________________
૧૬૮ સંવિધાન (એકેન્દ્રિયાદિક ભેદ) નથી કે જે સંસારમાં જેને પ્રાપ્ત ન થ હોય. (૧૦) બંધવા સુહિણે સર્વે, પિઅ માયા પુત્ત ભારિયા ! પેઅવણાઓ નિઅનંતિ, દાઉણ સલિલંજલિ ૧૧
હે જીવ! બંધુઓ, સર્વ મિત્રો, પિતા, માતા, પુત્ર અને સ્ત્રી એ સવે મૃત્યુ પામેલા મનુષ્યને પાણીની અંજલિ આપીને સ્મશાનથી પાછા ઘેર આવે છે. (૧૧) વિહર્ડતિ સુઆ વિડંતિ, બંધવા
વલ્લહા ય વિહડતિ ! ઈક્કો કવિ ન વિહાઈ ધો રે જીવ !
જિણભણિઓ ૧રા રે અજ્ઞાની જીવ ! પુત્ર-પુત્રીઓને વિયોગ થાય છે, સ્વજનને વિયેગ થાય છે અને હાલી સ્ત્રીઓને પણ વિગ થાય છે પરંતુ હે જીવ! જિનેશ્વરે કહેલ ધર્મને
ક્યારે પણ વિયોગ થતો નથી. (અર્થાત આ જીવને સાચું સગપણ તે ધર્મનું જ છે. (૧૨) અડકમ્મપાસબધે, જીવે સંસારચારએ ઠાઈ ! અડકમ્મપાસમુક્કો, આયા સિવમંદિરે ઠાઈ ૧૩
હે આત્મન ! આઠ કર્મ રૂપી પાશ વડે બંધાયેલ જીવ સંસાર રૂપી કેદખાનામાં રહે છે અને આઠ કર્મરૂપી પાશથી મૂકાયેલે આત્મા મોક્ષ મંદિરમાં રહે છે. (૧૩)
.
.