Book Title: Updhan Vidhi Tatha Posah Vidhi Author(s): Kanchanvijay Publisher: Pramodrai Jagjivandas Gundigara View full book textPage 5
________________ : ૪ : ધર્મધ્યાનમાં ચિત્ત ન પવાય. તપસ્યા કરવાથી ઈન્દ્રિયસંયમ થાય, અને ઈન્દ્રિયસંયમ થવાથી અને ધાર્મિક ક્રિયામાં દાચિત રહેવાથી આત્મિક ઉન્થલતા અને શુભ ભાવ પ્રગટે, માટે ભવ્યાત્માઓએ ક્રિયારુચિ થઈ તેમાં યથાશક્તિ પ્રવૃત્તિ રાખવી, અને શક્તિ અનુસાર તપસ્યા વિગેરેમાં ખાસ ઉદ્યમ રાખવો. કોઈપણ ધાર્મિક ક્રિયા કરનારે તેની વિધિ જાણવી આવશ્યક છે. વિધિપૂર્વક કરેલી ક્રિયા ફળે છે. ઉપધાન તથા પિસહ કરનાર એવા કેટલાક હોય છે કે જેમને તેની વિધિનું પૂરું જ્ઞાન હેતું નથી. કેટલેક સ્થળે તે એવી ક્રિયા કરાવનાર કે જાણકાર ન હોવાથી તે તે ક્રિયા કરવાની અભિલાષાવાળા ભાગ્યશાળીઓ તે તે ક્રિયાથી વંચિત રહે છે. એવે સ્થળે આવા પુસ્તકની જરૂર જણાયાથી અપ્રકાશિત અને પ્રકાશિત વિધિ ગ્રન્થોને આધારે આ પુસ્તક તૈયાર કર્યું છે. આ ગ્રન્થની પ્રથમ આવૃત્તિ સંવત ૧૮૮૯ ની સાલમાં છપાઈ હતી. તે ખલાસ થઈ જવાથી અને લેકે તરફથી તેની સતત માગણી રહ્યા કરતી હોવાથી, તેમાં કેટલેક સુધારા-વધારો કરી આ બીજી આવૃત્તિ પ્રકાશિત કરાવી છે. આશા છે કે–ભવ્યાત્માઓ તેને ઉપયોગ કરી આત્મય કરશે. પભ્યાસ કંચનવિજયજી ગણિવર્ય.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 252