Book Title: Vachanamrut
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 320
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂપ. ૩૧૧ શઠત્વથી થતા કુફાયદાઓ શઠપણુથી લુચ્ચાઈ, દ્વેગ, છળકપટ વગેરેની વૃદ્ધિ થાય છે. શઠપણુથી જ્યાં ત્યાં લોકોમાં અપમાન થાય છે. શઠમનુષ્ય પિતાના સ્વાર્થને માટે ગમે તેવા મિત્રને પણ છેતરતા આંચકો ખાતે નથી. શઠમનુષ્ય નાતજાતમાં અગર સભાઓમાં પણ લુચ્ચાઇના લીધે માનનીય થઈ પડતો નથી. શઠમનુષ્ય ઉપરથી બહુ સારો લાગે છે પણ પેટમાં પેસીને તે અને પગ લાંબા કરે છે. શઠમનુષ્ય અને દુઃખના ખાડામાં નાખે છે. શઠમનુષ્યની વાણી મીઠી હોય છે અને હદય ઝેરી હોય છે. શઠમનુષ્યની વાણું સર્વત્ર જુદા જુદા પ્રકારની હોય છે અને મન જુદા પ્રકારનું હોય છે. તે કૃત્રિમપ્રેમ દેખાડીને અન્યના પ્રાણ, ધન, પ્રતિષ્ઠા અને કીર્તિને ચુસી લે છે. ગમે તે અવસ્થામાં તે પિત કરીને બેસતો નથી અને અન્યોને કરીને બેસવા દેતા નથી. તે દેવ, ગુરૂ, મિત્ર, કુટુંબ, રાજ્ય વગેરે સર્વની સાથે શઠભાવે વર્તે છે, તેથી તે હૃદયની શુદ્ધિ કરી શકતું નથી. નિષ્કપટભાવ થયા વિના હૃદયની શુદ્ધિ થતી નથી અને હૃદયની શુદ્ધિ થયા વિના બાહ્યધર્મની ક્રિયાઓ ઝેરની પેઠે ખરાબ ફળ આપનારી થાય છે. કપટથી ભકિત ફળતી નથી. કપટથી ગુરૂની સેવા ફળ આપતી નથી. કપટથી કઈ મહાત્માને આશીર્વાદ ફળતો નથી. કપટથી ચારિત્રની સફળતા થતી નથી. કપટથી કઈ મિત્ર બનતો નથી. કપટથી જ્યાં ત્યાં અવિશ્વાસનું સ્થાન બની શકાય છે. કપટથી ધર્મોપદેશશ્રવણ પણ સમ્યક પણે પરિણમત નથી. શઠતાથી અનેક મનુષ્યની હિંસા થાય છે. શઠતાથી અનેક મનુષ્યની આંતરડીઓ દુઃખવવામાં આવે છે અને તેથી તે ખરાબ આશીર્વાદને પામે છે. શઠતાથી સત્ય બોલાતું નથી. શઠતાથી ચોરી થાય છે. શઠમનુષ્યની ઉપરની શાન્તતા હિમના જેવી ઘાણ કાઢનારી થાય છે. શઠમનુષ્યની વાણી પ્લેગની પેઠે અશાંતિ ફેલાવે છે. શઠતારૂપ અશુદ્ધ વિ. ચારાથી પિતાના આત્માને જ પ્રથમ છેતરવામાં આવે છે અને પોતે જ તેથી દુખી થાય છે. શઠ મનુષ્યની હશિયારીથી તેને તુર્તમાં કંઈ ગુણ દેખાય છે પણ વિષમિશ્રિત અનની પેઠે અન્ત તેને આત્મા ચારે તરફથી દુઃખો વડે ઘેરાય છે. મનમાં, વાણીમાં અને કાયામાં રહેલું શઠપણું ભભવ દુઃખની પરંપરા લાવે છે અને અન્ય જીવોને પણ વૈરઝેર વગેરેની ઉત્પત્તિ કરાવે છે, તેથી અન્ય છ પણ દુઃખી થાય છે; માટે શઠતાને નાકના મેલની પેઠે ખરા અંતઃકરણથી ત્યાગ કરવો જોઈએ અને અશઠપણું ધારવું જોઈએ. અશઠ ભાવથી થતા ફાયદાઓ, મન, વચન અને કાયાથી ધારેલું અશઠપણું પિતાના આત્માની નિ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390