Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
माया पिय बंधूहिं, संसारत्थेहिं पूरिओ लोओ। बहु जोणी निवासिहि, नय ते ताणं च सरणं च ॥ १९ ॥ - સંસારને વિષે રહેલા અને ઘણી એટલે ચેરાશીલાખ નીમાં નિવાસ કરીને રહેલા માતા, પિતા અને બંધુએ કરીને લોક પૂરે છે, માટે તે સર્વે (માતા, પિતા અને બંધુ વગેરે ) હારું રક્ષણ કરનાર અને ત્યારે શરણું કરવા નથી જ. કારણ કે, જે પોતે જ બંધનમાં પડયા હોય, તે સામાને બંધનથી શી રીતે છેડાવે ? (૧૯) जीवो वाहि विलुत्तो, सफरो इव निजले तडप्फडई। सयलोवि जणो पिच्छइ, को सक्को वेअणा विगमे ॥ २० ॥ * વ્યાધિએ કરીને ઉપદ્રવવાળો જીવ, જળ રહિત પ્રદેશમાં માછલાંની પેઠે તરફડે છે. તે પ્રકારે રોગે કરીને પીડાતા પ્રાણને સર્વ લેક દેખે છે, પરંતુ તે જીવની વેદનાને નાશ કરવાને કણ સમર્થ થાય? અર્થાત્ કઈ પણ ન થાય. (૨૦). मा जाणसि जाव तुमं, पुत्त कलत्ताइ मज्झ सुहहेऊ । નિષ વંધ-રે, સંસારે સંસારતા ૨૨ .
હે પ્રાણિન ! પુત્ર તથા સ્ત્રી વિગેરે હારે સુખનું કારણે થશે. એમ તું ન જાણુશ; કારણ કે, સંસારમાં નરક તિર્યંચાદિ રૂપે ભ્રમણ કરતા જીવોને એ પુત્ર અને સ્ત્રી વિગેરે ઉલટાં અતિશય બંધન રૂપે થાય છે. (૨૧)