________________
૧૮૮
ને હુ ઉવણમંતિ રાઈઓ,
ને સુલતું પુણરવિ છવિય ૭૩ હે ભવ્ય છે ! તમે બેધ પામે, બોધ કેમ પામતા નથી કારણ કે જેમણે ધર્મ નથી કર્યો તેવા પુરુષોને મરણ પામ્યા પછી પરભવમાં સમ્યફ દુર્લભ જ છે, કારણ કે ગયેલા રાત્રિ-દિવસે નિચ્ચે પાછા આવતા નથી. તેમ જ જીવિત પણ ફરીફરીને મળતું નથી. (૩) ડહરા વૃદ્ધા ય પાસહ, ગબ્બસ્થાવિ ચયંતિ માણવા ! સેણે જહ વયં હરે, એવમાઉફખર્યામિ તુદઈl૭૪
હે પ્રાણીઓ જુઓ ! કેટલાક મનુષ્ય ગર્ભમાં પણ મરણ પામે છે, અને કેટલાક બાલ્યાવસ્થામાં અને કેટલાક વૃદ્ધાવસ્થામાં મરણ પામે છે, જેમ બાજપક્ષી તેતરને એચિંતા ઝાલી લે છે તેમ આયુષ્ય ક્ષય થતાં યમદેવ જીવિતને હરે છે, માટે જીવિતને વિશ્વાસ રાખવો નહિ. (૭૪) તિયણજણું મરત, દણ નિયંતિ જેન અખાણું ! વિરમંતિ ન પાવાઓ, ધી! ધી! ધિકત્તણું તાણું
- જે પુરુષ ત્રણ ભુવનના મનુષ્યને મરણ પામતા દેખીને પોતાના આત્માને ધર્મમાં જોડતા નથી, અને પાપ થકી વિરામ પામતા નથી, એવા નિર્લજજ પુરુષની ધષ્ટતાને ધિક્કાર છે ! ધિક્કાર હા ! (૭૫),