Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ NMDIPO MOG/ A નીમાએલો કાળ, જેવો નજીક આવ્યો કે ચેડાએ પેલું અમોઘ બાણ તેના ઉપર છોડ્યું અને કાળને આરપાર વિધી ગયું. કાળ કાળશરણ થઈ ગયો, બિચારો યમસદને પહોંચી ગયો. કોણિકની સેનામાં હાહાકાર મચી ગયો. સૂર્ય અસ્ત થતાં જ યુદ્ધ વિરામ થયું. બીજા દિવસે સેનાધિપતિ તરીકે નીમાયેલા કોણિકના બીજા ભાઈને પણ ચેડાએ અમોધ બાણ દ્વારા ઠેકાણે પાડી દીધો. આ રીતે દશ દિવસમાં દશેય ભાઈઓને ચેડાએ એકેક બાણ દ્વારા કાર ર્યા. હવે શોકના સાગરમાં ડૂબેલો કોણિક વિચારે છે કે રાજા ચેડાના દિવ્ય બાણને નહિં જાણતા મેં નાહકનાં કાલ વગેરે દશેય ભાઈઓને યમઘાટ ઉતરાવી દીધા હવે જો ચેતીશ નહિં તો આવતી કાલે મારી પણ નિશ્ચિત આજ વલે થવાની છે. આમ વિચારીને તે દેવતાની આરાધનામાં સ્થિર થઈ ગયો. પૂર્વભવનાં કોઈ ઋણાનુંબંધથી શકેન્દ્ર અને ચમરેન્દ્ર કોણિક પાસે દોડી આવ્યા શકે કહ્યું - ‘બોલ, કોણિક તારે શું જોઈએ છે?' ‘‘ચેડાના પ્રાણ’ - કોણિક બોલ્યો. ના...ના... એ તો નહિં બને. સાધર્મિક અને શ્રાવક એવા ચેડાને હણવાનું તો અમારાથી નહિં જ બને પણ યુદ્ધમાં અમે તારું રક્ષણ જરૂર કરીશું.'' આમ કહીને શકે તેને રક્ષવાનું વચન આપ્યું અને અમરેન્દ્ર કોણિકને બે યુદ્ધો આપ્યા. જેમાંપહેલું ‘મહાશિલા- કંટક’’ નામનું, જેમાં શત્રુના પક્ષમાં કાંકરાઓ ફેંકવામાં આવે તો મોટી શિલાઓ બનીને પડે અને કાંટાઓ ફેંકવામાં આવે તો મહાશસ્ત્રો જેવા બનીને શત્રુ સૈન્યને વિંધી નાંખે. અને બીજું ‘રથાદિમુશલ’’ નામનું યુદ્ધ-જેમાં સારથિ વિના જ રથ અને મુશલ શત્રુ પક્ષ તરફ છોડવામાં આવે તો શત્રુ સૈન્યનો ભારે ખુડદો બોલાવી દે. ખુશ થયેલો દુષ્ટ કોણિક હવે યુદ્ધ મેદાનમાં આવ્યો અને અમરેન્ડે આપેલા બે યુદ્ધોના સહારે રવૈયો જેમ દહીંને વલોવે તેમ તે ચેડાના સૈન્યને વલોવવા લાગ્યો. કેરીના ક્યુબરની જેમ સૈન્યનો કચ્ચરઘાણ વળવા લાગ્યો પોતાના સૈન્યનો આવો સંહાર થતો જોઈને કુપિત થયેલા રાજા ચેડાએ પોતાના દિવ્ય બાણને કાન સુધી ખેંચીને કોણિક તરફ છોડ્યું. સનનનનનન.......... # 41 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64