Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 641
________________ ૬૦૦ ] [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ Jain Education International મરીચિ અધિકાર. सो विणण ऊवगओ काऊण पयाहिणं च तिक्खुत्तो । वंदइ अभित्थुणंतो इमाहि महुराहि वग्गूहिं ॥ ४२६ || लाहा हु ते सुद्धा जंसि तुमं धम्मचक्कवट्टीणं । होहिसि दसचऊदसमो अपच्छिमो वीरनामुत्ति ॥ ४२७ ॥ णावि अ पारिव्वज्जं वंदामि अहं इमं च ते जम्मं । जं होहिसि तित्थयरो अपिच्छमो तेण वंदामि ||४२८|| एवण्हं थोऊणं काऊण पयाहिणं च तिक्खुत्तो । आपुच्छिऊण पिअरं विणीअणगरिं अह पविट्ठो ॥ ४२९|| तव्वयणं सोऊणं तिवई अप्फोडिऊण तिक्खुत्तो । अभहिअजायहरिसो तत्थ मरीई इमं भणइ ||४३०|| जड़ वासुदेवु पढमो, मूआइ विदेही चक्कवट्टित्तं । चरमो तित्थयराणं, होऊ अलं इत्तिअं मज्झ ॥ ४३१ || अयं च दसाराण, पिआ य मे चक्कवट्टिवंसस्स । લગ્નો તિત્યયરાળ, હો હતું ત્તમ મા જિરૂરી ચક્રવર્તિએ કહ્યું કે હે તાત ! આ આટલી પર્ષદામાંથી બીજો કોઈ તીર્થંકર આ ભારતવર્ષમાં થશે ? તે વખતે ત્યાં ભરતનો પુત્ર અને આદ્ય પરિવ્રાજક મરીચિ ઋષભનો પૌત્ર સ્વાધ્યાય ધ્યાન યુક્ત એકાન્તે મહાત્મા ધ્યાન કરતો હતો; તેને ચક્રવર્તિએ પૂછેલા જિનેશ્વરે બતાવીને કહ્યું કે “આ” વીર નામે છેલ્લા ધર્મચક્રવર્તિ થશે, તથા પોતનપુરનો અધિપતિ ત્રિપૃષ્ઠ નામે પ્રથમ વાસુદેવ, અને મહાવિદેહમાં મૂકાનગરીની અંદર પ્રિયમિત્રનામે ચક્રવર્તિ થશે. તે વચન સાંભળીને ભરતરાજા અત્યન્ત રોમાંચિત થયો થકો પિતાને વંદન કરીને મરીચિને વંદન કરવા ગયો, તે વિનયથી મરીચિ પાસે ગયો, ત્યાં ત્રણ વાર પ્રદક્ષિણા કરીને આ પ્રમાણે મધુરવાણીથી સ્તુતિ કરતો વંદન કરવા લાગ્યો. અહો ! તમે અત્યંત અભ્યુદય પામ્યા છો, કેમકે તમે છેલ્લા ચોવીસમા વીર નામે ધર્મચક્રવર્તિ થશો. તમારા આ પરિવ્રાજકપણા કે આ જન્મને હું નથી વંદન કરતો, પણ છેલ્લા તીર્થંકર થશો, તેથી વંદન કરું છું. એ પ્રમાણે સ્તુતિ કરી, ત્રણવાર પ્રદક્ષિણા આપીને, પિતાજીને પૂછીને પછી તે ભરત રાજા વીનીતા નગરીમાં ગયા, ભરતનાં તે વચન સાંભળીને ત્રિપદી કરી, ભૂમીસ્ફોટ ત્રણવાર કરીને અધિક હર્ષવન્ત થયો થકો, ત્યાં મરીચિ આ પ્રમાણે બોલ્યો. જો હું પ્રથમ વાસુદેવ, મહાવિદેહમાં મૂકાનગરીની અંદર ચક્રવર્તિ, અને આ ક્ષેત્રમાં છેલ્લો તીર્થંકર થઈશ, તો એટલાથી જ મારે બસ છે. અહો ! હું પ્રથમ વાસુદેવ થઈશ, મારા પિતા પ્રથમ ચક્રવર્તિ, અને પિતામહ આદ્યતીર્થંકર, અહો ! મારૂં કુળ ઉત્તમ છે. ૪૩૨. હવે નિર્વાણદ્વાર કહે છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682