________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
શ્રત દેવતાની સ્તુતિ કરવાને બોધ આપે છે. અને યોગી પુરૂષોનું જ્ઞાન પ્રાપ્તિ નિમિત્તે વિવિધ પ્રકારે તે સરસ્વતી દેવીનું ધ્યાન કરવાથી હૃદય નિર્મળ થાય છે, અને હૃદય નિર્મળ થતાં આત્મતિને પ્રકાશ થાય છે. અને સહજમાં જ્ઞાન પ્રાપ્ત થાય છે; માટે ગ્રન્થકર્તા પ્રથમ શ્લોકમાં અરિહંત ભગવાનને નમસ્કાર કરી બીજા થકમાં સરસ્વતી દેવી-મૃતદેવીની સ્તુતિ કરે છે.
છે . | હંસગામિની સરસ્વતી, ઘટ ઘટમાં વ્યાપી, પરા પયંતી ધ્યાને, મનમાં મુનિએ થાપી, અત્તરમાં ઉત, સદા તેનાથી થાવે, શબ્દ સૃષ્ટિનું બીજ, યોગીના મનમા ભાવે, આદ્ય શક્તિ બ્રહ્મની છે, જગતમાં જયજય કરી,
બુદ્ધિસાગર બીજ મંત્ર, સરસ્વતી ઘટમાં વરી.
સરસ્વતી દેવીનું લૈકિક વાહન હંસ ગણાય છે, માટે તેને અત્રે હંસ ગામિની કહેવામાં આવેલી છે. હંસ એટલે આત્મા, તેને પ્રાપ્ત થનારી વાણી તેને હંસ ગામિની કહે છે. હંસનો અર્થ આત્મા પણ થાય છે તે અપેક્ષાએ હસપદ-આત્મપદ પ્રાપ્ત કરી આપનારી તે સરસ્વતી દેવી છે. તે સરસ્વતી દેવીરૂપ શ્રુતજ્ઞાન ઘટઘટમાં–દરેક પુરૂષના હૃદયમાં વ્યાપી રહેલું છે. તે આ ભાની જ્ઞાન ઋદ્ધિને વેગી લોકો પરાધ્યાન અથવા પશ્યન્તીનું ધ્યાન કરતાં મનમાં સ્થાપન કરે છે. તે જ્ઞાનઋદ્ધિવડે હૃદયમાં સદા પ્રકાશ થાય છે. અંધારામાં જેવાને દીપક સાધન છે, ચંદ્ર પણ સાધન છે, ચંદ્ર કરતાં પણ સૂર્ય એ વિશેષ ઉત્તમ સાધન છે. પણ જો દીપક, ચંદ્ર, સૂર્ય વગેરે સાધને હેય, પણ ચક્ષુ ન હોય તે માણસ શું કરી શકે અથવા શું દેખી શકે ? માટે ચક્ષુ એ જ્ઞાન મેળવવાનું સારું સાધન છે. પણ માણસને ચક્ષુ હોય, છતાં તેનું મન ભ્રમિત હોય તે વસ્તુ પાસે છતાં તે જોઈ શકે નહિ. ચહ્યું કે શ્રોત્ર અથવા બીજી કોઈ પણ ઈદ્રિય દ્વારા જે અનુભવ થાય, તેનું જ્ઞાન થવાને મન કારણ છે. પણ તે મન પણ જડ છે, તેને પ્રકાશના આત્માનું જ્ઞાન સ્વરૂપ છે. જે આત્માનું જ્ઞાનસ્વરૂપ ન હોય તો કેવળ જડમન પણ શું કરી શકે? માટે તે આત્માની જ્ઞાન શક્તિ વડે હૃદયમાં પ્રકાશ થાય છે, અને સર્વ વસ્તુઓનું જ્ઞાન આપણને થાય છે. જગતમાં જેટલા શબ્દો છે,
For Private And Personal Use Only