Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ (12) સ્ત્રી! તારા જ પાપે. સ્ત્રી સહજ દોષને કારણે કાન ઊંચા કરી દેતી ને આંખો પહોળી કરી દે તેવી એક ઘટના બની ગઈ પ્રભુ મહાવીરના સમયમાં, જેમાં એક સ્ત્રીની હઠે કેટલી મોટી હોનારત સર્જી દીધી. એક પછી એક ગમખ્વાર ઘટનાઓનાં મૂળમાં સ્ત્રી હઠ કેવી કામ કરી ગઈ... પ્રેમથી રહેતા બે ભાઈઓ વચ્ચે વૈરનાં બીજ કેવા રોપાઈ ગયા તેનું હૂબહૂ ચિત્ર આ સત્ય ઘટના રજૂ કરે છે મગધપતિ શ્રેણિકની પટરાણી-ચેલણાને 3 પુત્રો હતા. કોણિક, હુલ્લ અને વિહલ્લ. તથા નંદા નામની રાણીથી અભયકુમાર, અને બીજી રાણીઓથી કાલ વગેરે દશ પુત્રો થયા. નંદાએ અભયકુમાર સહિત દીક્ષા લીધી અને પોતાની પાસે રહેલા બે દિવ્ય વસ્ત્રો તથા કુંડલ હુલ્લ અને વિહલ્લને અર્પણ ક્ય. રાજા શ્રેણિક પણ ‘રાજ્યનો વારસદાર જ્યેષ્ઠ પુત્ર કોણિક જ થશે.'' એમ સમજીને નાના પુત્રો હલ્લ-વિહલ્લને સેચનક નામનો વિશિષ્ટ ગંધહસ્તિ અને એક દિવ્ય હાર આપ્યા. કોણિક અને કાલ વગેરે દશ પુત્રોએ પિતા શ્રેણિકને કારાવાસમાં કેદ કરીને તેમના રાજ્યને વહેંચી લીધું; પણ હુલ્લવિહલ્લને કશું આપ્યું નહિં. રાજા શ્રેણિકને આખરે જેલની અંદર જ વિષ ખાઈને મોતને ભેટવું પડ્યું. પિતાના આવા અપમૃત્યુથી અને પોતે આપેલા ત્રાસથી દુઃખી થયેલો કોણિક રાજગૃહને બદલે ચંપાનગરીને રાજધાની બનાવી ત્યાં આવી વસ્યો. આ બાજુ, હુલ્લ અને વિહુલ્લ અન્તઃપુર અને પરિવાર સહિત દિવ્ય હાર, કુંડલ અને દેવતાઈ વસ્ત્રોથી વિભૂષિત થઈને સેચનક હાથી ઉપર સવાર થઈને, હંમેશા નદી તટે ક્રીડા કરવા જાય છે. વિભંગ જ્ઞાનથી યુક્ત હાથી પણ હલ્લ-વિહુલ્લની પત્નીઓને તેઓના આશય અનુસાર અનેક પ્રકારે ક્રીડા કરાવે છે. ક્યારે ગંડસ્થળ ઉપર, તો ક્યારેક પીઠ ઉપર તે સ્ત્રીઓને બેસાડે છે, તો ક્યારેક સૂંઢમાં લઈને હિંચોળાની જેમ ઝૂલાવે છે, તો ક્યારેક સૂંઢ વડે આકાશમાં અદ્ધર સ્થિર રાખે છે. આવા અદ્દભૂત દ મને જોઈને વિસ્મિત થયેલા નગરજનો બોલવા લાગ્યા- " “ખરેખર રાજા ભલે કોણિક રહ્યો પણ રાજાની (રાજ્યની) જે મજા છે તો તો હલ્લ અને વિહલ્લ જ માણે છે.” TETV પી. 0 Jain Education International 39 :. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64