________________ ૧ર. પરાજય કરી અમદાવાદ નાગારી સરાહના ઉપાશ્રયે ઊતર્યા. તેમની કીતિ સાંભળી અમદાવાદના સૂબા મહાબતખાને સભામાં પધારવા વિનંતિ કરી. યશોવિજ્યજીએ સભામાં જઈ 18 અવધાન કર્યા. બે ખુશ થયો. અને તેઓને એણે વાજતે ગાજતે પિતાના સ્થાને પહોંચાડ્યા. હવે સંઘની વિનંતિથી વિજય દેવમરિજીએ તેમને “ઉપાધ્યાય પદ આપવા નક્કી કર્યું. પણ વિ. સં. ૧૭૧૮માં વિજયદેવસૂરિજી કાળધર્મ પામ્યા તેથી વિજયપ્રભસૂરિજીએ ઉપાધ્યાય પદ આપ્યું. આ પછી ડભોઈમાં વિ સં. ૧૭૪૮માં જૈન શાસનના આ પ્રતિભાવાન પ્રભાવક પુરુષ કાળધર્મ પામ્યા. વિ. સં. ૧૭૪૫માં તેમના અગ્નિસંસ્કારના સ્થાને તેમની પાદુકા પધરાવવામાં આવી. પૂજ્ય આગમપ્રભાકર મુનિરત્ન શ્રી પુણ્યવિજ્યજી મહારાજની હમેશા મારા ઉપર ભમતાભરી કપાદષ્ટિ રહી છે. મારી દરેક વિદ્યા પ્રવૃત્તિમાં એમને હમેશાં મહત્વને ફાળો હોય છે એટલું જ નહી, એમના સહવાસને લીધે જ્ઞાનોપાસના કરવાની મને પ્રેરણું પણ મળતી રહે છે. આ પુસ્તકમાં પણ જે તેઓની વાત્સલ્ય અને ઉદારતા ભરી સહાય ન મળી હોત તે આ ગ્રંથમાં કેટલીક અશુદ્ધિઓ રહી જવા પામત આ માટે હું તેઓશ્રીને જેટલે ઉપકાર માનું એટલે એ છે. આ સંપાદનમાં મને પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભેજક અને પંડિત શ્રી શાસ્ત્રી હરિશંકર ખંભારાય પંડયાની ઘણી સહાયતા મળી છે. આ માટે હું એ બન્ને મહાનુભાવોને આભાર માનું હ. આ સંપાદકીય નિવેદન લખવામાં મેં સ્વ. પંડિત શ્રી ભગવાનદાસ હરખચંદભાઈએ સંપાદિત કરે વૈરાગ્યક૫લતાના સંપાદકીય નિવેદનને ઉપગ કર્યો છે તે માટે હું એમને ઋણી છું, - આ ગ્રંથમાં ભૂલ કે અશુદ્ધિ ન રહે એની બનતી તકેદારી રાખવા છતાં એમાં કોઈ અશુદ્ધિ જણાય તે પંક્તિ જ એને સમાધાનદષ્ટિથી જોશે એવી આશા સાથે હું મારું આ નિવેદન પૂરું 1'' વડેદરા. શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રય શ્રાવણ વદિ 11. વિ. સ. 2025 - લે. મુનિ રમણિકવિજય છે.