________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૧૩
(૭) પરપક્ષી સાથે ચર્ચા ઉદીરણું ન કરવી. પરપક્ષી કાઈ ઉદીરણું કરે તો શાસ્ત્રાધારે ઉત્તર દેવ પણ કલેશ વધે તેમ ન કરવું. (૮) શ્રી વિજયદાન સૂરિએ બહુ જન સમક્ષ વિસનગરમાં ઉસૂત્ર કુદીલ ગ્રંથ અને તેમને અર્થ કોઈ અન્ય ગ્રંથોમાં આપ્યો હોય તે અપ્રમાણુ જાણુ. (૮) સ્વપક્ષી યેગ્યના અભાવે પરપક્ષી સાથે યાત્રા કરતાં યાત્રા ફેક ન થાય. (૧૦) પૂર્વાચાર્યના વખતમાં પરપક્ષી કૃત સ્તોત્ર સ્તુતિયો વગેરે કહેવાતી હોય તેની કેઈએ નિવારણું કરવી નહીં.
સં. ૧૬૭૨ માં વિજયસેન સૂરિ સ્વર્ગે ગયા. - શ્રી વિજયદેવ સૂરિના વખતમાં અણુસૂર ગચ્છનીકળ્યો. તેમના વખતમાં રાજસાગરજીએ શાંતિદાસ શેઠને માટે મંત્રારાધના કરી અને તેના પ્રતાપથી શાંતિદાસ શેઠ બાદશાહના માનવંતા થયા. શાંતિદાસ શેઠે અમદાવાદમાં વિજયદેવસૂરિનું ચોમાસું કરાવ્યું અને ચોમાસાને પારણે સૂરિજીને શાંતિદાસ શેઠે વિનંતિ કરી કે રાજસાગરને ઉપાધ્યાય પદવી આપે. સૂરિએ નકાર કર્યો તેથી ઘણે વાદ થયે ત્યારે શાંતિદાસે પિતાના હાથે વાસએપ નાખીને રાજસાગરને આચાર્ય પદવી આપી. ત્યારથી સાગરમચ્છ નીકળ્યો. સંવત ૧૬૮૦ લગભગમાં શાંતિદાસ શેઠે અમદાવાદમાં સાગરગચ્છને ઉપાશ્રય બનાવ્યો. ખંભાત, વડોદરા, સુરત, ડભોઈ સાણંદ, પાટણ વગેરે ઘણે ઠેકાણે સાગરગચ્છના ઉપાશ્રમ જોવામાં આવે છે.
સ. ૧૯૮૨ વિજયદેવ સૂરિએ પિતાની પાટે શ્રી વિજયસિંહ સૂરિને થાપ્યા. સવેગી પટ્ટાવલીના આધારે તે વખતમાં થનાર પન્યાસ સત્યવિજયજી મેદપાટ દેશના છે એમ નીકળે છે. પણ યતિવર્ગની પટ્ટાવલીના આધારે તે ગધારના શાંતિદાસ શ્રાવક હતા અને તેમણે દીક્ષા લીધી એમ જોવામાં આવે છે. શ્રી વિજયસિંહ સૂરિ ૧૭૦૮ માં કાળ ધર્મ પામ્યા. શ્રી વિજયસિંહ સુરિ અને વિજયપ્રભ સૂરિના વખતમાં યશોવિજયજી તથા શ્રીવિનયવિજયજી વિદ્યમાન હતા. યતિની પટ્ટાવલી જોતાં શ્રી યશોવિજયજીએ કાથીયાં કર્યા હતાં પણ પાછળથી ત્યાં ગયાં હતાં એમ જણાઈ આવે છે. વિજ્યપ્રભ સૂ. રિને શ્રી સત્યવિજય ગણીએ ન વાંધા અને સામા પડી કાથીયાં વસ્ત્ર ધારણ કર્યા એમ યતિની બૃહત્ પદાવલીમાં જોવામાં આવે છે, પણ તે ઉપર સત્યવિજયજીનું નિર્વાણ જોતાં નિશ્ચય રહેતું નથી. સત્યવિજયજીના નિર્વાણમાં યશોવિજયજી સંબંધી કઈ પણ પીતવસ્ત્ર કર્યા એમ જણાવ્યું નથી.
વિ. ૧૭૨૦ ની સાલમાં શ્રી સત્યવિજયજીના નિર્વાણ આધારે તેઓ શ્રીએ ક્રિોદ્ધાર કર્યો એમ જણાય છે. વિજયપ્રભ સૂરિ રાંદેર ગામમાં
For Private And Personal Use Only