Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 648
________________ ભાષાંતર] ભગવંતનો બાળ પર્યાય આદિ. बालो अबालभावो, अबालपरक्कमो महावीरो । नहु सक्कइ भेसेउं, अमरेहिं सइंहिंएहिंपि ॥ ७३ ॥ भा० Jain Education International तं वयणं सोऊणं, अह एगु सुरो असद्दहंतो उ । एइ जिणसण्णिगासं, तुरिअं सो भेसणट्टाए ॥७४॥ भा० सप्पं च तरुवरंमी, काउं तिंदूसएण डिंभंच । पिठ्ठी मुठ्ठीइ हओ, वंदिअ वीरं पडिनिअत्तो ॥ ७५॥ भा० अह तं अम्मापिअरो, जाणित्ता अहिअ अठ्ठवासं तु कयकोऊअलंकारं, लेहायरिअस्स उवणिति ॥ ७६ ॥ भा० सक्को अ तस्समक्खं, भगवंतं आसणे निवेसित्ता । सहस्स लक्खणं पुच्छ वागरणं अवयवा इंदं ॥७७॥ उम्मुक्कबालभावो, कमेण अइ जोव्वणं अणुप्पत्तो । मोगसमत्थं गाउं, अम्मापिअरो उ वीरस्स ॥७८॥ तिहिरिक्खमि पसत्थे, महन्तसामन्तकुलपसूआए । कारंति पाणिगहणं, जसोअवररायकण्णाए ।। ७९ ।। भा० જ્યારે ભગવાન્ આઠ વર્ષમાં કંઇક ન્યૂન ઉમ્મરના હતા ત્યારે ઇન્દ્ર મહારાજે સુધર્મસભામાં દેવોની મધ્યે તેમના સદ્ગુણોનું કીર્તન કર્યું, કે ભગવાન મહાવીરદેવ બાળક છતાં પણ બાળભાવ રહિત અને મોટાના જેવા પરાક્રમવાળા છે, તેમને ઇન્દ્ર સહિત દેવોથી પણ ભય પમાડી શકાય નહિ. ઇન્દ્રનાં તે વચન સાંભળીને એક દેવ તે વાત નહિ માનતો થકો સત્વર જિનેશ્વરની પાસે તેમને ભય પમાડવા આવ્યો. તે વખતે ભગવાન બાળકોની સાથે વૃક્ષ ઉપર ક્રીડા કરતા હતા, ત્યાં પેલો દેવ વૃક્ષની નીચે સર્પનું રૂપ ધરીને ઉંચું મુખ કરી રહ્યો, ભગવન્તે તેને માત્ર ડાબા હાથથીજ દૂર ફેંકી દીધો, પછી ભગવાન તિન્દ્સક નામની રમત રમવા લાગ્યા, તે દેવ પણ બાળરૂપ ધરીને સાથે રમવા લાગ્યો, ભગવન્તે રમતમાં તેને જીત્યો, તેથી તેના સ્કંધ ઉપર ભગવાન બેઠા, આથી દેવે પિશાચરૂપ ધરીને વધવા માંડ્યું, ભગવન્તે ભય પામ્યા સિવાય તેની પીઠ ઉપર મુષ્ઠિનો પ્રહાર કર્યો, તેથી તે દેવ ત્યાંજ નિમગ્ન થયો. પછી વીર પ્રભુને વંદન કરીને તે પોતાના સ્થાને ગયો. પછી ભગવન્તને આઠ વર્ષથી અધિક ઉમ્મરના જાણીને માતા-પિતા તેમને રક્ષા-અલંકારાદિથી શણગારીને લેખાચાર્ય પાસે લઇ ગયા. તે વખતે ઇન્દ્ર મહારાજે ઉપાધ્યાયની સમક્ષ ભગવાને મોટા આસન ઉપર બેસારીને શબ્દનું લક્ષણ પૂછયું, ભગવન્ને વ્યાકરણના અવયવો કહ્યા, ત્યારથી અંદ્ર વ્યાકરણ થયું. અનુક્રમે બાળભાવથી મુક્ત થઇને યૌવન વય પામેલા વીરપ્રભુને ભોગ સમર્થ જાણીને માતા-પિતાએ પ્રશસ્ત તિથી અને નક્ષત્રમાં મોટા સામન્તના કુળમાં ઉત્પન્ન થએલી યશોદા નામે શ્રેષ્ઠ રાજકુમારી સાથે પાણિગ્રહણ કરાવ્યું. ૭૨ થી ૭૯. [૬૦૭ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682