Book Title: Vachanamrut
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 375
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૬ શ્રાવક ધર્મ સ્વરૂપ. પેાતાના આત્માની શક્તિ પ્રમાણે ભાવશ્રાવક, ચતુર્વિધ ધર્મને કરે છે. વધુ ધનવાળા હોય તેા અતિ તૃષ્ણાવાળા થતા નથી. અપ લક્ષ્મી હાય તા ધણા ઉદાર થતા નથી. કારણ કે અલ્પેલક્ષ્મી છતાં ધણા ઉદાર થાય તે સર્વ સંપત્તિના અભાવ થાય અને તેથી ગૃહસસાર ચલાવતાં અનેક જાતની મુશ્કેલીઓ નડવાથી ધર્મને પણ સાધી શકે નહીં. ભાવશ્રાવકે આવક પ્રમાણે દાન કરવું. નકામા ઝુલણુજીની પેઠે ફુલાઈ જઈ ને ક્રુપાત્રમાં લક્ષ્મીનું ફ્રાન કરવું હિતાવહ જણાતું નથી. આવક પ્રમાણે દાન કરનાર થવું અને આવક પ્રમાણે ખર્ચ રાખનાર થવું. અને આવક પ્રમાણે ભંડારમાં દ્રવ્ય સ્થાપનાર થવું, યથાશક્તિ જ્ઞાનક્ષેત્રમાં ધન વાપરવું. દાનગુણુના ઘણા ભેદ છે. અભયદાન, સુપાત્રદાન, ઉચિતદાન, અનુકંપાદાન અને કીર્તિદાન. એ પંચ દાનમાં અભયદાન અને સુપાત્રદાન. મુક્તિ અને સ્વર્ગલેાકને આપવા સમર્થ થાય છે. સુપાત્રમાં દાન દેવાથી આત્માની ઉચ્ચ દશા થાય છે. ભક્તિ અને બહુ માનપૂર્વક હર્ષોલ્લાસ વધતાં દાન કરવાથી ધણું મૂળ પ્રાસ થાય છે. પરિણામિક બુદ્ધિવાળા શ્રાવક-શીયળને પણ યથાશક્તિ આદરે છે. તપને પણ આદરે છે. તેમજ દરેક ધર્માનુષ્ઠાનેમાં ભાવની અધિકતાને ધારણ કરે છે. દાનાદિક ચતુર્વિ ધર્મના અનુક્રમના પૂર્ણ રહસ્યને જાણે છે અને ચાર પ્રકારના ધર્મનું ચઢતે ભાવે સેવન કરે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનદાન, અભયદાન અને ધર્માંપકરણદાન એ ત્રણ પ્રકારનું દાન કહ્યું છે. જિનેશ્વર કથિતસિદ્ધાન્તાનું જે જ્ઞાન તેના દ્વાન સમાન અન્ય કાઈ દાન નથી. આજીવિકા માટે અનેક પ્રકારના હુન્નર વગેરેનું જે જ્ઞાન તે ખરેખર સંસાર હેતુભૂત હાવાથી અજ્ઞાનજ છે. જિનવાણીનું દાન તેજ સત્યદાન છે. જ્ઞાનદાન આપનારા મુનિવરા જગને આંખા આપી શકે છે. જૈન આગમાનું જ્ઞાનદાન આપનારાજ ખરેખર અભયદાન દેવાને સમર્થ થાય છે. જ્ઞાનચક્ષુનું દાન દેવાથી જગત્ લેાકેા સર્વ વસ્તુઓને સારી રીતે દેખી શકે છે અને તેથી પેાતાની ઉન્નતિના માર્ગોને સ્વયમેવ શેાધી લે છે. જ્ઞાન વિનાના મનુષ્ય સત્ય તત્ત્વને દેખી શકવાને સમર્થ થતા નથી. જ્ઞાન ચક્ષુથી સત્ય માર્ગમાં ચાલી શકાય છે. જ્ઞાનદાન દેવાથી કરાડા મનુષ્યો જૈન તત્ત્વને જાણી આત્મ કલ્યાણ કરી શકે છે, ભાવશ્રાવક અન્ય મનુષ્યાને જ્ઞાન અને અભય આદિ દેવામાં યથાશક્તિ પ્રયત્ન કરે છે શીયલથી કાયા મજબુત રહે છે. મગજ પણ થાકી જતું નથી અને લાંબા વખત સુધી એક વસ્તુ સંબંધી વિચાર કરી શકાય છે અને તેથી સમયની શક્તિ પશુ વૃદ્ધિ થાય છે. ભાવશ્રાવક પેાતાનાં સંતાનાને બાળલગ્નની હાળામાં નાંખતા નથી, સ્વદ્વારા સંતાષ રાખતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390