________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૧૫
જ્ઞાનને પ્રકાશ જાગ્રત થાય. જૈન ધર્મ અપૂર્વ અને અનાદિ કાળથી ચાલત આવેલો એવો ધર્મ છે. અનેક તીર્થંકરો ભૂતકાળમાં થયા અને થશે, તે સર્વે જૈન ધર્મનો ઉપદેશ આપે છે. જેઓ જૈન ધર્મનાં તત્ત્વોને ગુરૂગમપૂર્વક અભ્યાસ કરે છે તેઓ જૈન ધર્મની ઉત્તમતા સંબંધી મુક્ત કંઠે આઘોષ કરે છે. હાલમાં જૈન સાધુઓમાં વિદ્યાને ફેલાવો થતો જાય છે. ઘણું સાધુઓ સૂત્રે વાંચી શ્રાવકને સંભળાવે છે પણ દિલગીરીની વાત છે કે લોકો સિદ્ધાંત શ્રવણને બરાબર લાભ લેતા નથી. જે સિદ્ધાંતનું શ્રવણ કરવામાં આવે તે મનુષ્યનું જીવન ઉચ્ચ થયા વિના રહે નહીં. - જ્યારે યુરોપ વગેરે દેશમાં જૈન ધર્મ તને તે તે દેશના પ્રોફેસરે અભ્યાસ કરે છે, અનેક પ્રકારની ચર્ચા ચલાવે છે ત્યારે આપણે જેને બાંધવો જૈન સિદ્ધાંતનું બરાબર શ્રવણ પણ કરી શકતા નથી. ગુરૂની પાસે જેને સિદ્ધાન્તોનું શ્રવણ કરવાથી ગુરૂગમ પૂર્વક જૈન તત્ત્વજ્ઞાન મળવાથી, આ
ભાની પરિણતિ સુધરે છે-મલીન વિચારને નાશ થાય છે અને જૈન ધર્મની શ્રદ્ધા પ્રતિદિન વૃદ્ધિ પામે છે.
હાલના વખતમાં પિસ્તાલીશ આગમો છે. આગમે એ રત્નનાં ભંડાર છે, તત્ત્વજ્ઞાનના ખજાના છે. તેમાંથી જેટલાં બને તેટલાં આગમનું શ્રવણ કરવા પ્રયત્ન કરે જોઇએ. આ દુઃષમ કાળમાં જિનાગમને આધાર છે. સુવિહિત પૂર્વાચાર્યોના ગ્રંથોનું પણ શ્રવણ કરવાથી શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય છે. જે લોકો નાટક વગેરેમાં જઈ ફક્ત એક ઘડીના આનંદની ખાતર નકામ વખત ગુમાવે છે અને જૈન ધર્મતનું શ્રવણ કરવાને જોઈએ તેટલે સમય ગાળતા નથી. તેઓએ સમજવું જોઈએ કે, આ ભવમાં અને પરભવમાં જિનાગમનું શ્રવણ તેજ હિતકારી છે. મારા આત્માને ઉધાર તેથી જ થવાને છે, એમ ખાસ લક્ષમાં રાખવું જોઈએ.
સાધુ અને સાધ્વીઓએ જિનાજ્ઞા વિધિપૂર્વક સૂત્રોનું વાચન કરવું જોઈએ અને શ્રાવકોએ જિનાજ્ઞા વિધિપૂર્વક શ્રવણ કરવું જોઈએ. સિદ્ધાતેના વાચનમાં મન લાગવાથી મન બીજે ઠેકાણે પરિભ્રમણ કરતું નથી. સિદ્ધાન્તનું વાચન કરતાં આર્તધ્યાન અને રોદ્રધ્યાનનો નાશ થાય છે અને ધર્મધ્યાનની વૃદ્ધિ થાય છે. સાધુઓ અને સાધ્વીઓ જેમ જેમ સિદ્ધાન્તોના વાચનમાં લીન બને છે તેમ તેમ નવું નવું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરે છે, અને દુનિચાની ખટપટને ભૂલી જાય છે, તેમજ ચરિત્રમાં પણ સ્થિર થાય છે, મનમાં શુભ અધ્યવસાયની ધારા વૃદ્ધિ પામતી જાય છે, ચાર પ્રકારની વિકથાને પણ નાશ થાય છે. સાધુઓ અને સાધ્વીઓને સિદ્ધાન્ત વાચન શ્રવણનું
For Private And Personal Use Only