________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરૂ સંતાન રે; જોગ સામ ચિત્ત ભાવથી, ધરે મુગતિ નિદાનેરે.
ઈત્યાદિ વાક્ય સત્સંગમ કરવા પ્રેરણું કરે છે, અને દુષ્ટ જનની સંગતિ ત્યાગ કરવા કહે છે. નાટક, પ્રેક્ષણ વગેરેથી આત્મા પરભાવમાં રમી પાપની રાશિ સંપાદન કરે છે. શ્રી સશુરૂ સમાગમ કરવાથી આત્મા સમ્યક્ત્વ પામે છે. મિથ્યાત્વને ત્યાગ કરે છે, અને જીવાજીવ પદાર્થનું જ્ઞાન થાય છે. એ સર્વ સશુરૂ સમાગમનું ફળ છે. પ્રદેશી રાજા સરખા નાસ્તિક પણ સદ્દગુરૂ સમાગમથી આસ્તિક થયા. તેમજ બીજાએ પણ સદ્ગુરૂ સમાગમથી સભ્યત્વને પામી શકે છે, અને અનુક્રમે સંવર ભાવે આત્માને ભાવી જ્ઞાનદર્શન ચરિત્ર રૂ૫ રત્નત્રયીના ભક્તા થાય છે. એ સત સમાગમ સ્વપરને પ્રાપ્ત થાઓ.
पर्युषण पर्व. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, સમરી દદય મજાર,
શ્રી પર્યુષણ મહાભ્યનું વર્ણન કરૂં શ્રીકાર.
અહંત ભગવંત શ્રીમદ્ મહાવીર દેવ, તેમનું હાલ જૈનસાસન જ્યવંતુ વર્તિ છે. ૧ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચતુર્વિધ સંધ પાંચમા આરાના છેડે દુપસહ સુરિ થશે, ત્યાં સુધી જયવંત વિદ્યમાન રહેશે.
કલ્પસૂત્ર અને તેની વાંચના કયારે થઇ?
શ્રીમાન મહાવીર ભગવાનથી, નવસે ને એંશી વર્ષ ગમે છો, વા નવસે ત્રાણું વર્ષ ગયે છતે, શ્રી આનંદપુર નગરમાં વિડનગરમાં] ધ્રુવસેન રાજા રા
જ્ય કરતે હતો. તેને અત્યંત વલ્લભ સેનાગંજ નામે પુત્ર હતા. તે દૈવગે મૃત્યુ પામ્યો. રાજા અત્યંત શોકાતુર થયા. તેથી શરૂ મહારાજ પાસે ધર્મશાળામાં પણ આવી શકતો નહોતો. તે પ્રમાણે પ્રજા પણ શેક કરવા લાગી. પર્યુષણ પર્વ આસન્ન છતાં પણ વ્યવહારીયા શેઠ વગેરે લોકો ઉપાશ્રયમાં આવતાં અચકાતા હતા. આ પ્રમાણે ધર્મની હાનિ દેખીને ગુરૂ મહારાજ ધ્રુવસેન રાજા પાસે ગયા. રાજાને કહ્યું કે રાજન! તમે શોકાતુર થયા છે, તેથી નગરના સર્વ લોક શોકાતુર થયા છે, અને ધર્મમાં ખલેલ પડે છે. હે રાજન! શોક કર યુક્ત નથી. આયુષ્ય પૂરું થયા બાદ કોઈ જીવી શકતું નથી, સંસારમાં કોઇ કોઇનું નથી. કર્મના યોગે સગા સંબંધીઓ થાય છે, અને તેમને વિયોગ પણ થાય છે, આયુષ્ય ચચળ છે. કોઈ દૂ
For Private And Personal Use Only