________________ सपाहीयनिवाना GSSSSSUd * ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજ્યજી મહારાજે રચેલા પ્રસ્તુત વૈરાગ્યરતિ ગ્રંથની માત્ર એક જ અપૂર્ણ પ્રતિ મળી છે. પૂ. પા. ઉપાધ્યાયજી મહારાજના સ્વહસ્તે લખાયેલી. પ્રસ્તુત પ્રતિ અમદાવાદના ડેલાના સુવિખ્યાત ઉપાશ્રયના જ્ઞાનભંડારમાં સુરક્ષિત છે. તેનાં કુલ પત્ર 86 છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ટિમાં ઓછામાં ઓછી 21 અને વધુમાં વધુ 25 પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં ઓછામાં ઓછા 46 અને વધુમાં વધુ 50 અક્ષરે છે. પાંચમા પૃષ્ઠની પ્રથમ કૃષિ કાગળ બગડવાથી લખેલી નથી તથા ૬૮મું પત્ર બેવડાયું છે. પ્રતિને જોતાં જ જણાઈ આવે છે કે પૂ. પા. ઉપાધ્યાયજી મહારાજે સ્વહસ્તે લખેલા અન્ય ગ્રંથની જેમ આ ગ્રંથ પણ તેમની વેગીલી કલમથી લખાએલે છે. પ્રસ્તુત સંપાદનમાં જે પાઠભેદે આપ્યા છે તે અહીં જણાવેલી પ્રતિમા માજિનમાં ગ્રંથકારે જ લખેલા છે. પ્રસ્તુત પ્રતિની ફેટકેપી ઉપરથી અમોએ સંપાદન કર્યું છે. ' પ્રસ્તુત ગ્રંથના આઠમા સર્ગના પ૨૪મા લેક સુધી જ આ ગ્રંથ મળે છે. પછીનાં પત્રો નિષ્ટ થયાં છે. આથી પૂ. 5. ઉપાધ્યાયજી મહારાજે રચેલી વૈરાગ્યક૯૫લતામાંથી પાછળ ભાગ (શ્લેક પરપથી 1131) અહીં છાપ્યો છે. જુઓ પૃ. ૨૧૧મું. - વૈરાગ્યકલ્પલતા અને વૈરાગ્યરતિ આ બે ગ્રંથે લગભગ સમાન છે. એક જ કર્તાએ આ રચના, કેમ બેવડાવી તે સંશોધકે માટે સમસ્યા છે. આમ છતાં બેમાંથી જે કઈ એક રચના પ્રથમ થઈ હોય તેની પ્રતિ ગુમ થવાના કારણે બીજી વાર બીજી રચનાનું સર્જન થયું હોય તેવું અનુમાન થઈ શકે. થરાયરતિ અને વૈરાગ્યકપલતાના બધા જ લેકે કવચિત નજીવા ફેરફાર સિવાય લગભગ એક સરખા છે. . . . યભારતી પ્રકાશન સમિતિના પ્રથમ પુષ્પરૂપે પ્રસિદ્ધ થયેલી શકાતુર્વિરાતિાના અતમાં તેના વિધાન સંપાદકશ્રીએ પૂ. પા. ઉપાધ્યાયજી મહારાજના ઉપલબ્ધ સંસ્કૃત -પ્રાકૃત ગ્રંથોની યાદીમાં પ્રસ્તુત થરાગ્યરતિ” ના અપર નામ તરીકે “મુક્તાશુક્તિ " જણાવ્યું છે. આ ઉલેખ જૂની માન્યતાને અનુસરીને થયે સંભવે છે પણ પ્રસ્તુત વૈરાગ્યરતિના પ્રથમ શ્લેકથી એ વાત નિશ્ચિત થઈ જાય છે કે આ ગ્રન્થનું નામ વૈરાગ્યરતિ” જ છે. - આ વૈરાગ્યરતિ ગ્રંથમાં આઠ સગ છે. તેમાં પહેલામાં 279, બીજામાં 217, ત્રીજામાં 734, ચોથામાં 1492, પાંચમામાં 757, છઠ્ઠામાં, 532, સાતમામાં 869 અને આઠમામાં 1131 મળી કુલ 6011 શ્લેક છે. આ ગ્રંથ જે કે મૌલિક નથી, તેની રચનાને આધાર સિદ્ધપ્રિણીત “ઉપમિતિ ભવ પ્રપંચો " કથા છે. તેનાં વસ્તુ અને પાત્રોને અનુસાર આ ગ્રંથ રચાય છે; છતાં ઉપાધ્યાયજી જેવા પ્રતિભાશાળી બહુશ્રુત વિધાનની આ કતિમાં અનેક વિશેષતાઓ હોય એ સ્વાભાવિક છે. તેઓએ આ રચના એટલી સુંદર કરી છે કે જેથી દરેકને આ સ્વતંત્ર કૃતિ જેવી જ લાગે છે.