________________ જીવનઝાંખી ધર્મશ્રદ્ધાળુ પરસનબહેન છગનલાલ કારાણીને જન્મ સુરત મુકામે વિ. સં. 1948 ના ભાદરવા સુદિ ચૌદસે થયે હતા, બાલ્યકાળમાંથી તેઓની ધર્મ પ્રત્યે ઉડી શ્રદ્ધા હતી. દેવ ગુરુપ્રત્યે હાર્દિક અનુરાગ હતું, એના પરિણામે તેઓશ્રીએ યોગ્ય વયે ઉપધાન તપ જેવા મહાનતપની આરાધના ઉલાસપૂર્વક કરી, તે ઉપરાંત વર્ધમાન તપની એળીઓ, જ્ઞાનપંચમીને તપ, ચોમાસી તપ, શાશ્વતી આયંબિલની ઓળી વગેરે તપશ્ચર્યા કરીને જીવનને ધન્ય બનાવ્યું. ભારતના જાણીતા મોટા ભાગના તીર્થોની યાત્રા પણ ભાવ ભકિતપૂર્વક કરી હતી. યથાશકિત સાધર્મિક ભકિત તેમજ અનેક સંસ્થાઓમાં ઉદારતાથી આર્થિક ફાળો આપ્યું હતું, દેવ ગુરુની ભકિત પણ સુંદર કરી હતી. આ રીતે આરાધના કરીને માનવ જીવનને સાર્થક કરી પિતાના કુટુંબમાં ધાર્મિક સંસ્કારોને વધારી અન્યને આદર્શ રૂપ જીવન જીવી ગયા અને પિતાની સુવાસ મૂકતા ગયા. તેમના નિમિત્તે તેમના સુપુત્ર શ્રી ચીમનભાઈએ ઉદારતાથી આર્થિક સહાય આપી જ્ઞાનભકિતને ઉત્તમ લાભ લીધે છે. અમો શ્રી પરસન હેનની ધર્મભાવનાની અનુમોદના કરીએ છીએ. એમનું કુટુંબ એમની ધર્મભાવનાને અનુસરે એ જ મંગળ કામના. કારણ ક ર ર સહજ ; ધર્મશ્રદ્ધાળુ શ્રી પરસનબહેન લી. પ્રકાશક