________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
સાદિ અનતિ સ્થિતિ આતમપદતણી, ષકારક પરિણમતાં આતમરૂપજે; નિરાકાર સાકાર સ્વરૂપ દે ચેતના, ચિદાનન્દ ગુણધારક શ્રી ચિપજે,
અ. ૧૫ સહસ જીહા આયુષ્ય પૂરવ કેડનું કેવલજ્ઞાની કહેતાં ન લહે પાર; વ્યવહાર નિશ્ચય નય બેને અવલંબતાં, બુદ્ધિસાગર શાશ્વત પદ સ્વીકાર
અ. ૧૬ માણસા પાસે માણેકપુરાએ રહી, સંવત ગણીશ શાઠતણી શુભ સાલ; વૈશાખ વદી તેરસે મધ્યાને રચું, ગાતાં ધ્યાતાં થાયે મંગલ માલજે.
અ. ૧૭ બાહ્ય સંગના ત્યાગથી સત્ય જીજ્ઞાસુઓને આત્મરૂચિ ઉદભવે છે. તેનું મનન કરતાં, સ્મરણ કરતાં, તેને જ સત્ય માનતાં અવર વસ્તુ ઉપરથી મમતા ઉતરે છે, અને આત્મા પોતાના સ્વરૂપમાં રમે છે, અને સદગુરૂ શ્રદ્ધા પૃછાદારા સ્વપદ અનુભવે છે, એની પ્રાપ્તિ સ્વપરને થાઓ.
સમ્યમ્ દર્શનના અભિલાષી જીવોએ સ્થાનકનું ચિંતવન કરવું.
પ્રથમ સ્થાનક–આત્મા છે. ઘટ-પટ 'દંડાદિકનું જેમ અસ્તિત્વ છે, તેમ આત્માનું અસ્તિત્વ છે. જડવ યોગે ઘટપદાદિકની સિદ્ધિ થાય છે, તેમ પિતાને પ્રકાશ કરનારી અને અન્ય પ્રકાશ કરનારી એવી ચૈતન્ય સત્તાના પ્રત્યક્ષ ગુણ યોગે આત્માની સિદ્ધિ થાય છે. આત્માને દેહ જાણી શકતું નથી. કારણ કે દેહમાં જ્ઞાન ગુણ નથી, માટે દેહથકી ભિન્ન આત્માની સિદ્ધિ થાય છે. સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને ત ઇંદ્રિયે આત્માને જાણી શકતી નથી. શ્વાસોશ્વાસ રૂપ પ્રાણ તે પણ આત્માને જાણતો નથી. તે સો એક આ ભાની સત્તાથી પ્રવર્તે છે, નહીં તે જડપણે પડયા રહે છે. જાગ્રત સ્વમ અને નિંદ્રા એ ત્રણે અવસ્થામાં આત્મા વર્તત છતાં, તે તે અવસ્થાઓથી જુદે જ રહે છે અને તે અવસ્થા નાશ પામે છતે પણ જેનું અસ્તિત્વ છે. અને જે તે અવસ્થાને જાણે તેજ આત્મા જાણુ. કેઈ કાળે જેમાં જાણવાને સ્વભાવ નથી તે જડ અને સદાય જે જાણવાના સ્વભાવે યુક્ત છે, તે ચેતન; એમ દરેકને સ્વભાવ ભિન્ન ભિન્ન છે.
જે જેની શંકા કરે, તેહીજ પિોતે આપ; શંકાને કરનાર તે, ચેતન ગુણ અમાપ,
For Private And Personal Use Only