Book Title: Updesh Saptatika
Author(s): 
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ ણિકાજ લખવામાં આવેલ નથી. કુલ ગાથાઓ ૭૩ છે, પરંતુ પ્રથમની ગાથા મંગળિકની અને છેલ્લી બે ગાથા ફળદર્શક હોવાથી બાકીની ૭૦ ગાથાજ ઉપદેશ માટે છે, એટલે સપ્તતિકા નામ સાર્થક છે. મૂળના અને ટીકાના કર્તા એકજ છે. . આ ગ્રંથના કર્તાએ, આ ગ્રંથ કયાં અને કોના આગ્રહથી કર્યો છે તેના ઉત્તરમાં કર્તાએજ કહેલું છે કે હિંસારકેટના રહેવાવાળા શ્રીમાળી જ્ઞાતિવાળા પટ્ટપર્પટગેત્રવાળા દાદા નામના શ્રાવકના આગ્રહથી આ ગ્રંથ બનાવવામાં આવ્યો છે. કર્તા ખરતરગચ્છના છે છતાં આ ગ્રંથમાં ગ૭ સમાચારીની ભિન્નતાને અંગે કાંઈપણ જણાવેલ નથી. આ સપ્તતિકાની ૭૩ ગાથાઓ ઇંદ્રવજાણંદમાં બનાવેલી છે અને તે એવી સરલ ભાષામાં રચેલી છે કે તે કઠે કરવાથી અને તેને પાઠ કરવાથી અત્યંત આહાદ ઉપજે તેમ છે. તે સાથે નિર્જરા પણ થાય તેમ છે. . આ ભાષાંતર છપાવવામાં ગુફણીશ્રીજી લાભશ્રીજી મહારાજના ઉપદેશથી અમદાવાદ નિવાસી બાઈ જીવીબાઈ તથા સાંકળીબાઈ એ આર્થિક સહાય આપી છે, અને તેથી જાહેર જૈનસંસ્થાઓને તેમજ ઉત્તમ સાધુ-સાધ્વીઓને અને અમારી સભાના તમામ સભાસદને ભેટ આપવાનું મુકરર કરવામાં આવ્યું છે. આશા છે કે દ્રવ્યની સહાય આપનાર બહેનની શુભેચ્છા તેથી પાર પડશે. આ લઘુ બુકની પ્રસ્તાવના વધારે નહીં લંબાવતાં ટુંકામાંજ સમાપ્ત કરવામાં આવે છે. શ્રાવણ પ્ર-શુદિ ૧૫ | . ૧૯૭૬. | શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર,

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 118