Book Title: Unda Akashma Author(s): Atmadarshanvijay Publisher: Diwakar Prakashan View full book textPage 9
________________ (૨) દારૂનો દારૂણ અંજામ કોણ અજાણ હશે ! દારૂની પ્યાલીથી સર્જાતી પાયમાલી થી......? પ્રાચીન કાળમાં પણ શ્રીકૃષ્ણના જ ઘરમાં દારૂએ કેવો દારૂણ અંજામ સર્જયો તેની રોમાંચક સત્ય ઘટના આપણને કાનમાં ઘણું ..... ઘણું.... કહી જશે. કૃષ્ણની નગરી દ્વારકા એટલે સ્વર્ગની જાણે ‘અમરાપુરી’ . કહેવાય છે કે ૧૨ યોજન (૪૮ ગાઉ) ના વિસ્તારવાળી દેવનિર્મિત આ દ્વારકાની ચોતરફ ચાંદીનો ગઢ હતો . અને એના ઉપર રહેલા સોનાના કાંગરા “મેરૂ” શા શોભતા હતા . એક વખત નેમિ પ્રભુનું દ્વારકામાં પદાર્પણ થતાં દેશના સાંભળવા ગયેલા શ્રી કૃષ્ણ પ્રભુને પ્રશ્ન કર્યો-“પ્રભો ! દ્વારકા નગરીનો, સારાય યદુવંશનો અને મારો અંત શી રીતે આવશે ?'' | શ્રી નેમિનાથે ઉત્તર આપ્યો-‘‘હે કૃષ્ણ ! દ્વારકા સહિત સારાય યદુવંશનો નાશ કરીને દેવ થયેલા દ્વૈપાયન નામના ઋષિ દ્વારા અગ્નિ વડે થશે. અને તારૂં મૃત્યુ તારા જ ભાઈ જરાકુમારના હાથે થશે.'' વસુદેવને ત્રણ રાણીઓથી ઉત્પન્ન થયેલા ત્રણ કુમારો હતા. દેવકીથી કૃષ્ણ, રોહિણીથી બળરામ અને જરારાણીથી જરાકુમાર , વસુદેવને બીજી પણ ઘણી રાણીઓ હતી. વળી, શંખ-પદ્યુમ્ન વગેરે સાડા ત્રણ કરોડ યદુવંશીય રાજકુમારો અને બીજા કરોડો યદુજનોથી પરિવરેલા બળરામ અને કૃષ્ણ પરસ્પર અત્યંત સ્નેહ અને સંપથી રહેતા હતા. મારા હાથે યદુવંશના આધાર સમા બંધુ શ્રી કૃષ્ણનું મૃત્યુન થાઓ' આમ વિચારીને ધનુષ્ય-બાણ લઈને જરાકુમાર વનમાં જઈને રહેવા લાગ્યો. દ્વૈપાયન ઋષિ પણ પોતાનાથી થનાર ‘દ્વારકા અને યદુવંશનો નાશ’ પ્રભુના મુખેથી સાંભળીને દ્વારકાની બહાર જંગલમાં તપ તપવા લાગ્યો, કારણ કે દ્વારકા અને યાદવો પ્રત્યે તેને સ્નેહ હોવાથી સ્વ-હસ્તે તેનો નાશ તેને ઈષ્ટ ન હતો. શ્રી કૃષ્ણ પણ નેમિ- પ્રભુને નમસ્કાર કરી દ્વારકામાં પ્રવેશ કર્યો અને સારી નગરીમાં આ પ્રમાણે ઉદ્ઘોષણા કરાવી-‘પ્રભુ નેમિનાથના વચન અનુસાર મદિરાથી ઉન્મત્ત બનેલા યદુકુમારો દ્વારા ભારે અપમાનિત કરાયેલા કૈપાયન ઋષિ વડે આ S n Education International For p e rsonal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64