Book Title: Vasant Stotradi Sangraha
Author(s): Vinayprabhashreeji
Publisher: Pukhraj Amichand Kothari

View full book text
Previous | Next

Page 364
________________ ૩૪૩ થાય છે. દા. ત. હરણ જગ્યું ત્યારથી તે દરેક ક્ષણે નાશ પામે છે, અને સમાનરૂપે ઉત્પન્ન થાય છે. આથી હરણને ક્ષણ-પ્રવાહ સંતાન ચાલે છે. બીજા શબ્દોમાં કહીએ તે હરણક્ષણને = હરણ રૂપ ક્ષણને પ્રવાહ ચાલે છે. - તે પ્રમાણે આત્માને પણ ક્ષણપ્રવાહ ચાલે છે. આત્માના ક્ષણ પ્રવાહને ચિસંતતિ કહેવામાં આવે છે. ચિસંતતિ સોપપ્લવ અને નિરુપમ્પ્લવ એમ બે પ્રકારે છે. સંસારમાં રહેલા આત્માની સોપપ્લવ ચિસંતતિ ચાલે છે, અને આ બધું અસત છે એવું જ્ઞાન થવાથી રાગાદિ દૂર થતાં સોપપ્લવ ચિસંતતિને અંત આવે છે અને નિરુપપ્લવ ચિતંતતિ ચાલે છે. પલવ ચિસંતતિ રૂપ ક્ષણ એ સંસાર અને નિરુપમ્પ્લવ ચિત્યંતતિ રૂપ ક્ષણ એ મેક્ષ છે. આમ ક્ષણભેદથી બંધ અને મેક્ષને ભેદ થાય છે, આ પ્રમાણે બૌદ્ધો માને છે. આમ ક્ષણભેદ થવા છતાં બોધ (=ચિસંતતિ) બંને ક્ષણમાં છે. એટલે કે જેમ સંસાર અવસ્થામાં બેધ હોય છે, તેમ મોક્ષ અવસ્થામાં પણ બંધ હોય છે. આથી તમારા મતે સંસાર અને મિક્ષમાં કઈ ભેદ પડ્યો નહિ. * ક્ષણિકવાદીના મતે દરેક વસ્તુને ક્ષણે ક્ષણે નાશ અને (-ઉત્પત્તિ) થતા હોવાથી વસ્તુને પણ ક્ષણ કહેવામાં આવે છે. જેમ કે, મનુષ્યક્ષણ, ઘટક્ષણ અથવા હરણને ક્ષણ, મનુષ્યને ક્ષણ, ઘટને ક્ષણ એમ પણ કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390