________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫.
વચનામૃત.
૩૭ વિવેક વિરાગ્યે સદા, ધર્મ તત્ત્વ મન વાસ; પર ચિંતા જેને નહિ, કરીએ તસ વિશ્વાસ, અનંત પુણ્યદયથકી, સદ્દગુરૂ સંગમ થાય; પામી સશુરૂ સંગતિ, ભવિ મનમાં હરખાય, કુગુરૂ સંગતિ પરિહરિ, ભજે સુગુરૂ સંતાન કુગુરૂ કાળા નાગ સમ, નહી કરીએ તસ માન, જ્ઞાન ધ્યાન અર્પણ કરે, સદ્દગુરૂ ઉચ્ચસ્વભાવ; તેજસશુરૂ નિત્ય સેવીએ, ભવજલમાંહિ નાવ, સત્સંગતિ સશુરૂતણી, કરતાં આત્મસ્વરૂપ; પામી શાશ્વત સુખ લહે, થાવે સચિપ,
અમુક માણસ મારે શત્રુ છે, અમુક જન મારૂ ખરાબ કરનાર છે, ઇત્યાદિ વા નિમિત્ત માત્ર છે. કર્મ વિના કોઈ દુઃખ દેવા નિમિત્તભૂત થતું નથી. એ કર્મની વિચિત્ર ગતિ છે, ક્ષણમાં કમેં રંક રાજા તરીકે બને છે. ક્ષણમાં રાજા રાજ્યથી ભ્રષ્ટ થઈ રંક તરીકે બને છે. ક્ષણમાં નિરોગી પણ રોગી તરીકે બને છે. એ સર્વ કર્મનો પ્રપંચ છે. કર્મ આગળ કેઈનું ડહાપણુ ચાલતું નથી. કર્મ નળરાજાને વનવાસ જવું પડ્યું. મેં રામને વનમાં ભટકવું પડયું. કર્મે શ્રી મહાવીર સ્વામીને ઘોર ઉપસર્ગ સહન કરવા પડયા. શુભ કર્મોદયની વખતે સારી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને સારાં નિમિત્ત કારણોને સંયોગ મળે છે. અશુભ કર્મને ઉદય થાય છે, ત્યારે બુદ્ધિ વિપરીતપણાને ભજે છે અને ખરાબ સંયોગની પ્રાપ્તિ થાય છે. મ રમે છે, અને મુખ્ય માર્ગ છે. શુમાશુમ વાર્મ ક્ષયથી મુક્તિ છે. આ જીવે કર્મવડે વૈદરાજ લોકને એકેક પ્રદેશ અનંતવાર જન્મ મરણે સ્પર્યો પણ હજી તે સંસારમાં ભટકે છે તેનું કારણ કર્મ છે. નિયાત્વિ, જાતિ, જાપાર અને એને પુગલ પરમાણુ સ્કંધનું કર્મરૂપે પરિણમન કરતો અનાદિ કાળથી પુનઃ પુનઃ ચતુતિ સંસારમાં આ જીવ પરિભ્રમણ કરે છે. હે ચેતન ? હવે મનુષ્યાવતાર પામી પ્રમાદ કરીશ નહીં, અને સંસારની મોહજાળમાં ફસાઈ નરક ગમન કરીશ નહીં. વારંવાર મનુષ્ય જન્મ પામ દુર્લભ છે. કોઈની સાથે સાંસારિક વસ્તુઓ ગઈ નથી અને જવાની નથી. પુત્ર, ધન, અને સ્ત્રીને દેખી તું શું મોહ કરે છે? અરે જીવ તું જરા વિચાર કે એ કદી તારું નથી. તારી વસ્તુ તારી પાસે છે. તેની જે ખોજ કરે તે વારંવાર જન્મ મરણ કરવું પડે નહીં. સમાન છે તારું કંઈ હિત થવાનું નથી, તથા ફલાણો તો સારે છે, ફલાણે તે ખે છે, ઈત્યાદિ પરભાવમાં રમવાથી તારું કંઈ
For Private And Personal Use Only