Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan
View full book text
________________
પ૯૮]. જિનેશ્વરોનાં આંતરા. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
धम्मजिणाओ संतो तिहि उ तिचउभागपलिअऊणेहिं । अयरेहि समुप्पण्णो पलिअरेणं तु कुंथुजिणो ॥१३॥ पलिअचउभागूणं कोडीसहस्सूणएण वासाणं । कुंथूओ अरनाथो कोडीसहस्सेण मल्लिजिणो ॥१४॥ मल्लिजिणाओ मुणिसुब्बओ य चउपन्न वासलक्खेहिं । सुव्वयनामाओ नमी लक्नेहिं छही उ उप्पण्णो ॥१५॥ पंचहिं लक्खेहिं तओ अखिनेमी जिणो समुप्पण्णो । तेसीइ सहस्सेहिं सएहि अत्तट्ठमेहिं च ॥१६॥ नेमीओ पासजिणो पासजिणाओ य होइ वीरजिणो ।
अड्डाइज्जसएहिं गएहिं वासेहि उप्पण्णो ॥१७॥ ઉત્તમ વૃષભના જેવી ગતિવાળા ભરતના પિતા પ્રથમ જિનેશ્વર ઋષભદેવ ભારત વર્ષની અંદર ત્રીજા આરાના પાછલા ભાગમાં ઉત્પન્ન થયા. ઋષભદેવ પછી પચાસલાખ કોટી સાગરોપમ પછી અજીતનાથ થયા, તે પછી ત્રીસલાખ કોટી સાગરોપમે સંભવનાથ થયા. સંભવનાથથી દસ લાખ કોટી સાગરોપમ વીત્યા પછી અભિનંદન જિન થયા, અભિનંદન પછી નવ લાખ કોટી સાગરોપમે સુમતિનાથ ઉત્પન્ન થયા. તે પછી નેવું હજાર કોટી સાગરોપમે પદ્મપ્રભ થયા. પદ્મપ્રભ પછી નવહજાર કોટી સાગરોપમે સુપાર્શ્વનાથ થયા. તે પછી નવસોકોટી સાગરોપમે ચંદ્રપ્રભ થયા, ચંદ્રપ્રભુ પછી નેવુંમોટી સાગરોપમે પુષ્પદંત થયા, તે પછી નવમોટી સાગરોપમે શીતળનાથ થયા. શીતળનાથ પછી એક કોટી સાગરોપમમાં સો સાગરોપમ છાસઠ લાખ છવીસહજા૨ જૂન વર્ષે શ્રેયાંસનાથ થયા. શ્રેયાંસનાથ પછી ચોપન સાગરોપમ વાસુપૂજય થયા, વાસુપૂજય પછી ત્રીસ સાગરોપમે વિમળનાથ ઉત્પન્ન થયા, વિમળનાથ ઉત્પન્ન થયા પછી નવ સાગરોપમે અનંતનાથ થયા, અનંતનાથ પછી ચાર સાગરોપમે ધર્મનાથ થયા, ધર્મનાથ પછી એક પલ્યોપમના ચારીઆ ત્રણ ભાગ ન્યૂન ત્રણ સાગરોપમમાં શાન્તિનાથ થયા, શાન્તિનાથ પછી અર્ધ પલ્યોપમે કુંથુનાથ થયા, કુંથુનાથ પછી પલ્યોપમના ચોથા ભાગમાં એક હજાર કોટી વર્ષ જૂનકાળે અરનાથ થયા, અરનાથ પછી એક હજાર કોટી વર્ષે મલ્લિનાથ થયા, મલ્લિનાથ પછી ચોપનલાખ વર્ષે મુનિસુવ્રત થયા, તે પછી છ લાખ વર્ષે નમીનાથ, પછી પાંચ લાખ વર્ષે નેમીનાથ, તે પછી ત્યાંસીહજાર સાતસો પચાસ વર્ષે પાર્શ્વનાથ, તે પછી અઢીસો વર્ષે વર્ધમાનસ્વામી ઉત્પન્ન થયા. ૧ થી ૧૭. ક્યા જિનનાં શાસનમાં ક્યા ચક્રવર્તિ થયા તે કહે છે,
उसभे भरहो अजिए सगरो मघवं सणंकुमारो अ । धम्मस्स य संतिस्स य जिणंतरे चक्कवट्टिदुगं ॥४१६॥ संती कुंथू अ अरो अरहंता चेव चक्कवट्टी अ । अरमल्लीअंतरे उ हवड़ सुभूमो अ कोरवो ॥४१७।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682