Book Title: Vachanamrut
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 358
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂપ. ૩૪૮ જન કરવું, તેમની બહુ પ્રેમથી ઉપાસના કરવી અને ગુરૂ જાય ત્યારે વળાવવા જવું. ભાવશ્રાવક એ આઠ પ્રકારે વિનયને સેવે છે. જ અનભિનિવેશ જે કદાગ્રહ રહિત હોય છે તે ગીતાર્થનું વચન સત્ય કરી માને છે, મેહનું જોર ટળવાથી અભિનિવેશ ( કદાગ્રહ) રહે નથી. કદાગ્રહી મનુષ્ય પોતાના કદાગ્રહથી સંપુરૂષના વચનને તિરસ્કાર કરીને મોહની વૃદ્ધિ કરે છે, કદાગ્રહ રહિત હોય છે તે સૂત્રોનાં રહસ્યોને સારી રીતે સમજી શકે છે, ધર્મ સંબંધી ઉપદેશને કદાગ્રહ ત્યાગીને હૃદયમાં ધારણ કરે છે, કોઈ બાબત ખેતી સમજાયા પછી તેને પકડી રાખતા નથી. ખોટી બાબતને કદાગ્રહ કરીને પક્ષ પાડતો નથી. જે જે પદાર્થો જે જે અંશે સત્ય સમજાય છે તે તે અંશે તે તે બાબતને સ્વીકાર કરે છે. એકદમ કોઈ બાળકને દષ્ટિરાગથી માની લેઈ ગદ્ધાપુચછ પકડનારની પેઠે હઠ કરતો નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, મોહને ઉછાળા ટળતાં કોઈ બાબતમાં આગ્રહ રહેતો નથી, કોઈ બાબતમાં પ્રથમ જુદો અભિપ્રાય–ગ્રહ બંધાય હોય અને પાછળથી કોઈ સાચું સમજાવે તો તુર્ત કદાગ્રહને છોડી દે છે. ભાવશ્રાવક તીર્થંકર-ગણધર અને ગુરૂનું વચન તહરિ કરીને કબૂલ રાખે છે. - ૫, જિનવચનરૂચિ—સાંભળવામાં અને કરવામાં શ્રદ્ધાપૂર્વક જે ઈચ્છા થાય છે તેને રૂચિ કહે છે. સુશ્રષા, ધર્મરાગ અને યથાશક્તિ ગુરૂ અને દેવનું નિયમપૂર્વક વૈયાવૃત્ય કરવું એ સમ્યગ દષ્ટિનાં ચિન્હ છે. - પાંચ ગુણ અન્ય આ પ્રમાણે છે. સૂત્ર રૂચિ, અર્થે રૂચિ, કરણ રૂચિ, અનભિનિવેશ રૂચિ, અને પાંચમી નિહિતોત્સાહતા એ પાંચ ગુણે ગુણ વાન હોય. ४. चोथु ऋजुव्यवहारगुण स्वरूप. उज्जुववहारो चउहा-जहत्यभणणं अवंचिगा किरिया। हुंतावायपगासण-मित्तीभावोय सम्भावा ॥ ४ ॥ બાજુ વ્યવહાર ચાર પ્રકારે છે. યથાર્થ ભણન, અવેચકક્રિયા, છતા અને પરાધને પ્રકાશ અને ખરો મૈત્રીભાવ. - સરળ ચાલવું તે વ્યવહાર કહેવાય છે, પરને ઠગવાની બુદ્ધિથી ધમને અધર્મ અને અધર્મને ધર્મ કદી ભાવ શ્રાવો વદતા નથી પણ સાધુન ને મધુર બોલે છે. કય વિજયના સાટાઓમાં પણ ઓછું આર્થિક મૂલ્ય For Private And Personal Use Only


Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390