________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૭૮
કરવી નહિ. કીડી, મકોડે વગેરે જીવોને ચાલવાથી નાશ થાય નહિ તેમ ચાલવું. યથાયોગ્ય સ્થાનકે નિસ્સિહી પાઠ ઉચ્ચરી, દેરાસરમાં પશી, દેવ દર્શન કરવાં. ત્રણ પ્રદક્ષિણું દેઈ, પ્રભુ દર્શન કરી, સ્તુતિ કરી, દ્રવ્ય પૂજા ભાવ ' પૂજાને અનુક્રમ સાચવ. દેરાસરમાં ચૈત્ય વંદન કરતાં જુદા જુદા એકી વખતે ચૈત્ય વંદન કરે છે તેથી કાકાળ થાય છે, ગરબડ થઈ જાય છે. માટે તેમ થવું જોઈએ નહીં. ચૈત્યવંદન એક જણ કરે, અને બીજા સાંભળે, તેમ થાય તો સારું. ગુરૂ મહારાજ દેરાસરમાં દર્શન કરવા આવ્યા હોય છે તો કોઈ વિરલા તેમનો વિનય સાચવી શકે છે. ગુરૂ મહારાજને વેગ દેરાસરમાં થયો હોય તે તેમની સાથે ચૈત્યવંદન કરવું. પૂર્વાચાર્યોનાં કરેલાં ચૈત્યવંદન તથા સ્તવને કહેવાનો અભ્યાસ રાખે. જેમ ઉલ્લાસથી વૃદ્ધિ થાય તેવા સ્તવને કહેવાં. યાદ રાખે કે મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી માટે પ્રભુ દર્શન કરવા જતાં આળસ્ય કરવી નહીં, જિન પ્રતિમા જિન સારિખી; આ વચન પ્રમાણે જે વર્તે છે તે સંસાર સમુદ્રને પાર પામે છે.
૫ ગુરૂદન. ગુરૂ મહારાજ સરખા ઉપકારી કાઈ બીજ નથી. શ્રી યશોવિજયજી કહે છે કે સમકિતદાયક ગુરૂતણે પગૃવયાર ન થાય, ભવ કેવા કેવી કરે કરતા કેડી ઉપાય; શુદ્ધ દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા કરાવનાર શ્રી સદગુરૂને કરોડો વર્ષ પર્યત કરેડ ઉપાય કરતાં પણ ઉપકાર વાળી શકાતો નથી. ગુરૂ મહારાજ અને શ્રાવકોનામાં બહુ અંતર સમજવું કહ્યું છે કે –
सावझ्झजोग परिवज्जणाओ, सव्वुत्तमो जइ धम्मो ॥ बीओ सावगधम्मो, तइओ संविग्गऽपरकपहो ॥ १ ॥ जह मेरु सरिसवाणि खज्जोय रवियचंदताराणं, तह अंतरमहंतं, जइ धम्म गिहथ्थधम्माणं ॥२॥
સર્વેવ અને મેરૂનું જેટલું અંતર, ઘડી અને પોપમનું જેટલું અંતર, જુ અને હાથીનું જેટલું અંતર, તેમ ગૃહસ્થ અને સાધુ મહારાજનું પણ અંતર જાણવું. ગૃહસ્થ સર્ષવના દાણું સરખો અને ગુરૂ મહારાજને મેરૂ પર્વત કરતાં પણ અત્યંત મોટા જાણવા, કારણ કે શ્રાવક સાવધારંભી છે. અને મુનિરાજ નિરારંભી છકાયના રક્ષક છે. શ્રી ઉતરાધ્યયના પંચમા અધ્યયનમાં બારવ્રત ધારી શ્રાવક અને પંચ મહાવ્રત ધારી શ્રી સદગુરૂ તે બેમાં મેરૂ પર્વત અને સર્ષવના દાણું જેટલું અંતર છે એમ કહ્યું છે. ગૃહસ્થ લક્ષાધિપતિ-કરોડાધિપતિ હોય તે પણ રજોહરણ અને ફક્ત મુહપત્તિ આદિ ધારણ કરનાર ગુણવંત.
For Private And Personal Use Only