Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 61
________________ - જે વિશિષ્ટ તપસી-ત્યાગી કે વૈરાગી નથી પણ-સરળ છે-ક્રોધાદિ અલ્પ છે, દાન-દયા વગેરેમાં રૂચિ રાખે છે અન્યાય અનીતિ કરતો નથી આવો મધ્યમ ગુણવાળો માનવ પોતાની માનવ-જન્મરૂપી મૂળ મૂડી (ઇન્કમ) ને કાયમ (સેફ) રાખી શકે છે બીજા જન્મમાં ફરીથી માનવ બનવાની યોગ્યતા ધરાવે છે. અને જેઓ શીલવંત છે, સમ્યક્ત્વ-ધર્મમાં સ્થિર છે-વિરતિ અને વૈરાગ્ય વગેરે ગુણોને ધારણ કરે છે તે ઉત્તમ પુરૂષો માનવ જન્મની મૂડીમાંથી ઉપરોક્ત સાધના દ્વારા ભારે નફો મેળવીને મુક્તિને પ્રાપ્ત કરી શકે છે વર્તમાનમાં વિશિષ્ટ સંઘયણસામગ્રીના અભાવે પણ સિદ્ધિ ગતિ નહિં પણ ઉચ્ચ જાતિની દેવગતિને તો પામે જ છે. આટલું જાણ્યા પછી દેવાળિયા બનશે કે દેવ ? અને તારી આખરે આ પ્રકરણનો અને સારાય પુસ્તકનો સાર એટલો જ છે મળેલી અમૂલ્ય માનવ જીંદગાનીને દેવી ન બનાવી શકો તોય માનવતાના સ્તરના ડિપોઝીટ વોલ્ટમાં કાયમ રાખીને “સૈફ” તો રાખો જ. સૈફ રાખેલી માનવતાની મૂડી મહામાનવ બનાવવા સુધી મદદગાર બનશે. દેવ જ નહિં દેવાધિદેવના સ્તરે લાવીને મૂકી દેશે. WIVES/ Jain Education International વક 55 શ્રીક For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64