________________
૧૬૯
વિહવો સજજણસંગો, વિસયસુહાઈ
વિલાસલલિઆઈ નલિણીદલગ્નોલિર-જલલવપરિચંચલ સવૅ ૧૪
વિભવ, સારા માનવને સંબંધ અને વિલાસે કરીને સુંદર એવાં વિષય સુખ એ સર્વ કમલિનીના પાનના અગ્રભાગ પર ઘુમરાતાં એટલે રહેલાં પાણીના બિંદુ જેવાં અતિશય ચંચળ છે. (૧૪) તે કલ્થ બલ તંત્થ, જુવ્વાણું અંગચંગિમા કલ્ય? સવ્વમણિચ્ચે પિચ્છ, દિઠ ન કર્યો તેણ ૧પ
હે પ્રાણીઓ ! તે શરીરનું બળ કયાં ગયું ? તે જુવાનીપણું ક્યાં ગયું ? અને તે શરીરનું સુંદરપણું કયાં ગયું ? માટે જે પ્રથમ દીધું હતું તે યમરાજાએ નાશ કર્યું. એ પ્રમાણે સર્વ વસ્તુઓનું અનિત્યપણું જુઓ. (૧૫) ઘણકમ્મપાસબદૂ, ભવનયચઉપહેલું વિવિહાઓ પાવઈ વિડંબણાઓ, આવો કે ઈલ્થ સરણે તે ૧૬
હે પ્રાણી ! નિબિડ કર્મ રૂપી પાસથી બંધાયેલ જીવ સંસાર રૂપી નગરના ચાર ગતિ રૂપ ચૌટામાં અનેક પ્રકારની દુઃખદાયક વિટંબનાઓ પામે છે તે હે જીવ! અહિં તારે કેણ શરણ રૂપ છે?