Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 643
________________ ૬૦૨] વીર ભગવંતના ૨૭ ભવ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ થયા પછી કપિલ નામે રાજકુમાર તેની પાસે આવ્યો, તેને જિનોક્ત ધર્મ કહ્યો, તેથી તેણે પૂછયું, શું તમારી પાસે ધર્મ નથી ? મરીચીએ તેને બહુલકર્મી અને પોતાનો સહચારી માનીને કહ્યું કે ત્યાં ધર્મ છે, અને અહીં પણ ધર્મ છે. આ એકજ દુર્ભાષણથી મરીચીએ દુઃખનો સમુદ્ર પ્રાપ્ત કર્યો, અને કોટાકોટી સાગરોપમ પ્રમાણ સંસારમાં ભમ્યો, પૂર્વોક્ત ત્રિપદી દુર્ભાષણ અને ફલરૂપ સંસાર અને નીચગોત્ર પ્રાપ્ત કર્યું. દુર્ભાષણનું પ્રતિક્રમણ કર્યા વિના તે મરણ પામીને બ્રહ્મદેવલોકમાં દેવ થયો. તેનો શિષ્ય કપિલ મૃત્યુ પછી દેવલોકમાંથી અંતરીક્ષ રહીને સ્વશિષ્ય આસુરીને તત્ત્વનો ઉપદેશ કરવા લાગ્યો, ત્યારથી વૈશેષિક દર્શન પ્રવર્તે. ૪૩૭ થી ૪૩૯. इक्खागेसु मरीई चउरासीई अ बंभलोगंमि । कोसिउ कुल्लागंमी (गेसुं) असीईमाउं च संसारे ॥४४०॥ थूणाइ पूसमित्तो आउं बावत्तरिं च सोहम्मे । चेइअ अग्गिज्जोओ चोवट्ठोसाणकप्पंमि ॥४४१॥ मंदिरे अग्गिभूई चउपन्नाउ सणकुमारंमि । सेअवि भारदाओ चोआलीसं च माहिंदे ॥४४२॥ संसरिअ थावरो रायगिहे चउतीस बंभलोगंमि । छस्सुवि पारिवज्जं भमिओ तत्तो अ संसारे ॥४४३॥ रायगिह विस्सनंदी विसाहभई अ तस्स जुवराया। जुवरण्णो विस्सभूई विसाहनंदी अ इअरस्स ॥४४४॥ रायगिह विस्सभूई विसाहभूइसुअ खत्तिए । कोडी वाससहरसंदिक्खा संभूअजइस्स पासंमि ॥४४५॥ ઇવાકુવંશમાં મરીચી ચોરાશી લાખ પૂર્વનું આયુષ પાળીને બ્રહ્મદેવલોકમાં દેવ થયો, ત્યાંથી વીને કોલ્લાક સંનિવેશમાં બ્રાહ્મણ થયો, ત્યાં એસી લાખ પૂર્વનું આયુષ્ય ભોગવીને સંસારમાં જુદા જુદા ભવો ગ્રહણ કર્યા. કેટલાક કાળ પછી યૂણા નગરીની અંદર પુષ્યમિત્ર નામે બ્રાહ્મણ થયો, ત્યાં બહોંતેર લાખ પૂર્વનું આયુષ ભોગવીને (પરિવ્રાજક થઈને) સૌધર્મ કલ્પમાં દેવ થયો, ત્યાંથી આવીને ચૈત્યસંનિવેશમાં ચોસઠલાખ પૂર્વના આયુષવાળો અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયો, ત્યાં પરિવ્રાજક દીક્ષા પાળીને) ઈશાન કલ્પમાં દેવ થયો. ત્યાંથી ચ્યવીને મંદીર સંનિવેશમાં છપ્પન લાખ પૂર્વના આયુષવાળો અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયો, (ત્યાંથી પરિવ્રાજક થઇને) સનકુમાર કલ્પમાં દેવ થયો. ત્યાંથી અવીને શ્વેતાંબી નગરીમાં ચુમ્માલીસ લાખ પૂર્વના આયુષવાળો ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયો,(પરિવ્રાજક દીક્ષા પાળીને) માહેંદ્ર કલ્પમાં દેવ થયો. ત્યાંથી ચ્યવીને કેટલોક કાળ સંસારમાં ભ્રમણ કરી રાજગૃહ નગરમાં ચોત્રીસલાખ પૂર્વના આયુષવાળો સ્થાવર નામે બ્રાહ્મણ થયો, એ પ્રમાણે છ વાર પરિવ્રાજક બનીને દેવલોક પામ્યો. પછી ત્યાંથી ચ્યવીને ઘણો કાળ સંસારમાં ભમ્યો. તે પછી રાજગૃહ નગરમાં વિશ્વનંદી રાજા હતો, વિશાખભૂતિ તેનો ભાઈ યુવરાજ હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682