________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०६
વચનામૃત
તેવું કોઈ પણ અન્ય ધર્મમાં નથી. અષ્ટાદશ દોષરહિત દેવ, પંચ મહાવ્રત ધારી સુગુરૂ, અને દયા આદિ ગુણથી યુક્ત ધર્મ. આ ત્રણ તત્વનું બહુ સૂક્ષમ સ્વરૂપ છે. જેમ જેમ એ ત્રણ તત્વને વિશેષ વિચાર કરવામાં આવે છે તેમ તેમ ન નો અનુભવ પ્રાપ્ત થતું જાય છે. જૈન દર્શનમાં દયાનું સ્વરૂપ જેવું બતાવ્યું છે તેવું અન્યત્ર દેખવામાં આવતું નથી. યાગાદિકમાં પશુઓને વધ કરી ધર્મ માનરાઓને જૈન ધર્મ શીખામણ આપીને કહે છે કે યજ્ઞાદિકમાં પશુ હેમવાથી કેઈ પણ જાતનો ફાયદો થતો નથી. જે યજ્ઞમાં હેમેલાં પશુઓ સ્વર્ગે જતાં હોય તે તમારા પુત્રને કેમ હતા નથી ? દયાના આચારો અને વિચારમાં હાલના સમયમાં પણ જૈન અગ્રગણ્ય પદ ભોગવે છે. જન ધર્મ એમ કહે છે કે પરમાત્મા અનંત છે. જે જે જીવો કર્મને નાશ કરે છે તે તે પરમાત્માઓ થાય છે. આત્મા તેજ પર માત્મા થાય છે, પણ તે પરમાત્મા જગતને બનાવનાર નથી. જગત બનાવવાનું ઈશ્વરને કંઈ પણ પ્રયોજન નથી, રાગ દ્વેષરહિત પરમાત્મા છે, તે જે જગત બેનાવવાની ઉપાધિમાં પડે તો તેનું ઈશ્વરપણું ચાલ્યું જાય. જે જે આત્માઓ કર્મને નાશ કરીને પરમાત્મા થાય છે તે મુક્તિમાં જાય છે, ત્યાંથી તે કોધ વખત પાછા આવતા નથી. જેને કર્મ લાગ્યાં છે તે જ સંસારમાં પરિભ્રમણ કરે છે. કમરહિત થએલા પરમાત્મા સંસારમાં અવતરતા નથી. ગૃહસ્થાશ્રમમાં રહીને વા સાધુ થઈને અનંત સુખમય એવું પરમાત્મપદ પ્રાપ્ત કરવાનું છે. ગૃહસ્થાભમાં રહેનારે બાર વ્રત અંગીકાર કરવો જોઈએ, એમ જૈન ધર્મ જણાવે છે. ગૃહસ્થાશ્રમમાં રાજા, શેઠ અને વ્યાપારી વગેરેનો સમાવેશ થાય છે. રાજાએ પિતાની રૈયતનું પાલન કરવું જોઈએ, પ્રજાને ન્યાય આપ જોઈએ, પિતાના પુત્ર સમાન પ્રજાને ગણવી જોઈએ, એમ જૈન ધર્મ જણાવે છે. રાજાએ હાજી હા કરનારા સ્વાર્થી મંત્રીઓને ન રાખવા જોઈએ, સ્વાથ અને મંત્રી કારભારીઓ રાજાઓ તથા રૈયતનું ભલું કરી શકતા નથી. જે અન્યનું ભલું કરી શકતો નથી તે પોતાનું પણ શી રીતે ભલું કરી શકે? પ્રધાનોએ રાજાઓને સત્ય માર્ગ બતાવવો જોઈએ. પ્રથમના સમયમાં રાજાઓ સાધુએને ધર્મોપદેશ સાંભળતા હતા તેથી ધર્મમાં કુશળ થતા હતા. રાજા ધર્મી હોવાથી પ્રજા ઉપર પણ સારી છાપ પડતી હતી. સાધુઓ કંચન અને સ્ત્રીના ત્યાગી હોવાથી તેમજ સાંસારીક સ્વાર્થ નહિ હોવાથી રાજાને સત્ય શિક્ષા આપતા હતા તેની અસર પણ રાજાઓને સારી થતી હતી. હાલ તો રાજાઓની પાસે ઘણે ભાગે સજ્જન પુરૂષો હતા નથી તેથી તેઓની મતિ સુધરતી નથી.
For Private And Personal Use Only