Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
સ્વજન સંબંધ પામે છે. તે કારણ માટે જે આત્માને જાણે છે, તો તે ઋદ્ધિઆદિકથી વિરામ પામ. (૨૫) एगो बंधइ कम्म, एमो वह बंध मरण वसणाई। विसहइ भवंमि भमडइ, एगुचिअ कम्मवेलविओ ॥ २६ ॥
એકલે અર્થાત્ સહાય રહિત જીવ, જ્ઞાનાવરણીઆદિ કર્મને આત્માની સંગાથે બાંધે છે, તથા એક જ ભવાંતરમાં તાડન, બંધન, મરણ અને આપત્તિને પણ સહન કરે છે. વળી એકલો જ આ જીવ કર્મવડે ઠગાઈને સંસારમાં ભમે છે. (૨૬) अन्नो न कुणइ अहियं, हयपि अप्पा करेइ न हु अन्नो। अप्पकयं सुह दुख्खं, भुंजसि ता कीस दीणमुहो ॥ २७ ॥
હે પ્રાણિન ! અન્ય એટલે બીજો કોઈ અહિત (અનિષ્ટ) ને તથા હિતને નથી જ કરતે, પણ ત્યારે આત્મા જ કરે છે. તે કારણ માટે આત્માયે કરેલા સુખ દુ:ખને પિતે (આત્મા) જ ભગવે છે, તો તું દીન મુખવાળો કેમ થાય છે. ? (૨૭) बहु आरंभ विढतं, वित्तं विलसति जीव सयण गणा । तज्जणिय पावकम्मं, अणुहवसि पुणा तुमं चेव. ॥ २८ ॥
હે પ્રાણિન ! માતા, પિતા, ભાઈ, સ્ત્રી અને પુત્ર વિગેરે સ્વજનને સમૂહ, તે સર્વે તે ખેતી આદિક ઘણું આરંભે કરીને ઉપાર્જન કરેલા ધનથી વિલાસ કરે છે અને તે આર કરીને ઉત્પન્ન થએલા પાપકને તું એક