Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 44
________________ ઘી-દૂધથી તરબતર કરી દે, ક્તલખાનાઓને જમીનદોસ્ત કરી નાંખે, રાજ્યની તિજોરીમાંથી મચ્છીમારી, મરઘામારી માંસ ઉત્પાદનના મહાપાપી ધંધા માટે એક પૈસો ન આપે અને અત્યાર સુધી જે રાજ્યકર્તા ને અધિકારીઓએ પ્રજાના પૈસાનો આવો ‘અધધ” દુરૂપયોગ કર્યો હોય તેને કડક સજા કરે. | | * રાસાયણિક ખાતર અને ઝેરી (એલોપેથી) દવાઓને જાકારો આપીને છાણિયું ખાતર અને આયુર્વેદને અપનાવે. * કડીયા, સુથાર, લુહાર, ઘાંચી, મોચી, કુંભાર, વણકર અને ચમાર વગેરેનો વંશ પરંપરાગત ધંધો અનુભવ જ્ઞાન, ગ્રામ્ય હસ્ત ઉદ્યોગો, કળા અને સ્થાપત્યનું પુનઃસ્થાપન કરે. * નોકરીલક્ષી, ભાખરીલક્ષી અને ડીગ્રીલક્ષી પાશ્ચાત્ય ભૌતિક શિક્ષણની નાબૂદી અને ગુરૂકુળ પ્રથાની પુનઃસ્થાપના કરે. * અંગ્રેજો સ્થાપિત ન્યાયતંત્ર (કે અન્યાય તંત્ર !) ની નાબૂદી કરીને આદર્શ ન્યાયતંત્રને ધબકતું કરે. મહાજન વ્યવસ્થાને આવકારે. * પ્રજા અને બાળકોના માનસ ઉપર ખરાબ સંસ્કારો પાડે તેવા હલકાં ચલચિત્રો, દ્રશ્યો, સામાયિકો, જાહેરાતો અને વર્તમાનપત્રો ઉપર પ્રતિબંધ મૂકે. * માતૃભાષા અને સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપે. * અંગ્રેજોની ચાલથી ઉભા થયેલા પક્ષો, કૃત્રિમ અધર્મી બંધારણો પાશ્ચાત્ય હિંસક અને શોષક અર્થ-વ્યવસ્થા વગેરેને દેશવટો આપે. * વેરઝેર, કાવાદાવા, કુસંપ, ખૂનામરકી, જૂઠ, પ્રપંચ, ભ્રષ્ટાચાર, અપ્રમાણિક્તા, છેતરપીંડી અબજો રૂપિયાની બરબાદી, નીચ અને હલકાં દુષ્ટ તત્વોની જન્મદાત્રી એવી ભયંકર ચૂંટણી પ્રથાની નાબૂદી કરે. * વિદેશી હૂંડિયામણના ગાંડપણનો અંત લાવે. * સ્ત્રીઓને નોકરી આપવા પર પ્રતિબંધ સાથે સંસ્કૃતિને જાળવતી આદર્શ ગૃહિણી, આદર્શ માતા અને આદર્શ પત્ની બની રહે અને સંયુક્ત કુટુંબની ભાવનાની જાળવણી સાથે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન કરવાનું મહાન ક્તવ્ય બજાવી શકે તેવું વાતાવરણ સર્જ. * ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરૂષાર્થની અહિંસક સંસ્કૃતિના પાયા ઉપર રચાયેલા બંધારણને પુનર્જીવીત કરે. લોકશાહી નહીં પરંતુ પ્રજા અને પ્રાણી માત્રના પરમ હિતસ્વી એવા સંતશાસનની પુનઃસ્થાપના કરે. આવો જ કોઈ ચાણક્ય અહિં આવકાર્ય છે જેની નીતિ, દેશને સર્વતોમુખી સંસ્કૃતિથી સમૃદ્ધ બનાવતી હોય. અસ્તુ આખરે તો મુત્સદીઓ અને માંધાતાઓને પણ ધર્મને શરણે આવ્યા વિના છૂટકો જ નથી કારણ કેઆત્માને અમર બનાવનાર જો કોઈ અમૃત હોય તો તે માત્ર એકજ છે ‘‘ધર્મ’’, ચાણકયે પણ અંતે જૈની દીક્ષા સ્વીકારીને આત્મકલ્યાણ સાધ્યું. વક્ર 38 વક For Private & Personal Use Only lain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64