Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan
Catalog link: https://jainqq.org/explore/004694/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ OSI SHISPH. સચિત્ર કથાઓ કરી લીધી હતી. હતી તી . tતી જતી હતી તેવી દલીલ કરી હતી. દહ જ રી ના વી વી વી વી હતી તે ન મુવિંટી આઉમાદર્શન વિજયી Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૫. 20ાના કાટજટીes a•સા 2 જોટ. તા- 70 -6+-1 - | વન્દ વીરમા પટોચ નં- 9૪૮ ઐતિહાસિક અને શાસ્ત્રીય સચિત્ર ઘટનાઓ દ્વારા અંધકારમય માનવીય જીવનમાં અનેરી આશાનો પ્રકાશ પાથરતું-આબાલ-વૃદ્ધ સહુને ઉપયોગી પુસ્તક ........ _ 7૦૩92 . 16-07-1999 ઊંડા આકાશમાં આધાર ગ્રન્થ મહો. શ્રી ભાવવિજય ગણિત-વૃત્તિસમેત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર શુભાશિષ પ. પૂ. આધ્યાત્મયોગી આ. દેવ શ્રી વિ. કલાપૂર્ણ સૂ, મ. અનન્યોપકારી પૂ. ગુરૂદેવ શ્રી આનંદવર્ધન વિ. મ. લેખક મુનિશ્રી આત્મદર્શન વિજય Page #4 -------------------------------------------------------------------------- ________________ Jst.. 82800 JET ચોકી BIEK GUNS IFRS સમર્પણ * જેઓએ પોતાના સારાય પરિવારને ધર્મ-માર્ગે વાળીને સુ-સંસ્કારોથી સજ્જ બનાવ્યું. Jain Education internall * પ્રૌઢ ઉમરમાં પણ સમસ્ત-ગૃહ-સંસારનો ત્યાગ કરીને જેઓએ પ્રવ્રજ્યા – પથ પર પ્રયાણ આદર્યું. સાથે........સાથે........ * સુપુત્ર (મને) સુપુત્રી (સા. શીલદર્શના શ્રી જી) અને સાળી (સા. શમદર્શના શ્રી જી) ને પણ સર્વશ્રેષ્ઠ સંયમ પથ પર પ્રયાણ કરાવ્યું. * આજે પણ જેઓ તપ, જપ, સેવા અને સંયમની સુંદર આરાધના કરી રહ્યા છે... તે અનન્ય ઉપકારી ધર્મ-પિતા ગુરૂદેવશ્રી આનંદવર્ધન વિ.મ. ના પુનિત પાઠારવિંદમાં સાદર સમર્પણ 59 +15_s_fjj બાળ-આત્મદર્શન વિજય Page #5 -------------------------------------------------------------------------- ________________ લેખકની વાત કાળનું પડખું તો બદલતું જ રહ્યું છે- પણ આવકારાએલી વિદેશી વિકૃતિએ તો ભારતીય જન-માનસ ઉપર વાસનાઓ ના હંટર રીતસર ના વીંઝી દીધા છે... જયાં સંતો ને પણ બચવું કંઇક કઠિન બન્યું છે ત્યારે નવી-પેઢી ના સંતાનો આ હંટર માર ને શું જીરવી શકે? ક્યાં છે? આજ ની નવી પેઢી પાસેકાલિદાસ અને ઋષભદાસ ની કવિતા? શ્રી હેમચન્દ્રાચાર્ય અને શંકરાચાર્ય ની વિદ્વત્તા? રાણા પ્રતાપ અને ભગતસિંહ ની શૂરવીરતા? પદ્મિની અને સીતાજી ની શીલવત્તા? ક્યાં છે વસ્તુપાળ અને તેજપાળો? ક્યાં છે વિવેકાનંદો ? ક્યાં છે અરવિંદો? JIO કારણો ક્યાં છે સુભાષચંદ્રો? કયાં છે ચન્દ્રશેખરો? આ બધુંય ઝુંટવી લીધું છે.... પેલી.... વ્યોમ-માર્ગે થી ગુપ્ત રીતે ઉતારી દેવાયેલી ક્તારબંધ ટી.વી. (T.V.) શ્રેણિએ ... વિકૃતિઓના આ પૂર-જોર માં તણાતા બાલુડાઓ ને ઉગારી લેવા કેટલાક સંતો-મહંતો એ સજાગ- સભાન બનીને ઝંપલાવ્યું છે . નવી પેઢી ના ઓક્સિજન ઉપર ચાલતા સંસ્કાર-પ્રાણો ને પુનઃ ધબક્તા કરવા તેમણે કમ્મર કસી છે . જેમાં પોતાની આધ્યાત્મ-સાધના ને દેખીતી રીતે થોડીક ગૌણ પણ કરવી પડી ... સાવ નીચે ના સ્તરે દેશના પધ્ધતિને અપનાવવી પડી . માથે કફન બાંધીને અનેક વિધ નવતર પ્રયોગો દ્વારા તન-મન ની ખેતી પણ કરવી પડી તોય કરી. પ્રસ્તુત સચિત્ર કથા-સાહિત્ય પણ આ જ લક્ષ્યાંક ને સિદ્ધ કરવા પા પા પગલી ભરી રહયું છે જે આજ કાલ ધીમી ગતિએ પણ આગળ ધપી રહેલું દેખાય છે . પૂર્વે આ જ પુસ્તક ની એક આવૃત્તિ (વિના ચિત્રની) છપાઈ ગઈ છે . પ્રસ્તુત આવૃત્તિ ૪૦ પર્સેન્ટ કથા અને કથાસાર શોર્ટકટ કરીને સચિત્ર તૈયાર થઈ છે . | આશા છે.... વાચક ગણ, ચિત્રને સ્પર્શશે . કથા વાંચશે પણ સાથે સાથે તેના બોધ ને તો વાગોળશે . જિનાજ્ઞા વિરૂદ્ધ ક્યાંય લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.... aj થી યોગિ-પાઠ-પમ રેણુઃ મુનિ આત્મદર્શન વિજય વિ. સં. ૨૦૫૨ મદ્રાસ- આરાધના ભવન Page #6 -------------------------------------------------------------------------- ________________ (કમ-દર્શન) ) છે ૧ ૨-૧૪ ૧૫-૧૬ ૧૭- ૧ ૧૯ - ૨૧ ૧. જીવ સહુને વહાલો હોય છે ૨. દારૂનો દારૂણ અંજામ ૩. કર્મ તણી ગતિ એવી ૪. અદ્ભૂત ભ્રાતૃ-સ્નેહ ૫. મહિમા કૃષ્ણ-નરસિંહનો ૬. કૃષ્ણનો ક્રોધ-વિજય ૭. આવી હોયધર્મ-ખુમારી ૮. દિગંબર મતનો આદ્ય પ્રણેતા ૯. ચાણક્ય અને ચંદ્રગુપ્ત ૧૦. પલટાતું રાજકારણ ૧૧. સમૃદ્ધ પ્રાચીન ભારત સ્ત્રી! તારા જ પાપે ૧૩. ભાગીરથી જાનવીનો સંક્ષિપ્ત ઇતિહાસ તીરથની આશાતના નવિ કરીએ ૧૫. દેવ બનવું છે કે દેવાળિયા? ૨૨- ૨૭ ૨૮- ૩૨ ૩૩- ૩૫ ૩૬ - ૩૮ ૩૯-૪૫ ૪૬ - ૪૯ ૫૦-૫૨ ૫૩ – ૫૫ પ્રાપ્તિ સ્થાનમહાવીર જૈન ઉપકરણ ભંડાર ગોપીપુરા, મેઈન રોડ, સુભાષ ચોક સુરત-૩૯૫૦૦૧ આર્ટ વર્ક અને પ્રિન્ટીંગ દ્વારા સંજય સુરાના, દિવાકર પ્રકાશન, એ-૭, આવાગઢ હાઉસ, એમ.જી રોડ, આગરા-૨ દૂરધ્વનિ-૦૫૬૨-૩૫૧૧૬૫,૫૧૭૮૯ Page #7 -------------------------------------------------------------------------- ________________ (૧) જીવ સહુને વહાલો હોય છે... એક વખત મહારાજા શ્રેણિકે સભામાં આવેલા લોકોને પૂછયું-“હમણાં રાજગૃહ નગરમાં મળતી એવી કઈ વસ્તુ છે જે સસ્તી હોય અને સ્વાદમાં સુમધુર હોય?” સહુએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા. છેવટે ક્ષત્રિયોનો વારો આવ્યો, તેમણે કહ્યું- “હમણા સસ્તી અને સ્વાદુ કોઈ વસ્તુ હોય તો તે છે માંસ.” આ સાંભળીને ત્યાં બેઠેલા અભયકુમારે વિચાર્યું, ‘આ લોકો ધિષ્ઠ છે . જો એમને સબક શીખવાડવામાં નહિં આવે તો હિંસક આચાર-વિચારોનો બહોળો ફેલાવો થશે . માટે એવો કો'ક ઉપાય કરવો જોઈએ, જેથી ફરીથી આવું બોલવાનો તે લોકો ખો ભૂલી જાય.' આમ વિચારીને તે જ રાત્રે અભયકુમારે એક પછી એક બધા જ ક્ષત્રિયોના ઘરે જઈને, તેમને કહ્યું- “રાજાના કુંવર બહુ મોટી માંદગીમાં ફસડાઈ પડ્યા છે. વૈદ્યોના મંતવ્ય મુજબ રાજ-પુત્રને જીવાડવાનો એકજ ઉપાય છે. અને તે છે .... બે ટાંક પ્રમાણ મનુષ્યનાં કળેજાનું માંસ’ . હે ક્ષત્રિયો! તમે લોકો રાજાનું અન્ન ખાઓ છો. માટે તમારૂં અનન્ય કર્તવ્ય બની રહે છે કે, રાજાના કુંવરને કોઈ પણ ભોગે બચાવવા . અને હા .... તમારું કાળજું લીધા બાદ તમારી પાછળ તમારા કુટુંબની આજીવિકા સુખેથી ચાલે, તે માટે એક હજાર સોનામહોરોની થેલી (કાળજાના બદલામાં) તમને રાજ્ય તરફથી ભેટ આપવામાં આવશે. જેથી તમારી પાછળ તમને કુટુંબની ચિંતા ન રહે.” આ સાંભળીને એક ક્ષત્રિયે હાથ જોડીને ગ...