Book Title: Vachanamrut
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 380
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂ૫. ૩૭૧ ગ્રહ્યું તે સાચું એવું માનતો નથી. જે મધ્યસ્થ હોય તે ભાવશ્રાવકત્વ પામવાને ગ્ય ગણાય છે. જે કોઈ દષ્ટિરાગથી એકાન્ત કદાગ્રહ કરે છે તે ભાવશ્રાવકપણું પામવાને અધિકારી બનતું નથી. પરદેશી રાજાએ મધ્યસ્થ દૃષ્ટિથી જે કેશીકુમારને બોધ સાંભળે તો સમકિત પામે. જૈન શાસ્ત્રોમાં અનેક બાબતોના પાડે આવે છે તેમાં કોઈ પાઠ સંબંધી પિતાની બુદ્ધિથી કદાગ્રહ પકડી લેવામાં આવે તે ઉસૂત્ર બોલવાને મહાન દેષ પ્રાપ્ત થાય છે. માટે ભાવશ્રાવકે સર્વથા પ્રકારે અસદ્ગતને ત્યાગ કરે છે. જે મધ્યસ્થ હે છે તે અસંબદ્ધગુણ પ્રાપ્ત કરી શકે છે માટે હવે ચદમા ગુણ બાદ પંદરમાં ગુણનું વર્ણન કરે છે. भावश्रावकनो पंदरमो गुण. भावंतो अणवरयं-खणभंगुरयं समत्थक्त्थूण संबद्धोवि धणाइसु-वज्जइ पडिबंधसंबंध ॥१५॥ ભાવાર્થ–સર્વ વસ્તુઓની ક્ષણભંગુરતાને પ્રતિદિન ભાવતો છો, બાહ્યથી ધનાદિકમાં જોડાયેલો છતા પણ અન્તરથી પ્રતિબંધને ત્યાગ કરે છે. જગતમાં સર્વ વસ્તુઓ ક્ષણભંગુર છે. ક્ષણે ક્ષણે વસ્તુઓનાં રૂપ બદલાય છે. શરીર પણ સદાકાળ એક સરખું રહેતું નથી. શરીરમાં અનેક પ્રકારના રોગ ભર્યા છે. શરીરની ઉત્પત્તિ થઈ છે તો તેને એક દિવસ નાશ થાય છે. જે બાલ્યાવસ્થામાં શરીર હોય છે તે યુવાવસ્થામાં ફરી જાય છે અને જે યુવાવસ્થામાં હોય છે તે વૃદ્ધાવસ્થામાં ફરી જાય છે. કેટલાકનાં શરીર સ્મશાનમાં દટાયાં અને કેટલાકોનાં શરીર સ્મશાનમાં બળ્યાં. જે મોટા યોદ્ધાઓ પૂર્વે હતા તેઓનાં શરીરની ખાખ પણ હાલ મળતી નથી, વૈરાગી ભાવશ્રાવક આવી શરીરની ક્ષણભંગુરતા ભાવતે છતો અન્તરથી શરીરપ્રતિ મમત્વ ધારણ કરતા નથી. કુટુંબ, હાથી, ઘોડા, ધન, હવેલી, દુકાન, અને બગીચા વગેરેને બાહ્યથી સંબંધ રાખતો છતો પણ અન્તરથી ન્યારો રહે છે. દુનિયાની વસ્તુઓનો લાભ થાય છે તે પણ હર્ષ થતો નથી અને સ્વજન, ધન વગેરેને કદાપિ નાશ થાય છે તો શેકસાગરમાં ડુબી જતો નથી. નવવિધ પરિગ્રહમાં પણ બાઘથી તે સંબંધવાળો દેખાય છે, પણ અતરથી તો કાંસાના પાત્રની પેઠે નિર્લેપ રહે છે. ભાવશ્રાવક, અન્તરથી ઉત્તમ અપ્રતિબદ્ધતાને ધારણ કરતો છતે બાહ્યમાં વિષ્ટામાં મગ્ન ભૂંડની પેઠે મુંઝાતો નથી. બાહ્ય પદાર્થોના સબંધથી આર્તધ્યાન અને રેશદ્રધ્યાન તે કરતો નથી. બાહ્યપદાર્થોની પ્રાપ્તિ માટે હાયવરાળ કરી અનેક પ્રકારની ચિન્તા કરી દીન બની જતો નથી. બાહ્ય વસ્તુઓને સંયોગ એજ ઈષ્ટ કર્તવ્ય છે એમ મનમાં નિશ્ચય કરતો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390