Book Title: Vasant Stotradi Sangraha
Author(s): Vinayprabhashreeji
Publisher: Pukhraj Amichand Kothari

View full book text
Previous | Next

Page 363
________________ ૩૪૨ (આ રીતે દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ પ્રરૂપણું કરી. હવે પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ પ્રરૂપણ કરે છે ) કર્મ આત્મભૂત નથી, એટલે કે બધું સ્વરૂપ જ નથી, કમ જેમ બધ સ્વરૂપ જ નથી, તેમ સર્વથા પરિકલ્પિત અસતું પણ નથી. +કારણ કે કર્મ સર્વથા બેધસ્વરૂપ કે અસતું હોય તે સંસાર અને મોક્ષને (બંધ–મોક્ષને); ભેદ ન થાય. તે આ પ્રમાણે બૌદ્ધો સર્વ વસ્તુને ક્ષણિક માને છે. જે બધી વસ્તુઓ ક્ષણિક હોય તે બીજી ક્ષણે તે જ વસ્તુ કેમ દેખાય છે? આ પ્રશ્નના સમાધાન માટે બૌદ્ધો “સંતાન” પદાર્થને માને છે. સંતાન એટલે ક્ષણ પ્રવાહ. દરેક વસ્તુ પૂર્વ-પૂર્વ ક્ષણે નાશ પામે છે અને ઉત્તર-ઉત્તર ક્ષણે તે જ પ્રકારની નવી વસ્તુ ઉત્પન્ન થાય છે. આથી વસ્તુ ઉત્પન્ન થાય ત્યારથી આરંભી સર્વથા નાશ ન પામે ત્યાં સુધી સમાન ક્ષણ પ્રવાહ ચાલ્યા કરે છે. એટલે પ્રત્યેક ક્ષણે નિરંતર સમાનરૂપે વસ્તુની ઉત્પત્તિ એ ક્ષણ પ્રવાહ છે. વસ્તુ સર્વથા નાશ પામે ત્યારે ક્ષણપ્રવાહને = સંતાનને નાશ થાય છે, અને નવા ક્ષણ પ્રવાહની-સંતાનની ઉત્પત્તિ + બૌદ્ધની “યોગાચાર' શાખાવાળા સર્વવસ્તુઓને વિજ્ઞાન સ્વરૂપ માને છે. એથી એમની દષ્ટિએ કર્મ જ્ઞાન સ્વરૂપ છે. બૌદ્ધની માધ્યમિકશાખાવાળા સર્વ વસ્તુઓને અસત્રવાસનારૂપ માને છે. સર્વ વરતુઓ નહિ હેવા છતાં વાસનાના (=ભ્રાતના) કારણે દેખાય છે. એટલે બધું વાસનારૂપ છે. આથી કર્મ પણ વાસનારૂપ છે એમ માને છે.

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390