________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
તાંબર અને દિગંબર. વળી શ્વેતાંબરમાં પણ પ્રતિમા વગેરેના કેટલાક ભેદથી મૂર્તિપૂજક વેતાંબર અને સ્થાનકવાસી એમ બે ભેદ છે. વેતાંબર મૂર્તિપૂજક હજારો વર્ષથી છે. તેમાંથી હાલ કેટલાક સ્થાનકવાસી મતભેદના લીધે મૂર્તિપૂજા સ્વીકારતા નથી.
તે પૈકીના એટલે કે મૂર્તિપૂજા સ્વીકારતા નથી, તેમાંના એક જૈન હિતેચ્છુ માસિક પત્રના અધિપતિએ મૂર્તિપૂજા સંબંધી કંઈ નવું અજવાળું કર્યું છે, તો પ્રથમ તે સંબંધીનું નિરાકરણ કરીએ.
જેન હિતેચ્છુ પ્રિય ભાઈ લખે છે કે–જ્યારે હું મહાનિશીથનું પાંચમું અધ્યયન વાંચુ છું ત્યારે દીવા જેવો પ્રકાશ પડે છે, જેઓ મૂર્તિપૂજાના ફિદામાં ફસાય છે તેને ચેતવવા માટે આ મારો પ્રયાસ છે. અને તેઓ લખે છે કે “મહાનિશીથ સૂત્ર ૩૨ માંનું એક નહિ પણ ૪૫ માંનું એક છે તેથી તે બે પક્ષવાળાને સંમત છે.” તેમાં ઢુંઢીઆ જૈન લોકોને ખુશ થવા જેવો એક સુંદર પ્રસંગ વર્ણવેલો જોવામાં આવે છે.
જવાબ-પ્રિય જેન હિતેષુ ભાઈ જ્યારે તમે ગુરૂગમ અને માધ્યસ્થ દષ્ટિથી મહાનિશીથનું પાંચમું અધ્યયન વાંચે ત્યારે દીવા જે પ્રકાશ પડવાના ઠેકાણે સૂર્યના જે પ્રકાશ કેમ પડે નહિ? મૂર્તિપૂજાના ફદમાં ફસાય છે, તેને ચેતવવા તમારે પ્રયાસ છે, એમ તમે પોતે ભલે માની લો, પણ સૂત્રજ્ઞાન તરફ દષ્ટિ ફેકો–પોતાને ઈષ્ટ ત્યાં યુક્તિ ખેંચવી તેના કરતાં જ્યાં સત્ય છે ત્યાં ત્યાં યુક્તિ લઇ જવી યોગ્ય છે. નહીં તો કહેવત છે –
जं जस्स पियं तं तस्स सुंदरं, रुपगुण विप्पमुकंपि; मूत्तुण रयणाहारं, हरेण सप्पो कओ कंठे ॥ १ ॥
૨૫ અને ગુણથી રહિત હોય તોપણ જેને જે પ્રિય હોય તેના મનમાં તે સુંદર લાગે છે. જેમ મહાદેવે રત્નને હાર મુકી કંઠમાં સર્ષ ઘાલ્યો, તેમ રત્નને હાર અને સર્ષમાં કેટલો ફેર ? પણ મનની વાત છે, તેમ મનમાં આવે તે માનવું. તેમ હોય તો ત્યાં કોઈને ઉપાય નથી. પણ તમે જ્યારે મહાનિશીય સૂત્રની શાખ આપે છે, અને તેથી હવે ઈષ્ટ વિષય સિદ્ધ કરવા માગે છે ત્યારે જુએ, અધ્યયન વાંચે, કરો ખુલાસો, કમલપભ આચાર્યનું દષ્ટાંત ગ્રહણ કરો.
શ્રી ગૌતમ સ્વામીએ શ્રી વિરપ્રભુને પૃચ્છા કરી કે હે પ્રભે, કોઈ જીવ સિદ્ધાંતના વચન વિપરીત પ્રરૂપે એટલે ઉસૂત્ર ભાષણ કરે છે તે શું ફળ પામે ?
For Private And Personal Use Only