Book Title: Upshamanakaran Part 01 Author(s): Hemchandrasuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 8
________________ પિંડવાડા મંડન શ્રી મહાવીર સ્વામિને નમઃ પિંડવાડા ભૂષણ શ્રી પ્રેમસૂરીશ્વરાય નમઃ સિદ્ધાંતમહોદધિ ” શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાને - નત મસ્તકે વંદના જેમણે સં. ૧૯૪૦ ના ફા.સુદ ૧૫ ના પવિત્ર દિવસે પિંડવાડાના શ્રાદ્ધવર્ય ભગવાનજીભાઈના ધર્મપત્ની કંકુબાઈની કૂખે નાદિયા મુકામે જીવીતસ્વામીના નૈકયે જન્મ ધારણ કર્યો. સં. ૧૯૫૭ ના કારતક વદ ૬ના પવિત્ર દિવસે સિદ્ધગિરિની પાવન તળેટીમાં અન્ય ચાર મુમુક્ષુઓ સાથે પૂ. ઉપા. શ્રી વીરવિજયજી મ.ના હાથે સંયમ ગ્રહી જેઓ પૂ. દાનવિજય મ.ના શિષ્ય મુનિ શ્રી પ્રેમવિજયજી બન્યા. જેઓએ વિશુદ્ધ ચારિત્ર પાલન કરી આત્માને નિર્મળ બનાવ્યો અને એકમાત્ર સંયમના વિશિષ્ટ પ્રભાવથી ૩૦૦ મુનિઓના ગચ્છનું સર્જન કર્યું. (હાલ પરંપરાએ ૧,000 સુધી સંખ્યા પહોંચી છે.) જેઓની મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વકના બ્રહ્મચર્ય ગુણની અને પંચાચારના પાલનની અનેક મહાપુરુષો પણ અનુમોદના કરતા. | નિઃસ્પૃહ શિરોમણી એવાં જેમને ગણિપદ, પંન્યાસપદ, ઉપાધ્યાય પદ પરાણે ગુરુઓએ અર્પણ કર્યું અને આચાર્ય પદ તો આજ્ઞા કરીને આપ્યું. જેઓએ જીવનભર ઉસૂત્ર, ઉન્માર્ગ અને અસંયમથી સમસ્ત સંઘની રક્ષા કરી. જેઓ વર્તમાન યુગના સર્વ આગમો-શાસ્ત્રોની અવગાહના કરી પ્રવિણતા મેળવી છેદસૂત્રોમાં પણ પારગામી થયા, પરમગીતાર્થ બન્યા, સકલ સંઘના માર્ગદર્શક બન્યા. શાસ્ત્ર પારગામીપણાના કારણે જેઓને ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાએ સિદ્ધાંતમહોદધિ પદથી વિભૂષિત કર્યા. જેઓએ અત્યંત સમતાપૂર્વક રોગ-પરિષદને સહ્યો અને અંતિમકાળે વીર-વીરના ઉચ્ચારણપૂર્વક અદ્દભૂત સમાધિ મરણ દ્વારા મૃત્યુનો પરાભવ કર્યો. જેઓએ સં. ૨૦૧૬ માં અમારા પિંડવાડાના શણગારરૂપ મહાવીર પ્રભુની પ્રતિષ્ઠા કરી પિંડવાડાના માત્ર સંઘ પર જ નહી પરંતુ પિંડવાડાના સમસ્ત નગર ઉપર મહાન ઉપકાર કર્યો. જેઓએ સં. ૨૦૨૦ માં અમારા પિંડવાડામાં જ પટ્ટક કરી તપાગચ્છમાં સં. ૧૯૯૨ થી તિથિ આરાધનાના કારણે ઉભા થયેલ સંઘભેદનું મહદ્ અંશે નિવારણ કર્યું. જો કે પાછળથી પટ્ટક ભંગ દ્વારા પુનઃ ભેદ ઉભા થયા છે એ જુદી વાત છે. જેઓએ દેવદ્રવ્યની રક્ષા વ્યવસ્થા માટે સંઘને સુયોગ્ય માર્ગદર્શન કર્યું. એવા આ પિંડવાડાભૂષણ, અમારા સકલ સંઘના અનંત ઉપકારી સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.ના ચરણોમાં ભાવભરી વંદના. ગુરુદેવ દિવ્યલોકમાં રહ્યા પણ અમારા સંઘની રક્ષા કરે એ એક માત્ર અભ્યર્થના. - શ્રી પિંડવાડા જૈન સંઘPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 372