ગત્ સ્વરે અભયકુમારને કહ્યું-“ભાઈસા'બ! ... મારી પોતાની એક હજાર સોનામહોરો આપને હું અર્પણ કરું છું. આપ અહિથી પધારો અને અન્ય ક્ષત્રિયોને ત્યાં જઈને કળેજાની માંગણી કરો . મને જીવન-દાન આપો.” અભયકુમારે તેની હજાર સોનામહોરો લઈને ત્યાંથી ચાલતી પકડી અને પહોંચ્યા અન્ય ક્ષત્રિયોને ત્યાં બધા ક્ષત્રિયોએ એક જ વાત કરી કે “અમારી હજાર સોનામહોરો લઈ જાવ, પણ અમને જીવતા છોડો. કળજું કોઈ બીજાની પાસેથી ગ્રહણ કરજો .” આ પ્રમાણે અભયકુમારે દરેક ક્ષત્રિયોના ઘરમાં જઈ ને કુલ એક લાખ સોનામહોરો ભેગી કરી, પણ કોઈએ પોતાના કાળજાનું માંસ આપ્યું નહિં. બીજે દિવસે સવારે રાજ્ય સભામાં અભયકુમારે લાખ સોનામહોરોનો ઢગલો કર્યો. અને ક્ષત્રિયોને ઉદ્દેશીને કહ્યું‘‘ગઈકાલે તમે લોકોએ આ સભામાં સૌથી સસ્તી વસ્તુ ‘માંસ’ ને ગણાવી હતી. પરંતુ, આ એક લાખ સોનામહોરોના બદલામાં બે ટાંક (એક નાનકડું જુનું માપ) જેટલું પણ માંસ મળી શક્યું નહિં. બોલો હવે, માંસ મોંધુ કે સોધુ?” બધા જ ક્ષત્રિયો લજ્જિત થઈને નીચે જોઈ રહ્યા!! અભયકુમારે બધાને ધમકાવીને હવે પછી કયારેય પણ માંસ-ભોજન નહિ કરવાની પ્રતિજ્ઞા કરાવી . જો, લાખ સોનામહોરોના બદલામાં પણ પોતાનું માંસ આપવાનું પાલવે તેમ ન હોય તો, નિર્દયતા સાથે ક્તલ ચલાવીને લવાયેલા બીજા જીવનાં અંગોને આરોગવાનું કે તેવા ધંધા કરવાનું કેમ પાલવે ? યાદ રહે ઃ જીવ સહુને વહાલો હોય છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ Se999999999999 DODOCOLOCOCO00000 ©) (છો ઓ ! નોનવેજીઓ !! મોઢામાં પડેલું એક નાનકડું ચાંદુ પણ રાડ પડાવી હેતું હોય ... કે કાંટો નીકળી ગયા પછી, તેનો મૂઢ માર (ઘા) પણ સહન થઈ શકતો ન હોય , તો કૂરતાથી કતલ ચલાવાયેલા પ્રાણી-માંસને આરોગીને ઉના લ્હાય જેવા નીકળેલા તે પ્રાણીઓનાં નીસાસા... અને સીસકારા ... જીવનને શું ખરેખર ! સુખી કરી શકશે ખરા ....? | વિચારજો ....... !! ભાવી તો ભયંકર છેજ, પણ વર્તમાનનું જીવન પણ આરોગ્ય માટે ભારે જોખમમાં મૂકી રહ્યા જિહ્વાને ધિક્કાર............પરના પ્રાણ હરાવતી બુદ્ધિને ધિક્કાર..............હિંસક કામ કરાવતી શરીરને ધિક્કાર..............પ્રાણીના અવયવ જમે ચક્ષુને ધિક્કાર ............... માંસાહાર જોવો ગમે. For Private Pagesonal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ (૨) દારૂનો દારૂણ અંજામ કોણ અજાણ હશે ! દારૂની પ્યાલીથી સર્જાતી પાયમાલી થી......? પ્રાચીન કાળમાં પણ શ્રીકૃષ્ણના જ ઘરમાં દારૂએ કેવો દારૂણ અંજામ સર્જયો તેની રોમાંચક સત્ય ઘટના આપણને કાનમાં ઘણું ..... ઘણું.... કહી જશે. કૃષ્ણની નગરી દ્વારકા એટલે સ્વર્ગની જાણે ‘અમરાપુરી’ . કહેવાય છે કે ૧૨ યોજન (૪૮ ગાઉ) ના વિસ્તારવાળી દેવનિર્મિત આ દ્વારકાની ચોતરફ ચાંદીનો ગઢ હતો . અને એના ઉપર રહેલા સોનાના કાંગરા “મેરૂ” શા શોભતા હતા . એક વખત નેમિ પ્રભુનું દ્વારકામાં પદાર્પણ થતાં દેશના સાંભળવા ગયેલા શ્રી કૃષ્ણ પ્રભુને પ્રશ્ન કર્યો-“પ્રભો ! દ્વારકા નગરીનો, સારાય યદુવંશનો અને મારો અંત શી રીતે આવશે ?'' | શ્રી નેમિનાથે ઉત્તર આપ્યો-‘‘હે કૃષ્ણ ! દ્વારકા સહિત સારાય યદુવંશનો નાશ કરીને દેવ થયેલા દ્વૈપાયન નામના ઋષિ દ્વારા અગ્નિ વડે થશે. અને તારૂં મૃત્યુ તારા જ ભાઈ જરાકુમારના હાથે થશે.'' વસુદેવને ત્રણ રાણીઓથી ઉત્પન્ન થયેલા ત્રણ કુમારો હતા. દેવકીથી કૃષ્ણ, રોહિણીથી બળરામ અને જરારાણીથી જરાકુમાર , વસુદેવને બીજી પણ ઘણી રાણીઓ હતી. વળી, શંખ-પદ્યુમ્ન વગેરે સાડા ત્રણ કરોડ યદુવંશીય રાજકુમારો અને બીજા કરોડો યદુજનોથી પરિવરેલા બળરામ અને કૃષ્ણ પરસ્પર અત્યંત સ્નેહ અને સંપથી રહેતા હતા. મારા હાથે યદુવંશના આધાર સમા બંધુ શ્રી કૃષ્ણનું મૃત્યુન થાઓ' આમ વિચારીને ધનુષ્ય-બાણ લઈને જરાકુમાર વનમાં જઈને રહેવા લાગ્યો. દ્વૈપાયન ઋષિ પણ પોતાનાથી થનાર ‘દ્વારકા અને યદુવંશનો નાશ’ પ્રભુના મુખેથી સાંભળીને દ્વારકાની બહાર જંગલમાં તપ તપવા લાગ્યો, કારણ કે દ્વારકા અને યાદવો પ્રત્યે તેને સ્નેહ હોવાથી સ્વ-હસ્તે તેનો નાશ તેને ઈષ્ટ ન હતો. શ્રી કૃષ્ણ પણ નેમિ- પ્રભુને નમસ્કાર કરી દ્વારકામાં પ્રવેશ કર્યો અને સારી નગરીમાં આ પ્રમાણે ઉદ્ઘોષણા કરાવી-‘પ્રભુ નેમિનાથના વચન અનુસાર મદિરાથી ઉન્મત્ત બનેલા યદુકુમારો દ્વારા ભારે અપમાનિત કરાયેલા કૈપાયન ઋષિ વડે આ S n Education International For p e rsonal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ નગરીને મરણાન્ત ઉપસર્ગ થનાર છે . તેથી પાસે રહેલા પર્વતની નજીકના કદંબવનમાં કાદંબરી ગુફાની અંદર રહેલા મોટા શિલાકુંડોમાં મદિરા વગેરે બધા જ પ્રકારના માદક પીણાનો ત્યાગ કરવો . પરંતુ કોઈએ પણ તેનું પાન કરવું નહિ”’ આ સાંભળીને સર્વ નગરલોકોએ દારૂનો બધો જથ્થો નગર બહાર રહેલા તે કુંડોની અંદર ઠાલવી દીધો . હવે છ મહિના બાદ અનેક વૃક્ષોનાં સમૂહમાંથી ખરતા પુષ્પોના સંગથી કુંડમાં રહેલી બધી મદિરા પકવ રસવાળી બની ગઈ. એક વખતે શાંબ (કુમાર) નો શિકારી ફરતો ફરતો તે જંગલમાં આવી ચડયો અને તૃષાથી પીડિત થયેલા તેણે કુંડસ્થિત તે મદિરાને પીધી . અને તેનાં મધુર સ્વાદથી ખુરા થયેલા તેણે મશકમાં તે મદિરા ભરીને શાંખને આપી . ‘‘અત્યંત રોચક આ મદિરા તું ક્યાંથી લાવ્યો ?’’ શાંબના આ પ્રનના જવાબમાં તે શિકારીએ કાદંબરીનાં કુંડમાંથી ગ્રહણ કર્યાનું જણાવ્યું . સ્વચ્છંદી એવા અનેક યદુ કુમારોની સાથે શાંખે બીજા દિવસે કાદંબરી ગુફામાં જઈને ઘણા સમય પછી મળેલી મદિરાને તૃપ્તિ ન થઈ ત્યાં સુધી પીધે જ રાખી . ત્યારબાદ ગાંડાની જેમ ઉન્મત્ત બનેલા તેઓ પર્વત ઉપર ચડીને ક્રીડા કરવા લાગ્યા . તેટલામાં જ ધ્યાનસ્થ દ્વૈપાયન ઋષિને તેમણે જોયા . જોતાની સાથે જ, ‹ આ જ આપણી નગરીનો ઘાતક બનવાનો છે. પણ તે ઘાતક બને તે પહેલા આપણે જ તેનો ઘાત કરી નાંખીએ, જેથી દ્વારકા-નાશનો સવાલ જ ન રહે.’’ –એમ વિચારીને અપમાન કરવા સહિત તેને હાથ-પગ લાકડી અને મુક્કાઓ વડે માર-પીટ કરવાની શરૂઆત કરી. છેવટે અધમૂઓ કરીને તે જોગીને જમીન ઉપર પટકી દીધો . કોઈ ચર પુરૂષે કુમારોના આ પરાક્રમના સમાચાર શ્રી કૃષ્ણને આપ્યા. તે સાંભળાતાની સાથે જ દુઃખી થયેલા કૃષ્ણ, બળરામની સાથે દ્વૈપાયન પાસે દોડી આવ્યા અને તેના કોપની ઉપરશાંતિ માટે મીઠા વચનો વડે ક્ષમા માંગતા કહ્યું - ‘“હે મહર્ષિ !! મદ્યથી ઉન્મત્ત બનેલા અવિવેકી અને અજ્ઞાની એવા મારા પુત્રોએ આપનો જે અપરાધ કર્યો છે તેની અમે ક્ષમા માંગીએ છીએ. કૃપા કરીને ક્ષમા કરો.’’ આમ કહેવા છતા પણ અશાંત અને અમાપ ક્રોધવાળા દ્વૈપાયને કહ્યું-‘‘અરે, કૃષ્ણ ! તારા મધુર વચનો વડે કરીને હવે સર્યું. તમને બન્નેને છોડીને નગરજનો સહિત નગરીને બાળી નાંખવાનો મેં સંકલ્પ (નિયાણું) રેલ છે અને તેમાં ફેરકાર કરાવવાની તાકાત કોઈનામાં નથી. ચાલ્યા જાવ અહિથી ..., આગ લાગે ત્યારે કુવો ખોદવાની ખાલિશ ૪ Page #11 -------------------------------------------------------------------------- ________________ ચેષ્ટા મૂકી દો.’ બળદેવે પણ શ્રી કૃષ્ણને સમજાવતા કહ્યું કે- ભાઈ ! જિન વચનને અન્યથા કરવાની તાકાત કોઈમાં પણ નથી. આ જોગીને સમજાવવા કરતાં આપણા સ્થાને જ પાછા ફરો.’’ શોકથી વ્યાકુળ બનેલા બન્ને સ્વસ્થાને પાછા ફર્યા. બીજે દિવસે કૃષ્ણ નગરમાંકૈપાયનના નિદાનની ઉદ્ઘોષણા કરાવી. અને ધર્મમાં વિશેષતઃ તત્પર રહેવા કહ્યું. એક વખત ગિરનાર પર્વત ઉપર શ્રી નેમિપ્રભુ પધાર્યા. મોહહર અને મનોહર દેશના સાંભળીને શાંબ- પ્રદ્યુમ્ન વગેરે અનેક કુમારોએ અને રુકિમણી વગેરે યવંશની અનેક સ્ત્રીઓએ પ્રભુ પાસે પ્રવજ્યા ગ્રહણ કરી અને ઉભયલોકનાં દુઃખો તથા દુરિતોથી મુક્ત બન્યા. તે વખતે ઉભા થઈને અંજલી જોડીને શ્રી કૃષ્ણ પ્રભુને પૂછયું- “પ્રભો ! કેટલા સમય બાદ કૈપાયન દ્વારા દ્વારકાને ઉપદ્રવ થશે ?’’ ‘‘દ્વૈપાયન બાર વર્ષ બાદ દ્વારકાને બાળશે’’ - ‘‘આટલું કહીને પ્રભુએ અન્યત્ર વિહાર લંબાવ્યો. શ્રી કૃષ્ણ દ્વારકામાં આવીને ફરીથી ઉદઘોષણા કરાવી અને દયા-દાન-બ્રહ્મચર્ય અચૌર્ય તથા આયંબિલનો તપ વગેરે અનષ્ઠા નોમાં વિશેષ ઉદ્યમ કરવાનું જણાવ્યું. લોકો પણ સાવધાન થઈને દેવ- પૂજા, આયંબિલનો તપ વગેરે ધર્મારાધનામાં વિશેષતઃ તત્પર રહેવા લાગ્યા. દ્વૈપાયન પણ સંકલ્પપૂર્વક મરીને અગ્નિકુમાર દેવ થયો. પૂર્વભવનાં વૈરને સંભારીને તે દ્વારકામાં આવ્યો. પરંતુ નગરજનોની વિશેષ ધર્મારાધના સામે તેની શક્તિ કારગત નીવડી શકે તેમ ન હતી. તેથી, હંમેશા છિદ્રોને જોતો તે એટલામાં ફરતો રહેતો હતો. આ બાજુ, “ તપના પ્રભાવથી કૈપાયન નાસી ગયો છે’’ એમ વિચારીને ૧૨ વર્ષ પૂરા થતા લોકોએ તપો તપવાનું છોડી દઈને પૂર્વની જેમ જ મદ્ય-માંસનું સેવન કરવાનું ચાલુ કર્યું તથા ધર્મ નિરપેક્ષ અને સ્વચ્છંદ રીતે જીવન જીવવાનું શરૂ કર્યું. દ્વૈપાયન પણ આ છિદ્રને પામીને ખૂબ ખુશ થયો. તે વખતે દ્વારકા નગરીમાં નાશને સુચવતાં કેટલાક અશુભ ઉત્પાતો થવા લાગ્યા. બળરામ અને કૃષ્ણનાં હળ અને ચક વગેરે રત્નોનો નાશ થયો. ત્યારબાદ કૈપાયન દેવે સંવર્ત-વાયુ વિકુર્તી લાકડા, પાંદડા, ઘાસ વગેરે દ્વારા આખી નગરીને ભરી દીધી. અનેક પ્રકારના ઉત્પાતો થતા જોઈને આખાય નગરમાં હાહાકાર મચી ગયો. .. સર્વને ગરીનો નાશ. હવે હાથમાં જ દેખાવા લાગ્યો. ભયભીત બનેલા નગરજનો દ્વારકા છોડીને નાસી જે લાગ્યા. પરંતુ પાયને મહાવાયુ વડે આઠેય દિશાઓમાંથી પલાયન થતા લોકોને ઉપાડી ઉપાડીને નગરની અંદર પૂરી દીધા. નગર દ્વારો બંધ કરીને નગરની અંદર રહેલ અને નગરની બહાર રહેલ કરોડો યાદવોને એકઠા કરીને પાયને અગ્નિ પેટાવ્યો. ચારેય બાજુ આગ સળગી ઉઠી. આગ બુઝાઈ ન જાય તે માટે તે સુરાધમ દ્વૈપાયન વૃક્ષો અને વેલડીને અંદર નાંખતો ગયો. એક બીજાને જોઈ પણ ન શકાય તેવા ધૂમાડાના ગોટાઓથી આખું નગર વ્યાપ્ત બની ગયું. આંધળાની જેમ એક ડગલું પણ ખસી શક્વા માટે લોકો શક્તિમાન ન થઈ શક્યા. બાળકોના ચિત્કારો, યુવાનોની બૂમો, સ્ત્રીઓની ચીસો અને વૃદ્ધોના આક્રન્દથી વાતાવરણ અત્યંત ગમગીન કરૂણાસ્પદ બની ગયું... એક બીજાને વળગી પડેલા અસહાય પીરજનો અગ્નિનો કોળીઓ થવા લાગ્યા... સ્વર્ણ અને મણિથી સુશોભિત મહેલાતો ભસ્મસાત્ થવા લાગી. ઊંચી હવેલીઓની છતો અને ભીતો જમીનદોસ્ત થતી તૂટવા લાગી ... કકડભૂસ થતી તોતિંગ ઈમારતોના અને ભડકે બળતી અગ્નિ-જવાળાઓનાં બ્રહ્માંડ ફૂટે તેવા ભયંકર અવાજોથી આકાશ પાતાળ જાણે કે એક થવા લાગ્યા. શસ્ત્રાગારો ભસ્માગારોમાં ટ્રાન્સફર થવા લાગ્યા.... ખુદ માલિકો જ જયારે અસહાય બનીને આગશરણ થવા લાગ્યા ત્યારે પશુઓની તો વાત જ શી કરવી ? મસ મોટા હાથી અને ઘોડાઓ સહિતની હસ્તિશાળાઓ અને અશ્વશાળાઓ પણ કીકીયારીઓથી ભયાનક બનેલી, ક્ષણમાં જ ભસ્મસાત્ થવા લાગી. પલકારામાં જ વિનાશનો ઉદધિ જાણે હિલોડે ચડ્યો હતો. . સારીય દ્વારકાને અગ્નિજવાળાઓથી લપેટાઈ ગયેલી જોઈને અત્યંત વ્યાકુળ બનેલા કૃષ્ણ અને બળરામ તુરત જ પિતા વસુદેવ અને માતા દેવકી તથા રોહિણીને મહેલમાંથી બહાર કાઢીને રથ ઉપર બેસાડ્યા અને નગરી બહાર તેઓને લઈ જવા રથને હાંકવા માટે શરૂઆત કરી પણ દ્વૈપાયને ખંભિત કરેલા ઘોડાઓ ત્યાંથી એક ડગલુ પણ આગળ ભરવા માટે સમર્થ ન થયા, ત્યારે બળરામ અને કૃષ્ણ સ્વયં તે ઘોડાઓને સ્થાને ગોઠવાઈ જઈને રથને ખેંચવા લાગ્યા. યુદ્ધની અંદર અર્જુનના સાત ઘોડાના રથના સફળ સારથિ કુણને સ્વયં અશ્વના સ્થાને જોઈંટ થવું પડ્યું .... સમયની કેવી બલિહારી !!! | ‘ઓ રામ ! ઓ કેશવ !! ઓ મહાપરાક્રમી ! ઓ યાદવેશ્વર ! આ આગના ઉપદ્રવથી અમને બચાવો, બચાવો, અમારું રક્ષણ કરો' આ પ્રમાણે નગરજનોનાં કરૂણ આક્રબ્દોને સાંભળતા દીનતાને પામેલા બળરામ અને કૃષ્ણ, માતા-પિતાનાં Page #12 -------------------------------------------------------------------------- ________________ 19 *9* Page #13 -------------------------------------------------------------------------- ________________ રથને ખેંચતા ખેચતા નગરના મુખ્ય દ્વાર પાસે આવી પહોંચ્યા અને દ્વૈપાયને બંધ કરેલા તે દરવાજાને પગના પ્રહારથી તોડીને રથને બહાર લાવવા પ્રયત્ન કરે છે, તો પણ કાદવમાં ખેંચી ગયેલા રથની જેમ તે રથ બહાર નીકળી શક્યો નહિં. ત્યારે આકાશસ્થ કૈપાયન બોલ્યો-“તમારા બે સિવાય હું કોઈને ય જીવતા નહિં છોડું -આ મેં કરેલી પૂર્વકથિત પ્રતિજ્ઞાને તમે ભૂલી ગયા? માતા-પિતાના મોહમાં કરેલો આ તમારો પ્રયત્ન વ્યર્થ છે.''- આ સાંભળીને અતિવ્યાકુળ બનેલા બળ અને કૃષ્ણને માતા-પિતાએ સ્નેહપૂર્વક કહ્યું- “વત્સ ! તમે હવે જાવ. તમારો માર્ગ કલ્યાણકારી નિર્વિદન બનો. તમે જીવતા હશો તો ફરીને પણ આ યદુકુળનો ઉદય થશે, અમને બચાવવામાં હવે તમે સફળ નહિં થાઓ.’’ આમ કહીને વસુદેવ, દેવકી અને (બળરામની માતા) રોહિણી ત્રણેયે અનશનપૂર્વક નેમિપ્રભુનું શરણ સ્વીકાર્યું. થોડી જ વારમાં કૈપાયન દેવે તેમના ઉપર અગ્નિનો વરસાદ વરસાવ્યો, ત્રણેય નમસ્કાર મહામંત્ર સ્મરણ કરતા મરીને દેવલોકમાં દેવ થયા. જેના હૃદયમાં સંતાપનો પાર નથી એવા બળરામ અને કૃષ્ણ કરૂણ રીતે રડતા નગરીની બહાર જઈને કોઈ જીર્ણ ઉદ્યાનમાં સૂનમૂન બનીને બળતી દ્વારકાને જોવા લાગ્યા. પશુઓનાં અને મનુષ્યોનાં પોકારો અને કોલાહલોથી વ્યાપ્ત બનેલી નગરીને માર- માર કરતી અગ્નિ જ્વાળાઓ ભરખી રહી હતી. અનરાધાર વહેતી આંખોથી આ અતિ કરૂણ દશ્ય જોઈને ખળ-કૃષ્ણ વિચારવા લાગ્યા: ‘પાણીના પરપોટા જેવું કેવું ક્ષણભંગુર આ જીવન ! મેઘ ધનુષ્યના રંગો જેવી કેવી અસ્થિર-ચંચલ લક્ષ્મી ! સ્વજન-વર્ગનો સંગમ પણ કેવો સ્વપ્નનું ક્ષણજીવી.'' સોનાના કાંગરા પણ કોયલા જેવા કાળા મેંશ બની ગયા. રૂપાનો ગઢ પણ રાખના ઢગમાં ફેરવાઈ ગયો. કેવું બળવાન ભાવિ ! ત્રણ ખંડને જીતનારા મહાબળવાન પણ અમે બળતી દ્વારકાને શાંત ન કરી શક્યા ! રે ! મા-બાપને પણ ન બચાવી શક્યા ! જિનેશ્વર ભગવંતોનું વચન કેવું અમોઘ ! અકાટ્ય !! ‘‘બંધુ ! અસહાય બનેલા આપણે હવે ક્યાં જશું?’’ કૃષ્ણ બળદેવને પૂછ્યું. બળરામે કહ્યું- ‘દક્ષિણ સમુદ્ર તટે રહેલી પાંડુમથુરા નામની પાંડવોની નગરી તરફ આપણે જઈએ.’’ બન્નેએ તે તરફ જવા પ્રયાણ કર્યું. આ બાજુ બળતી દ્વારકા નગરીમાં બળરામનો પુત્ર કુબ્નવારક પોતાના મહેલની અગાશી ઉપર ચડીને ઊંચેથી બોલવા લાગ્યો-‘આ જ ભવે મુક્તિને વરનારો છું. એ પ્રમાણે શ્રી નેમિપ્રભુએ મને કહેલું હતું. જો આ વાત સત્ય હોય તો હું અગ્નિમાં શી રીતે બળું?'' - આ પ્રમાણે બોલતા તેને જલંક દેવોએ ઉચકીને પ્રલય દેશમાં રહેલા નેમિનાથ ભગવાન પાસે મુકી દીધો અને તેણે પ્રવજ્યા ગ્રહણ કરી. બળરામ-કૃષ્ણ અને યદુઓની સ્ત્રીઓ નગરદાહ થતાં અનશન સ્વીકારીને સ્વર્ગગામી બની. કરોડો યાદવોને દ્વૈપાયન દેવે સળગાવી નાંખ્યા. આ પ્રચંડ આગે છ મહિના સુધીમાં સંપૂર્ણ નગરીને નામશેષ કરી નાંખી, ત્યાર પછી દુષ્ટ દ્વૈપાયને સમુદ્રના પાણી વડે દ્વારકાને ડુબાડી દીધી. કેવો ભયંકર વિનાશ વેરાયો .... ! સાવધાન ! દારૂના દૈત્યને આજે જ સળગાવી દો-નહિંતર એ તમને સળગાવી દેતાં વાર નહિં લગાડે. જો, દ્વારકા દાહના મૂળમાં હતો કૈપાયનનો રોષ, તો તે રોષના મૂળમાં હતો શાંબ પ્રદ્યુમ્ન વગેરે કુમારોએ ભાન ભૂલા બનીને ઢીંચેલો દારૂનો ડોઝ, દુષ્ટ કોણ ? તૈપાયન કે દારૂ ? દ્વૈપાયનને દુષ્ટ બનાવનાર શાંબ વગેરે કુમારોની મારપીટ હતી. તો મારપીટમાં કારણ બની ગઈ નશાની પ્યાલી, સાચે જ, આ નશાની પ્યાલીએ ભલભલા નસીબદારોની અને રાજા-મહારાજાઓની લાલીને પણ સરિઆમ ફિકકી કરી નાંખી છે.... બંગલાવાળાઓને તેણે બેઘર બનાવ્યા છે... આબરૂદાર નબીરાઓને બેઆબરૂ બનાવ્યા છે.. અલમસ્ત નિરોગી કાયાને તેણે બિચારી-રાંકડી રોગિષ્ટ બનાવી છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ (૩) કર્મ તણી ગતિ એવી.... દ્વારકા નાશ બાદ જંગલમાં એકલા અસહાય ચાલી નીકળેલા બળરામ અને કૃષ્ણ કેમેય કરીને હસ્તિકલ્પ નગર પાસે આવી પહોંચ્યા. કૃષ્ણ બળરામને કહ્યું- ‘ભાઈ ! મને ખૂબ જ ભૂખ લાગી છે હવે એક પગલું પણ આગળ ચાલી શકાય તેમ નથી.’ બળરામે કહ્યું -“બધુ ! આ નગરમાંથી હમણા જ હું ભોજન ખરીદીને આવું છું ત્યાં સુધી તું અહિં જ રહેજે.'' બળરામે નગરમાં જઈને આંગળીમાં પહેરેલી વીંટી કંદોઈને આપીને બદલામાં સુંદર ભોજન ખરીધું અને હાથમાં પહેરેલા કડાને ભાંગીને મદિરા ખરીદીને નગર બહાર કોઈ ઉદ્યાનમાં બન્નેએ ભોજનાદિ ક્યું. ત્યારબાદ દક્ષિણ દિશા તરફ કૃષ્ણ- બળરામ ચાલ્યા. સુરાપાન અને લવણ સહિતનું ભોજન કરવાથી કૃષ્ણ અત્યંત તૃષાતુર થયા અને બળરામને વાત જણાવી. પુણ્ય પરવારે ત્યારે .... ત્રણ ખંડના અધિપતિને પણ ભૂખ્યા રિબાવવું પડે ... તરસ્યા મરવું પડે ... કો‘ક કંદોઈની દુકાને હાથ લાંબો કરવો પડે છે. | ઉનાળાની ભયંકર ગરમી અને તરસથી અત્યંત અશક્ત બની ગયેલા શ્રી કૃષ્ણને બળરામે કહ્યું – “કૃષ્ણ ! તારા માટે હું અત્યારે જ પાણીની ખોજમાં જઉં છું. જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી સાવધાન થઈને વૃક્ષની છાયા નીચે વિસામો લે જે.’ આમ કહીને બળરામ પાણીની શોધમાં ચાલ્યા. કૌશાંબવનની અંદર કોઈ વૃક્ષની છાયા નીચે માત્ર પીતાંબરી પહેરેલ કૃષ્ણ, પગ ઉપર પગ ચઢાવીને સૂઈ ગયા. અત્યંત પરિશ્રમ અને થાકથી તૃષાતુર કૃષ્ણને ક્ષણવારમાં જ ગાઢ નિદ્રા આવી ગઈ. આ બાજુ પાણીની શોધમાં ગયેલા બળરામ આકાશ સામું જોઈને વનદેવતાને સંબોધવા લાગ્યા. ‘ઓ વનદેવી ! મારા પ્રાણપ્રિય બંધુ અને વિશ્વવલ્લભ કૃષ્ણનું તમે રક્ષણ કરજો. એ બાળ તમારે શરણે છે. માતા બનીને તમે એની સંભાળ કરજો.’ આમ વારંવાર આકાશ સામું અને કૃષ્ણની દિશા તરફ જોતા બળરામ પાણીની ખોજમાં આગળ વધ્યા. - - Page #15 -------------------------------------------------------------------------- ________________ આ બાજુ શ્રી નેમિપ્રભુ પાસે પોતાના હાથે કૃષ્ણનું મૃત્યુ થવાનું સાંભળીને બાર વર્ષથી જંગલમાં ભટકતા વ્યાઘ્રચર્મને ધારણ કરતા જરાકુમાર ફરતાં ફરતાં ત્યાં આવી ચડ્યા. અને દૂરથી પગ ઉપર પગ ચડાવેલી સુકોમળ પગની પાનીને મૃગલો સમજીને તે તરફ તાકીને બાણ છોડયું. સનનનન...... કરતું બાણ કૃષ્ણની પગની પાનીને આરપાર વીધી ગયું. એક્દમ ઉઠીને કૃષ્ણ બોલવા લાગ્યા- ‘રે... નિરપરાધી એવા મને કોણે માર્યો ? આજ સુધીમાં કોઈએ પણ આ રીતે બે-ખબર મારી સાથે છેતરપીંડી કરી નથી’’ દૂર રહેલા જરાકુમારને (નહિં ઓળખતાં) સંબોધીને કહ્યું- ‘“રે....તું કોણ છે ? તારૂં નામ અને ગોત્ર તો બતાવ....!’’ દૂરસ્થ જરાકુમાર પણ વનની ઝાડીમાંથી બહાર નીકળીને બોલવા લાગ્યો-‘‘પિતા વસુદેવ, માતા જરા અને કૃષ્ણબલરામનો હું સગો ભાઈ છું. શ્રી નેમિનાથના વચનો સાંભળીને કૃષ્ણ-રક્ષા માટે બાર વર્ષથી આ વનમાં રહેતાં આજ સુધીમાં કોઈ મનુષ્યને મે જોયો નથી.... ઓ શુભમતિ સજ્જન ! તું કોણ છે ? ક્યાંથી આવ્યો છે ? તે કહીશ ?’’ ત્યારે કૃષ્ણે કહ્યું- ‘“આવ આવ ભાઈ ! તે જ હું તારો બંધુ કૃષ્ણ છું. જેની રક્ષા માટે થઈને તું બાર વર્ષ સુધી આ વનમાં રાન-રાન રખડે છે. આ સાંભળી અત્યંત સંભ્રાત થયેલો જરાકુમાર એકદમ કૃષ્ણની નજદિક આવ્યો અને ખરેખર ! કૃષ્ણને જોતાં જ જાણે હૃદય પર વજ્રાઘાત થયો હોય તેમ ધરણી પર ઢળી પડયો. કોઈપણ રીતે ચૈતન્ય પામેલો જરાકુમાર ઉઠીને કરૂણ આકન્દ કરતો બોલવા લાગ્યો-‘“કૃષ્ણ ! તું અહિં ક્યાંથી ? શું ખરેખર દ્વૈપાયને યદુઓ સહિત દ્વારકાને બાળી નાંખી ? શું નેમિપ્રભુની વાણી સર્વથા સત્ય નીવડી ?’' કૃષ્ણે પણ સાદ્યન્ત દ્વારકા દાહનો વૃતાંત કહી સંભળાવ્યો- જરાકુમાર ! આજ સુધી મારી રક્ષા માટે કરેલો તારો પ્રયત્ન નિષ્ફળ ગયો છે. પ્રભુએ કહ્યું તે જ પ્રમાણે બધું સિદ્ધ થયું છે.’ 44 હૃદયદ્રાવક દ્વારકા-દાહનો વૃતાંત સાંભળીને શોકાગ્નિથી અત્યંત સંતપ્ત જરાકુમાર પોક મૂકીને રડવા લાગ્યો-“હાય ! હાય !... અતિથી તરીકે આવેલા સગાભાઈનું આતિથ્ય મેં મૃત્યુની ભેટ આપવા દ્વારા કર્યું ? હવે હું ક્યાં જાઉં? ક્યાં મને Page #16 -------------------------------------------------------------------------- ________________ શાંતિ મળશે ? અરે . આ દસ્કૃત્ય માટે તો મને નરક પણ ઓછી પડશે. રે ... નરકથી પણ અધિક દુઃખનો અનુભવ તો હું અત્યારે જ કરી રહ્યો છું. ઓ વિધાતા ! આ ભાતુ હત્યારાને હજુ તેં જીવતો કેમ રાખ્યો છે ? કરૂણા કરીને મારા પ્રાણોને લઈ લે ! ઓ પૃથ્વી ! આ પાપીને તું સમાવી લે. અરરરરર... આ ભાતૃહત્યાની વાત નેમિપ્રભુએ કરી ત્યારે જ હું મૃત્યુ પામ્યો હોત તો ? આ ભાતૃહત્યાના મહાપાપથી જરૂર બચી શક્યો હોત ! - આમ વૃક્ષની પ્રત્યેક શાખાઓને, પશુઓને અને પક્ષીઓને રડાવતા, સ્વયં આકન્દ કરતા ઝૂરતા જરાકુમારને કૃષ્ણ કહ્યું‘‘બાંધવ! તું ખેદ છોડી દે. ભવિતવ્યતામાં ફેરફાર કરવાની તાકાત ખુદ દેવો- દેવેન્દ્રો અને દેવાધિદેવોમાં પણ નથી હોતી. હવે તું અહિંથી જલ્દી જતો રહે. નહિંતર બળરામ તારા રાઈ રાઈ જેટલા ટુકડા કરી નાંખશે. આ કૌસ્તુભ ( બાણ-ભાથા) નું ચિહ્ન લઈને આપણી તરફ અત્યંત સ્નેહાળ એવા પાંડવોની પાસે પહોંચીને અમારા તરફથી થયેલા અપરાધોની ક્ષમા યાચના સાથે દ્વારકાનો સર્વ વૃતાંત કહી સંભળાવજે. જા બંધુ ! કરોડો યાદવોમાંથી એક જ તું બચ્યો છે. ઉધે પગલે જજે, જેથી બળરામને કોઈ મનુષ્ય આવ્યાની ગંધ સુદ્ધાં ન આવે.' આ પ્રમાણે કૃષ્ણથી વારંવાર પ્રેરણા કરાયેલ જરાકુમારે હિબકાં ભરતા ભરતાં કૃષ્ણના પગમાંથી તીર ખેંચી કાઢ્યું અને કૌસ્તુભ લઈને વિપરીત પગલે વારંવાર કૃષ્ણ તરફ જોતો પાંડવોની પાંડુ - મથુરા નગરીની દિશા તરફ જવા રવાના થયો. - હવે બાણના ઘાતથી અત્યંત પીડિત થયેલા કૃષ્ણ ઉત્તરાભિમુખ રહીને હાથ જોડીને અરિહંતાદિ ચારનું શરણું સ્વીકારવા પૂર્વક સૌ પ્રથમ નેમિનાથ ભગવાનને નમસ્કાર કર્યા. ત્યારબાદ તૃણની શય્યા ઉપર રહેલા શ્રી કૃષ્ણ શાંબ-પ્રદ્યુમ્ન અને રુકિમણી વગેરે પ્રવૃજિત થયેલા મહાત્માઓની અનુમોદના સાથે સ્વદુતની ગહ કરવા લાગ્યા. આ પ્રમાણે શુભ અધ્યવસાયોમાં રહેલા શ્રી કૃષ્ણને પીડાના અતિરેક સાથે વાયુનો પ્રકોપ વધવા લાગ્યો અને શુભ દયાનમાંથી અશુભ (રીદ્ર) ધ્યાન તરફ એકાએક વળાંક લીધો. દ્વારકાની ઋદ્ધિ-સમૃદ્ધિ, દ્વારકાનો દાહ અને પાયન- આ બધું માનસપટ ઉપર ઉભરાવા લાગ્યું-“મારા સર્વનાશનું મૂળ છે.... -દ્વૈપાયન, જેણે મારી આવી દુર્દશા કરી. ના... આજ સુધીમાં પૂર્વે ક્યારેય કોઈ મનુષ્ય કે દેવ સુદ્ધાં પણ મારો કરે છે GOGહજી Page #17 -------------------------------------------------------------------------- ________________ પરાભવ કરી શક્યા નથી. હમણાં જો તે દુષ્ટ દ્વૈપાયન મારી પાસે આવે તો તેના પેટને ચીરીને તેમાંથી દ્વારકા નગરીની બધી સમૃદ્ધિને બહાર કાઢીને જ રહું.’’ આમ તીવ્ર રૌદ્ર ધ્યાનના અભ્યાસથી હજાર વર્ષનું આયુ પૂર્ણ કરીને કૃષ્ણનો આત્મા ત્રીજી નરકની વાટે ચાલી નીકળ્યો. * મહાયુદ્ધોની અંદર એકલપંડે અનેકોને હંફાવનાર કૃષ્ણ જેવા મહાયોદ્ધાને સગાભાઈના હાથે અત્યન્ત તૃષાતુર અવસ્થામાં મૃત્યુને ભેટવું પડ્યું. * પાણી માંગે ત્યાં દૂધ હાજર થાય તેવા પુણ્યવાનને જંગલમાં મરતી વેળાએ પાણી પાનાર પણ કોઈ મળ્યું નહિં. * સોનાની દ્વારકાના સ્વામીને જંગલમા રાન-રાન ભટકવાનો વખત આવ્યો. * હંમેશા મણિરત્નોનાં અમૂલ્ય વસ્ત્રાભરણો ધારણ કરનારને લાજ ઢાંકવા માટે એક પિતાંબર માત્ર શેષ રહ્યું. * જેના એક આંખના ઈશારામાં હજારો સેવકો સેવામાં હાજર થતા તેને આજે ઘોર જંગલમાં એકાકી મરણને શરણ થવું પડ્યું. * કમલની કોમલ પાંદડીઓ શી મખમલી શય્યામાં સૂનારને મૃત્યુ વખતે જંગલનું ઘાસ ભેગું કરીને બનાવેલી કર્કશ શય્યાના આશ્રયે ચિરનિદ્રામાં પોઢી જવું પડ્યું સજ્ઝાયકારે ગાયું છે ઃ કર્મ તણી ગતિ એહવી મેરે લાલ.....! 照 RE મૈં Hi પાપ તરત ફળતું નથી પણ ચોક્કસ ફળનાર તુજ આંખો નદીઓ બની વહેશે આંસુ ધાર ૧૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ (૪) અદ્ભુત ભ્રાતૃસ્નેહ દ્વારકા-નાશ પછી પહેરેલે કપડે જંગલની વાટે ચાલી નીકળેલા બળરામ અને કૃષ્ણ કૌશાંખવનમાં આવ્યા. અત્યન્ત કૃષિત થયેલા કૃષ્ણ માટે બળરામ પાણી લેવા ગયા. આ બાજુ પગ ઉપર પગ ચઢાવેલ અવસ્થામાં સૂતેલા કૃષ્ણને દૂરથી તેમના જ ભાઈ જરાકુમારે હરણની કલ્પના કરીને બાણ છોડ્યું. કૃષ્ણનો આત્મા પરલોક સિધાવી ગયો. વિલખો થયેલો જરાકુમાર પાંડવોની પાંડુ મથુરા નગરી તરફ ચાલ્યો. ક્રમે કરીને તે પાંડવો પાસે પહોંચ્યો અને કૌસ્તુભનું ચિહ્ન દર્શાવીને દ્વારકાનાશ અને કૃષ્ણ- મૃત્યુ વગેરે વૃતાંત જણાવ્યો. અત્યંત શોથી વ્યાપ્ત બનેલા તેઓએ કૃષ્ણનું મૃત્યુકર્મ કર્યું. અને એક વર્ષ સુધી સતત કૃષ્ણ વિયોગથી ઝુરતા તેઓ વિરાગી બનીને વ્રત લેવાની ઈચ્છાવાળા થયા. નેમિનાથ ભગવાને ચાર જ્ઞાનથી યુક્ત । એવા ધર્મઘોષમુનિને પાંડવો પાસે મોકલ્યા અને જરાકુમારને રાજ્ય સોંપીને પાંડવોએ (ધર્મઘોષ નામના) તે મુનિ પાસે દિશા ગ્રહણ કરી. ક્રમે કરીને ૨૦ કરોડ મુનિઓ સાથે તેઓ શત્રુંજ્ય પર્વત ઉપર મોક્ષે સિધાવ્યા. મૃત આ બાજુ કમલપત્રના પુટમાં પાણી લઈને પાછા વળેલા બળદેવ દુષ્ટ પક્ષીઓના અપશુકનથી પ્રેરાયેલા અદ્ધર શ્વાસે કૃષ્ણ પાસે આવ્યા. કૃષ્ણ ઉપર કાળી માખીઓ બણબણતી જોઈને બળરામે કૃષ્ણના મુખ ઊપરથી વસ્ત્ર ઉંચક્યું અને અવસ્થામાં કૃષ્ણને જોઈને બળરામે સિંહનાદ કર્યો. જેથી પશુ-પક્ષીઓ સહિત આખુંય વન ધ્રુજી ઉઠયું. ત્યારબાદ બળરામ ઊંચે અવાજે બોલવા લાગ્યા-‘“મહાશૂરવીર..... સુતેલા મારા આ પ્રાણપ્યારા બંધુને જે કોઈએ પણ માર્યો હોય અને જો તે ખરેખર ‘‘મર્દનો દીકરો’’ હોય તો તરત જ મારી સામે હાજર થાય. સજ્જન માણસ, સ્ત્રીને, બાળકને, ઋષિને, સૂતેલા અને બેખબર વ્યક્તિને કદીય હણતો નથી.’’ આમ કહીને હત્યારાને શોધતા વનમાં ભટકતા બળરામ ફરીને કૃષ્ણ પાસે આવીને ઊંચે સાદે રડવા લાગ્યા- ‘‘ઓ યાદવેશ...! ગણનિધિ ....!! તું ક્યાં છે ? ઓ પ્રાણપ્યારા ! પહેલા મારા વિના તું એક ક્ષણ પણ રહી શક્યો ન હતો અને આજે તું મારી સાથે બોલવા પણ તૈયાર નથી.... આટલા બધા રિસામણા શાના ? રે ! મારો એવો કોઈ અપરાધ થઈ ગયો હોય તોય તારા જેવા માટે આટલો વખત અબોલા રહેવું બરાબર નથી. ઓ વનદેવીઓ ! મારા OOOOOOOGL 195 ૧૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉપર દયા લાવીને મારા બંધુને મનાવો, એને સમજાવો....!ઓ પ્રિય બંધુ ! તારી આવી ચેષ્ટામાં તો મને આખુંય જગત શૂન્ય દેખાય છે...તેથી મહેરબાની કરીને ઉઠ... ઉભો થા. લે આ પાણી પી લે. હમણા સૂવાનો વખત નથી. “ આ પ્રમાણે મૃત કૃષ્ણ સાથે કાલાવાલા કરતા બળરામે આખી રાત પસાર કરી. પ્રભાતમાં પણ ગાંડાની જેમ આલાપો કરતા બળરામ કૃષ્ણને જગાડતા રહે છે. -‘ઉઠ.... ઉઠ બંધુ ! હવે તડકો ચડવા આવ્યો. હજુ તો આપણે ઘણે દૂર જવાનું કૃષ્ણ પ્રત્યે અત્યંત મોહાસક્ત બળદેવ, નહિં ઉઠતા કૃષ્ણના શબને પોતાના ખભે ઉપાડીને વનની અંદર લવારા કરતા ભમવા લાગ્યા. આ પ્રમાણે ભમતા ભમતા ગ્રીષ્મઋતુ પૂરી થઈ અને વર્ષાત્રતુનો પ્રારંભ થયો. પૂર્વે બળરામ પ્રત્યેના અત્યંત પ્રેમથી સારથિ બનેલા સિદ્ધાર્થ નામના સગા ભાઈએ બળરામ પાસે દીક્ષાની યાચના કરતા બળરામે કહેલું- ‘ કે તું કાળ કરીને દેવ થાય તો મને પ્રતિબોધ કરવા આવજે.'' મરીને દેવ થયેલા સિદ્ધાર્થે આ વખતે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. મોહવશ, કૃષ્ણની લાશને ખભે ઉપાડતા બળરામની દુર્દશાને જોઈ અને તેને પ્રતિબોધ પમાડવા નીચે આવ્યો. નવા નવા રૂપો કરીને નવા નવા કીમીયાઓ અજમાવવા લાગ્યો. * પત્થર ઉપર કમળ ઉગાડવાના... * બળી ગયેલા વૃક્ષને વારંવાર પાણી વડે સિંચવાના.... * મરેલી ગાયના મુખમાં બળાત્કારે ઘાસ ખવડાવવાના.... વગેરે ટુચકાઓ જુદા જુદા રૂપો કરીને તેણે બળરામને બતાવ્યા. શું પત્થર પર પંકજ ઉગી શકે ..? દષ્પવૃક્ષને પાણી સિંચવાથી નવપલ્લવિત બનાવી શકાય?.... - ૨ For Pro ersonal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ મરેલી ગાયના શબો તે ઘાસ ખાતા હશે?.... આવા બળરામનાં સવાલમાં સિદ્ધાર્થ દેવે જવાબ આપ્યો-“તારા ખભે રહેલું આ મડદું જો જીવંત થઈ શકે તો આ બધુંય જરૂર બની શકે’’ સિદ્ધાર્થ દેવે વિકુલા તે તે વ્યક્તિઓના આ એક સરખા જવાબથી બળરામ વિચારવા લાગ્યા- “શું મારો લઘુ બંધુ કૃષ્ણ ખરેખર મૃત્યુ પામ્યો હશે ? શું મારા ખભે તેનું શબ માત્ર છે ?'' - એટલામાં સિદ્ધાર્થ દેવે રૂપ પ્રગટ કરીને પોતાનો પરિચય આપ્યો અને પ્રતિબોધ માટે પોતાનું આગમન જણાવ્યું. બળરામ સિદ્ધાર્થને ભેટી પડ્યા અને હવે શું કરવું ? એવા તેના સવાલમાં સિદ્ધાર્થે તેને સર્વત્યાગના પંથે પ્રવ્રજિત બનવાનો શ્રેયસ્કારી માર્ગ બતાવ્યો. બળરામે તે સ્વીકારીને સિદ્ધાર્થ સહિત તેણે બે નદીઓનાં સંગમમાં કૃષ્ણનું મરણોત્તર કાર્ય ક્યું. નેમિનાથ ભગવાને મોકલેલા ચારણ મુનિઓ પાસે બળરામે દીક્ષા ગ્રહણ કરી અને ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા તંગિકૌશલ પર્વત સમીપ આવી પહોંચ્યા. સિદ્ધાર્થ દેવ પણ તેમની સેવા માટે હંમેશા તેમની નજીક રહેવા લાગ્યો. આમ છ મહિના સુધી અત્યંત ભાતૃપ્રેમથી પ્રેરાઈને લઘુબંધુ કૃષ્ણના શબને પોતાના ખભે ઉપાડીને બળરામ વનમાં ક્ય. જીવતા ભાઈઓ પ્રત્યે પણ ‘મરી જાય તો સારૂં” – આવી દુષ્ટવૃત્તિઓ ધરાવતા આજના કેટલાક બંધુઓ મરેલામાં પણ જીવતા ભાઈના દર્શન કરતા બળરામ પાસેથી અપૂર્વ ભ્રાતૃભાવની પ્રેરણા ગ્રહણ કરશે ખરા ? હરીફ ૧૪ Page #21 -------------------------------------------------------------------------- ________________ (૫) મહિમાઃ કૃષ્ણ - નરસિંહનો બળદેવ મુનિ તુંગિકા પર્વતના શિખર ઉપર માસક્ષમણાદિ ઉગ્ર તપને તપતા હતા. વનમાં કાષ્ઠ વગેરે લેવા માટે આવેલા કઠીયારાઓ જે કંઈ પણ ભાતું વગેરે લાવ્યા હોય, તેને ભિક્ષા દ્વારા મેળવીને પારણું કરતા અને સ્વ-સાધનામાં લીન બની જતા. ધીરે ધીરે પર્વતની આસપાસ રહેલા રાજ્યોમાં ઉગ્રતપ તપતા બળરામ મુનિની ખ્યાત્તિ વધવા લાગી. | ‘મહાન તેજસ્વી કોઈ મુનિ પર્વત ઉપર ઉગ્ર સાધના કરતા