Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 646
________________ ભાષાંતર) વિર ભગવંતનો અભિષેક આદિ. [૬૦૫ વિમાન અને અધોલોકથી નીકળેલાને ભુવન, રત્નસમૂહ અને અગ્નિ, એ ચૌદ સ્વમાં સુખે સુતેલી તે દેવાનંદાબ્રાહ્મણીએ જે રાત્રીએ મહાયશ વીરભગવાન્ તેની કુક્ષિમાં ઉત્પન્ન થયા ત્યારે જોયાં. તે બ્રાહ્મણીની કુક્ષિમાં વ્યાસી દિવસ ભગવન્ત રહ્યા, તે પછી સૌધર્મપતિએ જિનેશ્વરને ત્યાંથી હરણ કરવાનો કાળ વિચાર્યો. અરિહંત, ચક્રવર્તિ બળદેવ અને વાસુદેવ એ ઊત્તમપુરૂષો તુચ્છકુળની અંદર ઉત્પન્ન થતા નથી; પણ ઉગ્રકુળ, ભોગકુળ, ક્ષત્રિયકુળ, ઇક્વાકુકુળ, જ્ઞાતકુળ, કૌરવકુળ અને વિશાળ હરિવંશને વિષે એવા પુરૂષસિંહો આવીને ઉત્પન્ન થાય છે. તે પછી દેવેન્દ્ર હરિણગમેષિદેવને કહ્યું કે આ લોકોમત્ત-મહાત્મા-તીર્થકર ભગવાન આ બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયા છે, (તે યોગ્ય નથી, માટે) ક્ષત્રિયકુંડ ગામની અંદર સિદ્ધાર્થ નામે ક્ષત્રિય છે, તેની ભાર્યા ત્રિશલાની કુક્ષિમાં ભગવન્તને સંહરીને લઈ જા. “બહુ સારૂ” એમ કહીને હરિણગમેષિદેવે વર્ષારાના પાંચમાં પખવાડીઆમાં હસ્તોત્તર (ઉત્તરાફાલ્ગની) આસો વદ તેરશના દિવસે રાત્રિના પૂર્વ ભાગમાં પહેલા બે પહોર પછી ગર્ભનું સંહરણ કર્યું. આથી કરીને જે રાત્રિએ મહાશય ભગવાન વીરપ્રભુ કુક્ષિમાંથી સંહરણ કરાયા તે રાત્રિએ ગજ-વૃષભાદિ ચૌદ સ્વમાં તે બ્રાહ્મણીએ પાછા ફરતાં જોયાં, અને એજ ગજ-વૃષભાદિ ચૌદ સ્વમાં જે રાત્રિએ મહાયશ વીરભગવાન્ પોતાની કુક્ષિમાં સંહરણ કરીને મૂકાયા તે રાત્રિએ સુખે સુતેલી ત્રિશલાએ જોયા. ૫૭. હવે અભિષેકદ્વાર અને જન્મદ્વાર કહે છે. तिहि नाणेहि समग्गो, देवीतिसलाइ सो अ कुच्छिसि । अह वसइ सण्णिगब्भो, छम्मासे अद्धमासं च ॥५८॥ भा. अह सत्तमंमि मासे, गब्भत्थो चेवऽभिग्गहं गिण्हे । नाहं समणो होहं, अम्मापिअरंमि जीवंते ॥५९॥ भा. दोण्हं वरमहिलाणं, गब्भे वसिऊण गब्भसुकुमालो । नवमासे पडिपुण्णे, सत्त य दिवसे समइरेगे ॥६०॥ भा. अह चित्तसुद्धपखस्स तेरसी पुबरतकालंमि । हत्थुत्तराहिं जाओ, कुंडग्गामे महावीरो ॥६१।। भा. आभरणरयणवासं, वुटुं तित्थंकरंमि जायंमि । सक्को अ देवराया, उवागओ आगया निहओ ॥६२॥ भा. तुट्ठाओ देवीओ देवा, आणंदिआ सपरिसागा । જયવંમ વેદના, તેનુવસુહાવ ના //૬ો મા. ત્રિશલાદેવીની કુક્ષિમાં તે સંજ્ઞીગર્ભ ત્રણ જ્ઞાન સહિત સાડાછમાસ રહ્યો. તે પછી સાતમા મહીને ગર્ભમાં રહ્યા થકા ભગવત્તે અભિગ્રહ ગ્રહણ કર્યો કે-માતા-પિતા જીવતાં છતાં હું સાધુ નહિ થાઉં. બન્ને ઉત્તમસ્ત્રીઓના ગર્ભમાં ગર્ભસુકુમાર ભગવન્ત રહીને સંપૂર્ણ નવ માસ, અને સાત દિવસ અધિકકાળે ચૈતર સુદી ત્રયોદશીના દિવસે રાત્રિના પહેલા બે પ્રહર પછી હસ્તોત્તરા નક્ષત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682