________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૯૯
જેટલા અક્ષરા છે, જેટલી લિપિ છે, તે સર્વનું ખીજ નાનશક્તિ છે; અને તેથી તે જ્ઞાનશક્તિ યાગીઓને બહુ રૂચે છે. કારણ કે ચેાગીઓને પરમ ઉદ્દેશ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના હાય છે. તેા પછી આત્માની તે જ્ઞાનશક્તિ ઉપર તેમની રૂચિ થાય એ સ્વાભાવિક છે અને જેતી જ્ઞાન તરફ ફિચ થાય તે ખરી રીતે ચેાગ માર્ગને અધિકારી છે. ભલે ને તે અજ્ઞાની પુરૂષ હડયેાગ માર્ગને આશ્રય કરે, પણ જેને સહજ સમાધિ અથવા રાજયાગ કહે છે, તેને વાસ્તે જ્ઞાન સિવાય એક પણ પગલું ભરી શકાય તેમ નથી. નાનઋદ્ધિ તે પરમાત્માની પ્રથમ શક્તિ છે. આત્માનાં બધાં સ્વરૂપોમાં જ્ઞાનસ્વરૂપ ઉત્કૃષ્ટ છે; તે જ્ઞાનશક્તિજ આ જગતમાં જયવંતી વર્તે છે. સર્વે ધર્મના અથવા આત્મધર્મના ખરા ઉદ્દેશજ આત્માનું અત્રરાઈ ગયેલું જ્ઞાન પ્રકટ કરવાના છે; અને ધર્મશાસ્રાએ પ્રતિપાદન કરેલા માર્ગો પણુ તે આ વરણુ દૂર કરવાને વાસ્તે છે.
આ છપ્પયમાં લખેલા બીજ મંત્ર કાર અથવા પ્રણવાક્ષર છે. આ ત્મામાં રહેલી નાનઋદ્ધિ જે હાલ તિરેાહિત છે, તેને પ્રકટ કરવાને સર્વે પુરૂષાએ ઉદ્યમ કરવા જોઇએ. ઉદ્યમથી સર્વ ખામતે સિદ્ધ થાય છે. તા આ કામ પણ અવશ્ય સિદ્ધ થશે. સતત ઉઘમની અને તે સાથે તે બાબતને ચાગ્ય સાધને મેળવવાની જરૂર છે. યેાગ્ય સાધના અને ઉત્તમને સમાગમ થતાં સર્વે દુષ્કર કાર્યો સુકર થઈ જાય છે.
મૂળ
ચેતનની શક્તિ છે, સરસ્વતી શ્રુત વાણી, ક્ષયેાપશમના ભાવે જ્ઞાનીની શાક્ત બણી. ત્રણભુવન પ્રખ્યાત સદા સુખસાગર દેતી, જ્ઞાતા જ્ઞેય વિચાર સામાં લખટ્ટુ રહેતી. શ્રુતવાણીને સેવીએ દિલ અનુભવ સુખડાં આપતી, બુદ્ધિસાગર સરસ્વતી ઝટ ભ્રાંતિ દુ:ખડાં કાપતી,
૩
શ્રુત વાણીરૂપી સરસ્વતી એ ચેતનની આત્માની શક્તિ છે. સ પ્રકા રની નાનઋદ્ધિ એ આત્માની સ્વાભાવિક શક્તિ છે. આપણને જે કાંઇ નાન થાય છે તે સર્વ આત્મામાં રહેલી જ્ઞાનશક્તિને લીધે થાય છે. પ્રકાશ એ જેમ સૂર્યના સ્વાભાવિક ધર્મ છે, તેમ જ્ઞાન એ પણુ આત્માના સ્વાભાવિક ધર્મ છે પણ જ્ઞાનને આવરણુ કરનાર જ્ઞાનાવરણીય કર્મથી તેની જ્ઞાનઋદ્ધિ આચ્છાદિત થયેલી છે. જેવી રીતે તેજસ્વી સૂર્યના પ્રકાશને પ્રકટ થવામાં
For Private And Personal Use Only