા જાણી ધર્મ સંભળાવ્યો, તેના પ્રભાવથી મરણ પામીને તે બન્ને નાગકુમારમાં કંબલ સંબલ નામે નાગકુમાર દેવ થયા, તેઓ અવધિજ્ઞાનથી ભગવન્તને થતો ઉપસર્ગ જાણીને ત્યાં આવ્યા, મિથ્યાદષ્ટિ દેવથી નાવમાં બેઠેલા ભગવાન વીરપ્રભુને ઉપસર્ગ કરાતો અટકાવ્યો અને ભગવન્તને નદીથી ઉતાર્યા. ત્યાંથી ભગવાન ચાલીને ધૃણા નગરીની બહાર આવ્યા, પુષ્પનામે સામુદ્રિક શાસ્ત્ર જાણનારો ભગવન્તના પગલા ઉપરથી ચક્રવર્તિ ગએલ જાણીને સેવા કરવાના બહાને ત્યાં આવ્યો, ભગવન્તને જોઈને સામુદ્રિક શાસ્ત્ર પર અશ્રદ્ધા થઈ, દેવેન્દ્ર આવીને ધર્મ ચક્રવર્તિના અભ્યન્તર લક્ષણ જણાવ્યાં; અને સંતુષ્ટ કર્યો, ત્યાંથી રાજગૃહિમાં તંતુશાળામાં માસક્ષમણ કરીને રહ્યા. ત્યાં ગોશાળાનો સંગ થયો. મંખજાતિના મંખલિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682