________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત,
૩૮
વૃત્તિથી જેવા જોઈએ. વાસ્તવિક સુખ આત્મામાં રહેલું છે, અને તે સુખ જ્યારે આત્મા પોતે પિતાના સ્વભાવમાં રમશે ત્યારે મળશે. એટલું તો કહેવું જ પડશે કે સાંસારિક પદાર્થો ક્ષણિક, જડ અને અનાત્મક ભાસતાં આત્મા તે થકી દુર રહેવાનું મન કરશે અને તેના પ્રતિ વિષયાભિલાષની બુદ્ધિથી મનની ગતિ થાય છે તેને આત્મા અટકાવ કરશે ત્યારે સુખી થશે. અનાદિ કાળથી આત્મા ચાર ગતિમાં ભટકે છે, તેનું મુખ્ય કારણ બહિરાત્મભાવ છે. પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિનાં જ્યારે સિદ્ધાંતોના કારણે મળે છે. ત્યારે આત્મા પોતે બહિરાત્મભાવને ત્યાગ કરી અંતરાત્મમાં પ્રવેશ કરે છે. પરમા ત્માના ગુણનું સ્મરણ કરતો અંતરાત્મા અને પરમાત્માને ભેદ વિચારી પશ્ચાત્ પરમાત્માસ્વરૂપમાં તલ્લીન થયા છતા આત્મા ઘાતી કર્મને ક્ષય કરીને પરમાત્મપદને પામે છે. અનંત તીર્થંકર મહારાજાએ શુકલ ધ્યાનના યોગે પરમાત્મપદ પ્રાપ્ત કરી શિવપદ પામ્યા, અને હાલ પણ મહાવિદેહમાં ઘણું અંતરાત્મપદ ધારી ભવ્યાત્માઓ પરમાત્માનું સ્મરણ નિદિધ્યાસન કરતાં પિતાના આત્મામાં તિભાવે રહેલુ પરમાઆપણુ આવિર્ભાવરૂપે કરે છે. અંતરભાણું પામ્યા બાદ સમ્યક ત્વની પ્રાપ્ત થાય છે. ચેથા ગુણ ઠાણથી અંતરાત્મત્વ સ્ફરે છે (પ્રગટે છે). બારમા ગુણઠાણું પર્યત અંતરાત્મની સ્થિતિ છે. ઘાતી કર્મનો નાશ થવાથી તમે ગુણઠાણે પરમાત્મપણું પ્રગટે છે. અંત. રાત્મત્વ પ્રગટ થતાં રાગદ્વેષાદિની મંદ સ્થીતિ થાય છે. હાસ્ય રતિ અરતિ અને શોકાદિ નષ્ટ થતાં જાય છે. મનરૂપી કપિચંચળ પણું દૂર થતું જાય છે. નિર્મળ સ્વચ્છ સરોવરના જલમાં જેમ ચંદ્રનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે, તેમ અંતરાત્મપદ ધારી જીવને પિતાના જ્ઞાનમાં પરમાત્મપદનું સ્વરૂપ ભાસે છે. દાઢાવિષ દુર કરેલા સર્ષથી જેમ બીજાને ઘાત થતો નથી તેમ અનેકાંતમાર્ગ અવલંબી અતરાત્મપદ ધારી જીવોને મનરૂ૫ સર્ષથી જરા માત્ર ડર રહેતો નથી. સ્વત: મનની પ્રવૃત્તિ. ઓ બંધ થતાં આત્માના ગુણોને આવિર્ભાવ થાય છે અને કર્મને નાશ થતાં મેક્ષ સ્થાનમાં આત્માની પરમાત્મરૂપે સ્થિતિ થાય છે.
आयुर्वर्षशतं नृणांपरिमितं रात्रौ तदर्ध गतं तस्यास्य परस्य चार्धमपरं बालत्ववृद्धत्वयोः शेषव्याधिवियोगदुःखसहितं सेवादिभिनीयते जीवे वारितरंगचंचलतरे सौख्यंकुतः प्राणिनाम् ॥१॥ .
ધારે કે મનુષ્યના આયુષ્યનું પરિણામ વર્ષનું છે. તેમાંથી પચ્ચાશ વર્ષ તે રાત્રિમાં નિદ્રાથી જાય છે. તે પચ્ચાશમાંથી પણ પહેલાં સાડાબાર
For Private And Personal Use Only