તપ તપી રહ્યા છે.” - કાષ્ઠ વગેરે લઈને પાછા ફરતા કઠિયારાઓના મુખેથી આવું સાંભળીને તે તે દેશનાં રાજાઓ વિચારવા લાગ્યા- “આપણા રાજ્યોને પડાવી લેવા માટે આ કોઈ મનુષ્ય ઉગ્ર અને ઉત્તમ મંત્ર સાધના કરી રહ્યો છે. માટે આપણે ત્યાં જઈને આજે જ તેને મારી નાંખીએ જેથી, તેવો કોઈ ભય આપણને રહે નહિં.' આ પ્રમાણે મંત્રણા કરીને બધા રાજાઓ એકી સાથે પોતપોતાના સૈન્ય સહિત પર્વત ઉપર આવી પહોંચ્યા. પરંતુ મુનિની સેવા- રક્ષા માટે ભક્તિથી રહેલા સિદ્ધાર્થ દેવે ત્યાં ભયંકર સિંહો વિદુર્થીને તેઓ તરફ છોડ્યા. આખું વાતાવરણ સિંહનાદોથી ગાજી ઉઠયું. તે સિહોને જોઈને ડરી ગયેલા રાજાઓ બળ મુનિને નમસ્કાર કરીને પોતાના અપરાધનો એકરાર કરતા સ્વસ્થાને પાછા ફર્યા. ત્યારથી બળરામ મુનિ “નરસિંહ’’ એ પ્રમાણે લોકોની અંદર પ્રખ્યાતિ પામ્યા. કરૂણાનિધિ બળરામ મુનિની અયુગ્ર સાધનાએ જંગલી પશુઓ ઉપર ભારે પ્રભાવ પાડ્યો. તેઓના સાધક દેહમાંથી વહેતા શાંત-પ્રશાંત પરમાણુઓએ સિંહ-વાઘ વગેરે કેટલાય સૂર પશુઓને શાંત સ્વભાવી બનાવી દીધા. તેઓની દેશનાનાં પ્રભાવે કેટલાય પ્રાણીઓ-શ્રદ્ધાળુ-શ્રાવક જેવા બની ગયા. તો કેટલાક વક્ર પશુઓ સાવ સરળ બની ગયા. કેટલાક જાનવરોએ માંસ-ભક્ષણ છોડી દીધું. તો, કેટલાકે અનશન સ્વીકારી લીધું. f" // /( N/૫10/\) /\ /\ / \ \ તેની / ૧૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ (GCC) GOO) ALL (O) આમ બળ-મુનિની સૂક્ષ્મ સાધનાએ જંગલમાં પણ મંગલ ખડુ કરી દીધું. સાધના અને દેશના દ્વારા ભાવુક બનેલા વન્ય પ્રાણીઓ હંમેશા તેમને સેવવા લાગ્યા. સ્વ-આચારોમાં સુસ્થિત મુનિઓ જંગલમાં રહીને પણ સ્વ-પરનું કલ્યાણ સાધતા કેવો ઉપકાર કરતા હોય છે ! આ દૃષ્ટાંત તેનું સાક્ષી બની રહેશે.. | ‘‘ચાર ખુણામાંથી બહાર નીકળીને, જમાના પ્રમાણે ચાલવાનું - લાઇટ અને માઇક વાપરવાનું - પરહિતાર્થે ફલાઇટ દ્વારા વિદેશ ગમન કરવાનું’ - અત્યાધુનિક મોડર્ન જગતનાં આવા એલાનો ઉપર્યુક્ત દષ્ટાંત પાસે સાવ વામન નથી લાગતા શું ? મુનિનું શાસ્ત્રાનુસાર યથાશક્તિ આચારમય જીવન જ એવું હોય છે કે જેના દ્વારા સ્વ-પર નો ઉપકાર થતો જ રહે. પરહિત કાજે બણગા ફૂંકવા એને ક્યાંય જવું પડે નહિં. અને પરહિતના નામે શાસ્ત્રનિરપેક્ષ દુનિયાની વાતોમાં જે પણ કહેવાતા મુનિઓ વગેરે ભળી ગયા...... પરહિત તો દૂર રહો પણ સ્વના | હિતથી પણ તે સરિઆમ ચૂકી ગયા. આમ, પ્રતિદિન પશુઓની પર્ષદાને "પ્રતિબોધતા બળરામ મુનિને એક વખત પાત્રા વગેરેનું પ્રતિલેખન કરતા જોઈને પૂર્વભવનો અનુરાગી મુનિનો પક્કો ભગત બનેલો એક મૃગલો ક્યાંય લાકડા કાપવા આવેલા કઠિયારાને જોઈ આવ્યો. અને ત્યારબાદ મુનિ પાસે આવીને તેમના | ચરણોનું મસ્તક વડે સ્પર્શ કરતો મુનિને ભિક્ષા માટે પધારવા વિનંતિ કરવા લાગ્યો. પ્રતિદિનના અભ્યાસથી હરણનાં આશયને સમજીને મુનિ પણ તેની પાછળ જવા લાગ્યા. જ્યાં રથકાર હતો ત્યાં આવીને હરણ થંભી ગયો. રથકાર પણ પોતાના અહોભાગ્યને માનતો મુનિને ભિક્ષા લેવા માટે પ્રાર્થના કરી. મુનિએ પણ નિર્દોષ આહાર જાણીને પાત્ર લંબાવ્યું. | ‘તથિ તેવો ભવ:” આ સાંસ્કૃતિક વાક્યને ચરિતાર્થ કરતો કઠિયારો પણ અત્યંત અનુરાગવાળા ઉલ્લસિત હૃદયથી ભિક્ષા વહોરાવવાની શરૂઆત કરે છે. હરણ પણ પશુનું ખોળિયું મળવાથી સ્વયં સુપાત્ર-દાનના લાભથી વંચિત રહેતો સ્વ-નિંદા સાથે, આ બન્ને પુણ્યશાળીઓની ભાવિત હૃદયે અનુમોદના કરવા લાગ્યો. એટલામાં જ, જે વૃક્ષ નીચે મુનિ ગોચરી લેતા હતા તે જ વૃક્ષની અર્ધી કપાયેલી એક મોટી ડાળી જોરદાર વંટોળિયાથી ભાંગીને ત્રણેય ઉપર પડી. પડતાની સાથે જ ત્રણેયનું આયુષ્ય પુરૂ થઈ ગયું. અને કાળ કરીને ત્રણેય પાંચમા ‘બ્રહ્મલોક’ નામના દેવલોકમાં ‘પદ્મોત્તર’ વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. આમ, બળરામ મુનિ ૧૦૦ વર્ષનું સુંદરતમ ચારિત્ર પાળીને સ્વર્ગે સિધાવ્યા. - કૃષ્ણનું કુલ આયુષ્ય ૧૦૦૦ વર્ષનું હતું બળરામનું કુલ આયુષ્ય ૧૨૦૦ વર્ષનું હતું. દેવ તરીકે તેમનું હાલ કુલ આયુષ્ય ૧૦ સાગરોપમનું (અસંખ્ય વર્ષનું) છે. કૃષ્ણ જ્યારે અમમ નામના આવતી ચોવીશીમાં જૈન તીર્થંકર (ભગવાન) થશે ત્યારે બળરામ દેવલોકમાંથી ચ્યવીને મનુષ્ય બનીને તેઓના શાસનમાં સિદ્ધિગતિને પ્રાપ્ત કરશે. www.jainéfibrary.org Page #23 -------------------------------------------------------------------------- ________________ (૬) કૃષ્ણનો ક્રોધ-વિજય ન જાણે એકાએક ઉદ્ધત બનેલા ઘોડાઓ, દારૂક, સત્યક, બળરામ અને કૃષ્ણ આ ચારેય મિત્ર-બંધુઓને દૂર-સુદૂર જંગલમાં ખેંચી ગયા. અંધારૂ થવા આવ્યું હતું. એકેક મિત્રે એકેક પ્રહર સુધી અન્ય ત્રણની ચોકી કરવી. આવો નિર્ણય લેવાયા બાદ સૌ પ્રથમ દારૂક પહેરેગીર તરીકે નીમાયો. અન્ય ત્રણ મિત્રો વડલા નીચે ઘસઘસાટ સૂઈ ગયા. - થોડી જ વારમાં કોઈ એક પિશાચ ત્યાં આવ્યો. જેની લાલઘૂમ ડરાવની આંખો...થર-થર ધ્રુજતા હાથ, મવાલી જેવા તેના વાળ, પાતાળે ગયેલું પેટ હતું. આ ભયંકર પિશાચે દારૂક પાસે આવીને માંગણી મુકી-“ખુબ ભૂખ્યો છું. તમને બધાને ખાઈ જવા માટે આવ્યો છું” દારૂકે કહ્યું –‘રક્ષણ માટે નીમાયેલા મારી સાથે સૌ પહેલા તું યુદ્ધ કર, પછી ખાવાની વાત.'' | બન્ને વચ્ચે યુદ્ધ જામ્યું. પિશાચ પાસે દારૂનું બળ સાવ વામન હતું. જેમ જેમ દારૂક પીછેહઠ કરતો ગયો તેમ તેમ પિશાચ તેને ખિજવવા લાગ્યો. આથી બમણા ગુસ્સે ભરાયેલો દારૂક તેની સામે જોરજોરથી ઊંચે સાદે બરાડા પાડવા લાગ્યો. પિશાચને જેમ તેમ ભાંડવા લાગ્યો. ‘‘કમ તાકાત, ગુસ્સા બહોત'' - એવા હારૂકનો પિશાચ ઉપર ફોધ વધતો જાય છે | તેમ તેમ પિશાચ પણ પોતાના દેહની ઊંચાઈ વધારતો જાય છે અને પ્રથમ પહોર પુરો થતાં.... થતાં... તો પિશાચનું તાડ જેવું મોટું ભયંકર રૂપ દેખાવા લાગ્યું. પિશાચ સામે નિષ્ફળ બનેલા દારૂકે પહેલો પ્રહર માંડ માંડ પૂરો ર્યો. - હવે બીજા પ્રહરમાં સત્યકને જગાડીને દારૂક સૂઈ ગયો. પિશાચે તેને પણ તે જ રીતે પરાસ્ત ર્યો જેમ તેમ બીજો પ્રહર પૂરો કરીને સત્યકે બળરામને જગાડ્યા અને સ્વયં નિદ્રાધીન થયો. - ત્રીજા પ્રહરમાં પહેરેગીર તરીકે રહેલા બળરામને પણ પેલા સબળ પિશાચે સાવ નિર્બળ બનાવી દીધો. હત- પ્રહત કરી નાંખ્યો. આમ, ત્રણેય મિત્રોની એક સરખી હાલત થઈ. હવે આવ્યો કૃષ્ણનો વારો, બળરામ કૃષ્ણને ઉઠાડીને સ્વંય નિદ્રાધીન થયા. પિશાચે કૃષ્ણને પણ આહ્વાન આપ્યું- “હું ભૂખ્યો થયેલો છું. આ સૂતેલા તારા મિત્રોને ‘સ્વાહા' કરવા માંગુ છુ.'' ત્યારે કૃષ્ણ કહ્યું- ‘‘આ મિત્રો મારા રક્ષણ હેઠળ છે. તેમની રક્ષા કરવી મારી ફરજ છે. તેથી મને જીત્યા વગર તું તેઓને સ્પર્શ પણ નહિં કરી શકે.'' | આખરે બન્નેનું યુદ્ધ શરૂ થયું. ભુજાઓ અફળાવતા અને પૃથ્વીને પણ ધ્રુજાવતા બન્ને વચ્ચે યુદ્ધ જામ્યું. પણ કૃષ્ણની યુદ્ધનીતિ કોઈ અનોખી જ હતી. જેમ જેમ પિશાચ યુદ્ધના મુડમાં આવતો ગયો તેમ તેમ કૃષ્ણ તેની પ્રશંસા કરવા For P 29 al Use Only www.janelibrary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ લાગ્યા-‘‘અહો ! શું તેજસ્વી પિશાચ ?.... અને અનોખી છટા સાથેની શું યુદ્ધકળા છે ?..... શાહ.... બાશ....!!!'' આમ, જેમ જેમ કૃષ્ણ કોપ-પિશાચને ખુશ કરતા ગયા, તેમ તેમ પિશાચનું કદ નાનું થતું ગયું. આખરે, પ્રહરના અંતે તો તે પિશાચ સાવ નાનક્ડા મચ્છર જેવો બની ગયો અને કૃષ્ણે તેને પોતાની નાભિમાં ભરાવી દીધો. પ્રભાત થતાં થતાં કૃષ્ણે ત્રણેય મિત્રોને જગાડ્યા. વેદનાથી કણસતા, કોઈકનાં હાથ, તો કોઈકનાં પગ, તો કોઈકની પીઠ લોહી અને ઉઝરડાઓથી ઘવાયેલી જોઈને કૃષ્ણે તેમને પૂછ્યું- “તમારી આવી દશા કોણે કરી ?’’ ત્યારે તેમણે કહ્યું- ‘‘અમે કોઈ બળવાન પિશાચથી કદર્થિત થયા છીએ.’’ કૃષ્ણઃ ‘“એમ ?’’ અન્ય મિત્રો- ‘‘શું તારી પાસે તે પિશાચ નહોતો આવ્યો ?’’ ત્યારે આછું સ્મિત વેરતા કૃષ્ણે તે પિશાચને પોતાની નાભિમાંથી કાઢીને બધાને દેખાડ્યો. ‘તાડ જેવો મોટો પિશાચ સાવ નાનો મચ્છર જેવો કેમ થઈ ગયો ?’’ સહુ વિસ્મિત થઈ ગયા. ત્યારે કૃષ્ણે બઘાને સમજાવતાં કહ્યું-‘“પિશાચનું રૂપ કરીને સ્વયં ક્રોધ જ આપણી પાસે આવેલો. તે જેમ જેમ યુદ્ધના મૂડમાં આવતો ગયો, તેમ તેમ તમે પણ તેની સામે વધુ ગુસ્સાના મૂડમાં આવતા ગયા. અને જોત જોતામાં તે તાડ જેવો લાંબો થઈને તમારી કદર્થના કરવા લાગ્યો (કેમકે, ‘‘હોપ જોવેન વર્ધત’’) અને તમને પરાજિત કર્યા.’’ “જ્યારે, મે તેની સાથે યુદ્ધ ર્યું ત્યારે (ઉત્કટ એવા) તેને મેં ક્ષમાના શસ્ત્ર દ્વારા પરાજિત કર્યો. અર્થાત્ તેની સામે ક્રોધ કરવાના બદલે હું તેને પ્રશંસાનાં શબ્દોથી નવાજવા લાગ્યો. તેથી તે નાનો- લધુ થતો ગયો. આખરે, તે એટલો બધો નાનો થઈ ગયો કે છેવટે મે તેને ઠેઠ નાભિ તળે છુપાવી દીધો. ક્રોધને જીતવો હોય તો ક્ષમા શસ્ત્ર જ એક કારગત નીવડે છે.‘જોપઃ क्षान्तयैव जीयते' આ સાંભળીને વિસ્મિત થયેલા ત્રણેય મિત્રો કૃષ્ણની પ્રશંસા કરવા લાગ્યા. જે લોકો ખૂબ ગુસ્સો કરે છે. તેઓને દારૂક વગેરેની જેમ ખૂબ સહન કરવું પડતું હોય છે. સાચે જ, ક્રોધ એક લોહી તરસ્યો પિશાચ જ છે. જે, વ્યક્તિતના શરીરમાં વહેતા રક્તને ચૂસી લે છે. અને રક્તનાં અભાવમાં રોગ-પ્રતિકારક શક્તિ હીન થતાં શરીરમાં નાના-મોટાં રોગો ચડી બેસે છે. ચિત્તમાંથી શાંતિ અને સમાધિ વિદાય લે છે. જીવન આકરૂં બની જાય છે. કુટુંબ તરફથી જાકારો મળે છે. ૧૮ સ Page #25 -------------------------------------------------------------------------- ________________ (૭) આવી હોય..... ધર્મ ખુમારી મથુરા નગરીના રાજાનો પુરોહિત ઈન્દ્રદત એક વખત પોતાના મહેલના ગવાક્ષમાં બેઠો હતો, એટલામાં થોડે દૂરથી આવતા એક જૈન સાધુને તેણે જોયા. જેવા તે સાધુ ત્યાંથી પસાર થયા કે તરત જ શ્રેષબુદ્ધિથી પુરોહિતે તેમના મસ્તક ઉપર આવે તે રીતે બારીમાંથી બહાર પગ લટકતો રાખ્યો. સમતાના સરોવરમાં ઝીલતા મહાત્મા તો આ અપમાનને મન ઉપર લાવ્યા વિના જ સ્વ-સ્થાને પહોંચી ગયા. પરંતુ આ નગરીના નગરશેઠ પક્કા શ્રાવક હતા. પુરોહિત દ્વારા થયેલા મુનિના અપમાનથી તેનાં રોમરોમ કાળ-ઝાળ દાઝથી સળગી ઉઠ્યા. ૨ રે..... સાધુ-દ્વેષી આ પાપાત્માનો પગ ન કપાવું તો મારો ધર્મ અને જન્મ અને લાજે. આ દૂષ્ટનો પગ કપાવીને જ રહીશ. મનોમન આવી પ્રતિજ્ઞા કરીને શેઠ હંમેશા તે પુરોહિતના છિદ્રો જોવા લાગ્યા. પણ કેટલાય દિવસો બાદ પણ તેવી કોઈ નબળી કડી જોવા ન મળતાં નગરશેઠ ઉપાશ્રયે બિરાજમાન કોઈ આચાર્ય ભગવંત પાસે જઈને પોતે કરેલી પ્રતિજ્ઞાની વાત કરી. ત્યારે આચાર્ય ભગવંતે શેઠને કહ્યું -“શ્રાવકજી ! સહન કરવું એ તો અમારો ધર્મ છે. સન્માન અને અપમાનના પ્રસંગોમાં સમભાવે રહેવું એ જ તો અમારી સાધના છે માટે આવી પ્રતિજ્ઞા કરવાની કોઈ જરૂર ન હતી.'' ત્યારે શેઠ બોલ્યા ‘પ્રભો! મુનિની જે ભારે અવજ્ઞા થઈ તે નહિં જોઈ શક્યાથી મેં આ પ્રતિજ્ઞા કરી છે. ગુરૂદેવ ! સાધુના અપમાનનું ફળ જો આ (પુરોહિત) ને બતાવવામાં ન આવે તો બીજા નગરજનો પણ નિધૃણ બનીને સાધુઓની અવહેલના કરશે, જે અમારા /01/(O)//IDJ[D09 Page #26 -------------------------------------------------------------------------- ________________ માટે લાંછન રૂપ ગણાય. કારણ કે સાધુની હીલના આખરે તો શાસનની જ હીલના છે માટે મહેરબાની કરીને કંઈક ઉપાય બતાવો, અન્યથા પ્રતિજ્ઞા પૂરી થયા વિના મારે જીવવું પણ મુશ્કેલ થઈ જશે. એવું જીવન શું કામનું? જે ધર્મની થતી અવહેલનાને ન અટકાવી શકે ?'' આમ, વારંવારની પ્રાર્થનાથી સૂરીદેવે શેઠને પૂછયું- “હમણાં પુરોહિતના ઘરે શું ચાલી રહ્યું છે તે મને જણાવશો?’ શેઠ બોલ્યા-‘પુરોહિતે અત્યારે પોતાનું નવું મકાન તૈયાર ક્યું છે, જેમાં આવતીકાલે રાજાને પરિવાર સહિત ભોજન માટે પધારવાનું નિમંત્રણ આપશે.'' તે સાંભળીને શેઠના અત્યંત આગ્રહ અને દાક્ષિણ્યને વશ થયેલા સૂરીદવ બોલ્યા-‘એક કામ કરજો. રાજા જ્યારે ભોજન માટે પુરોહિતના મહેલની નજીક આવે તે વખતે તે (રાજા) ને હાથથી ખેંચીને મકાનનાં પ્રવેશ કરતાં અટકાવજો, અને તે જ વખતે મંત્રબળથી હું આ મહેલને જમીનદોસ્ત કરી દઈશ.'' અને બીજે દિવસે તેમ જ થયું. જેવો શેઠે રાજાનો હાથ ખેંચ્યો અને તેને અંદર પ્રવેશ કરતાં અટકાવ્યો તેવો જ મહેલ કડડભૂસ થઈને કાટમાળમાં ફેરવાઈ ગયો. રાજા બચી ગયો. ત્યારબાદ શેઠે રાજાને કહ્યું કે આપને હણવા માટે પુરોહિતનું આ કાવવું હતું. નહિંતર નવો જ બનાવેલો મહેલ એકાએક શી રીતે તૂટી પડે ? આ સાંભળીને ક્રોધિત થયેલા રાજાએ પુરોહિતને બાંધીને શેઠને સોંપતા કહ્યું કે તમારે જે શિક્ષા કરવી હોય તે કરજો. શેઠ ને તો આટલું જ જોઈતું હતું. તેમણે પુરોહિતને સાધુની અવજ્ઞાનું સ્મરણ કરાવીને જે પગ, સાધુ ઉપર લટકાવ્યો હતો તેને કાપવા માટે ખાસ સ્ટેન્ડ ઉપર પગ (ને) રખાવ્યો. STOR) * ૨૦ Page #27 -------------------------------------------------------------------------- ________________ અત્યંત ભયભીત-રાંકડા બની ગયેલા પુરોહિતે ગળગળા થઈને શેઠને પોતાના ઉપર યા ગુજારવાનું કહ્યું અને હવે પછી આ રીતે ક્યારેય પણ સાધુની અવજ્ઞા નહિં કરું, આ વખતના મારા અપરાધને ક્ષમા કરો, એમ પણ કહ્યું. આ પ્રમાણે તેના વચનો સાંભળીને કરૂણાનિષ્ઠ શેઠે તેને છોડી દીધો. જૈનોની આ જ એક આગવી નિષ્ઠા હોય છે કે તેઓ ક્રોધિત થયા હોય તોય કરૂણાર્ક પણ જલ્દી બની જતા હોય છે. જેની નસેનસમાં મર્દાનગી ભયું ધર્મ-ખમીર વહેતું હતું. એ શેઠજીની પ્રતિજ્ઞા પુરોહિતને છોડી દેવામાં અધૂરી જ રહી જતી હતી. તે માટે શેઠે પુરોહિતની લોટની બનાવેલી મૂર્તિ તૈયાર કરાવી અને તે મૂર્તિરૂપે રહેલા ઈન્દ્રદત પુરોહિતનો પગ કાપીને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી. | ધનનો વરસાદ વરસાવનારાઓનો આજે કદાચ સુકાળ છે. પરંતુ અવસર આવ્યું લોહી આપવા માટે-પ્રાણ ન્યોચ્છાવર કરવા માટે તૈયાર થનારાઓનો સાચે જ દુષ્કાળ પડ્યો હોય તેમ લાગે છે. ધર્મરક્ષાનો, તીર્થરક્ષાનો, સંસ્કૃતિ રક્ષાનો કે દેશ રક્ષાનો, પ્રરન ગમે તે હોય પણ જ્યાં સુધી સત્યના ક્ટર પક્ષપાતી ખમીરવંતા માડી -જાયાઓ તે તે ક્ષેત્રને પ્રાપ્ત નહિં થાય ત્યાં સુધી દેશનું કલ્ચર સુધરવાની શક્યતા નહિંવત્ છે. ધર્મધર્મીઓની શક્લ જે બદલાવી જોઈએ તેન બદલાય તેમાં કોઈ આશ્ચર્ય નથી. પાંચ પ્રકારના શિષ્ય ગુરૂના માથાનો દુઃખાવો બને..... અધમાધમ શિષ્ય (અવજ્ઞા) ગુરૂ સામે માથું ઉચકે ....... અધમ શિષ્ય (ઉપેક્ષા) ગુરૂનું માથું દબાવી આપે ...... મધ્યમ શિષ્ય | (સેવા) ગુરૂની આજ્ઞા માથે ચડાવે.... ઉત્તમ શિષ્ય (આશા) ગુરૂના મસ્તિષ્કમાં જઈ વસે ..... ઉત્તમોત્તમ શિષ્ય (આશય) આ. દ. વિ. ૨૧ કર Page #28 -------------------------------------------------------------------------- ________________ (૮) દિગંબર મતના આદ્યપ્રણેતા એકવીશ હજાર (૨ ૧૦૦૦) વર્ષ સુધી અવિચ્છિન્નપણે ચાલનારા જિનશાસનને કાળો ડાઘ લગાવનારી આ કલંક થાનો ઉત્તરાધ્યન સૂત્રની ટીકાની અંદર મહોપાધ્યાય શ્રી ભાવવિજયજી મહારાજાએ જે શબ્દદેહ આપ્યો છે તેનો ભાવાનુવાદ કંઈક આ પ્રમાણે છે શ્રી વીર-નિર્વાણ પછી ૬ ૦ ૯ વર્ષે બનેલી આ સત્ય ઘટના છે. રથવીરપુર નગરના રાજા પાસે શિવભૂતિ નામનો કોઈ સહસ્ત્રયોદ્ધો (યુદ્ધમાં એકલા હાથે એક હજાર યોદ્ધાઓને હંફાવનાર) સત્વશાળી ક્ષત્રિય, સેવા માટે ઉપસ્થિત થયો. રાજાએ તેની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. કાળી ચૌદશના દીવસે રાજાએ તેને બોલાવીને કહ્યું કે આજે રાત્રે તારે મશાનમાં જઈને મશાન-દેવીને એક પશુનો બલિ ચઢાવવાનો છે. આટલું કામ તું કરજે. એમ કહીને રાજાએ તેને બલિ માટે એક પશુ અને મદિરાથી ભરેલો એક ઘડો આપ્યો. ધીર એવો શિવભૂતિ પણ તે (કાળી ચૌદશની) રાત્રિએ એક બકરાનો વધ કરી શમશાન દેવીના મંદિરમાં બલિ ચઢાવવા ગયો. દેવીને બલિ ચઢાવીને તે ભૂખ્યો થયેલો હોવાથી કોઈનાથી ગભરાયા વિના ત્યાંજ તેણે માંસ-ભોજન ક્યું. રાજાએ તેને ડરાવવા માટે છૂપી રીતે માણસો મોકલ્યા અને તેઓ પણ ત્યાં આજુબાજુ છૂપાઈ જઈને શિયાળિયા અને ભૈરવ જેવા ભયંકર અવાજો કરવા લાગ્યા. તેમ છતાંય શિવભૂતિના એક રોમમાં પણ ભયનું સ્પંદન સ્પર્શી શક્યું નહિં. રાજપુરૂષોએ રાજા પાસે જઈને સર્વ હકીક્તનું નિવેદન ક્યું. તેની વીરતા ઉપર ખુશ થઈને ઘણા મોટા પગાર સાથે શિવભૂતિને નોકરીમાં રાખી લીધો. શિવભૂતિ પણ હંમેશા રાજાની સેવામાં હાજર રહેવા લાગ્યો. ( 1 (06/02/2006 0 09/ /G) છે છેe, Sex GOV // /// *२२* Page #29 -------------------------------------------------------------------------- ________________ એક વખતે રાજાએ સેનાપતિ વગેરે સૈન્યને મથુરાને જીતવાનો આદેશ કર્યો. અને સર્વ– સૈન્યની સાથે મથુરા તરફ પ્રયાણ કર્યું. પણ.... રથવીરપુર નગરની બહાર નીકળ્યા પછી તેઓ પરસ્પર વિચારવા લાગ્યા મથુરા તો ‘‘સાઉથ અને નોર્થ’’ (દક્ષિણ અને ઉત્તર) એમ બે વિભાગમાં વહેંચાયેલું છે તો ક્યી મથુરાને જીતવાનો રાજાએ આદેશ કર્યો હશે ? સહુ વિમાસણમાં પડી ગયા, હવે શું કરવું ? કારણ કે રાજાનો તુમાખીભર્યો મિજાજ સહુના ખ્યાલમાં હતો, માટે ફરીને કોઈ દૂત દ્વારા રાજા પાસે જઈને સમાધાન કરી શકાય તેમ હતું નહિં. .. ન આગળ વધી શકાય કે ન પાછા વળી શકાય તેવી પરિસ્થિતિ આ પ્રશ્ને સર્જાઈ તેટલામાં જ શિવભૂતિ ત્યાં આવી પહોંચ્યો અને ‘“વિરામ દશામાં’’ સૈન્યને જોઈને તેણે સેનાપતિને પૂછ્યું, “ શું અપશુકન થયા છે કોઈ ? હકીકત શું છે ?’ સેનાપતિએ બે મથુરા પ્રશ્ને સર્જાયેલી સર્વ હકીક્ત કહી. બહાદુર શિવભૂતિએ કહ્યું, ‘“ચિંતા શું કરો છો ? આપણે બન્ને મથુરાને જીતી લઈશું.’ ત્યારે સેનાપતિએ ‘‘જે દૂરની દુર્જેય મથુરા હતી તેને જીતવાનું કામ શિવભૂતિને સોંપ્યું.’’ શિવભૂતિ તે વાત સ્વીકારીને તરત જ દક્ષિણ મથુરા તરફ ચાલ્યો અને તે મથુરા દેશના એકેક પ્રાંત અને ગામડાને જીતતો જીતતો છેક મથુરાના કિલ્લા પાસે આવી પહોંચ્યો અને બળ અને બુદ્ધિ વડે દુર્ભેદ્ય એવા તે દુર્ગને જીતીને આખરે તેણે મથુરા રાજ્યને કબજે કર્યું અને પોતાના માલિક રાજા પાસે જઈને બધી વાત કરી, તેથી ખુશ થયેલા રાજાએ તેને વરદાન માંગવાનું કહ્યું. કંઈક વિચારીને શિવભૂતિ બોલ્યો, ‘‘સ્વામી ! મને સ્વતંત્રતા આપો. હું મન ફાવે ત્યાં ફરી શકું. હું કોઈ પણ વસ્તુને ગ્રહણ કરૂં તો મને કોઈ પ્રતિષેધ ન કરી શકે.’’ સત્યપ્રતિજ્ઞ રાજા એ પણ તેને તેવી સ્વતંત્રતાની રજા આપી. હવે શિવભૂતિ પણ ઈચ્છામુજબ બેરોકટોક સર્વત્ર નગરમાં ફરવા લાગ્યો. ક્યારેક તે દિવસ કે રાત જોયા વિના જુગારીયા સાથે જુગાર રમે છે તો ક્યારેક દારૂ પીને દારૂડીયાઓ સાથે આળોટવા લાગે છે, ક્યારેક વેશ્યાઓના ઘરોમાં પહોંચી જાય છે તો ક્યારેક નગરનાં જલ-સ્થાનોમાં જલ-ક્રીડા કરવા લાગી જાય છે. તો ક્યારેક નગરનાં ઉદ્યાનોમાં ઈચ્છા મુજબ ફરતો પુષ્પઠડાઓને ઉછાળે છે આમ, મનફાવે તેમ વર્તતો શિવભૂતિ બહુ મોડી રાતે ઘરે આવવા લાગ્યો, તો ક્યારેક ઘરે આવતો જ નહિં. આ શિવભૂતિની સ્ત્રી સુશીલ હતી. આથી શિવભૂતિ જ્યાં સુધી ઘરે ન આવે ત્યાં સુધી તે ખાતી પણ નહિં અને સૂતી પણ નહિં. આથી દિનપ્રતિદિન હંમેશાં ક્ષુધા અને અનિદ્રાથી પીડાતી તેણે અવસર જોઈને પોતાની સાસુને વાત કરી, ‘‘માતાજી ! આપના પુત્ર હંમેશાં મોડી રાતે ઘરે આવે છે, જેના કારણે હું પણ તકલીફમાં મૂકાઈ જાઉ છું.’’ ત્યારે સાસુએ કહ્યું, ‘“વહુ બેટા ! આજે તું સૂઈ જજે, શિવભૂતિ આવશે ત્યાં સુધી આજે હું જાગીશ.’’ આમ કહીને બારણા બંધ કરીને માતા પોતે જ શિવભૂતિ આવવાની રાહ જોવા લાગી. શિવભૂતિ ક્યાંક રખડતો રખડતો મોડી રાત્રે ઘરે આવ્યો. તેણે બારણું ખટખટાવ્યું અને ખોલ્યો-‘દરવાજો ખોલો.’’ ત્યારે માતાએ અંદરથી જવાબ આપ્યો, ‘“અત્યારે જ્યાં પણ બારણું ખુલ્લું હોય ત્યાં જા, હમણાં અહિં દ્વાર ખોલવામાં નહિં આવે.’’ આ પ્રમાણે માતાથી અપમાનિત થયેલો ગર્વમૂર્તિ શિવભૂતિ વિચારવા લાગ્યો, ખુદ માતાથી તિરસ્કૃત થયેલો હવે હું ક્યાં જાઉં? આમ વિચારતો તે ત્યાંથી પાછો ફરીને નગરમાં ભટકતો ભટકતો ભાગ્યયોગે સાધુના કોઈ ખૂલ્લા ઉપાશ્રયમાં જઈ ચક્યો. તે વખતે ત્યાં કૃષ્ણાચાર્ય બિરાજમાન હતા શિવભૂતિએ તેઓને પ્રણામ કર્યાં અને પોતાને દીક્ષા આપવા માટે તેમને વિનંતી કરી. કૃષ્ણાચાર્યે તેને દીક્ષા આપવાની ના પાડી. તેથી શિવભૂતિએ સ્વયં પોતાના હાથેજ કેશનો લોચ કરી નાંખ્યો તેથી ગુરૂએ તેને રજોહરણ વગેરે સાધુવેશ આપ્યો, (ખરેખર ભવિતવ્યતા બળવાન હોય છે.) તેને દીક્ષિત થયેલો જાણીને સવારે રાજા ઉપાશ્રયે આવ્યો અને તેને ઠપકો આપતાં કહ્યું- “ મને પૂછયા વગર તેં વ્રત કેમ સ્વીકાર્યું ?’’ 44 ૨૩ Page #30 -------------------------------------------------------------------------- ________________ શિવભૂતિએ કહ્યું-‘તમેજ મને બધા પ્રકારની સ્વતંત્રતાનું વરદાન આપ્યું છે આથી મેં વ્રત સ્વીકાર્યું અને તેમાં તમારી અનુજ્ઞા આવી જ ગઈ.'' આ સાંભળીને વિલખો થયેલો રાજા મુનિને નમસ્કાર કરી પાછો ફર્યો. આચાર્ય મહારાજે સપરિવાર શિવભૂતિ સહિત ત્યાંથી વિહાર ક્ય. ઘણા સમય બાદ વિહાર કરતાં કરતાં ફરીને આચાર્ય ભગવંત તેજ નગરમાં આવી પહોંચ્યા. ત્યારે રાજા અત્યંત સ્નેહથી શિવભૂતિ મુનિને પોતાના મહેલમાં લઈ ગયો અને મુનિની ના છતાં પણ અત્યંત મૂલ્યવાન રત્નકંબલ ભેટ આપી, શિવભૂતિ મુનિ તે કંબલ લઈને ઉપાશ્રયે આવ્યા, આચાર્ય ભગવંતે તેને વહાલથી ઠપકો આપતાં કહ્યું- “વત્સ ! તને ખ્યાલ છે ને ? આપણાથી બહુમૂલ્ય વસ્ત્રાદિ (વસ્તુઓ) રાખી શકાય નહિં.” આ પ્રમાણે આચાર્ય ભગવંત દ્વારા હિતશિક્ષા મળવા છતાંય શિવભૂતિ મુનિએ તે રત્નકંબલ ઉપરની મૂર્છાનો ત્યાગ ન કર્યો, અને તેને ક્યાંક છૂપાવી દીધી. આના ઉપરની મૂર્છાને લઈને શિવભૂતિ વિરાધક ભાવને ન પામે એ હેતુથી અન્યદા શિવભૂતિ બહાર ગયે છતે આચાર્ય ભગવંતે છૂપાવેલી તે રત્નકંબલને શોધીને તેના ચોરસ ટુકડા કરીને દરેક મહાત્માઓને બેસવા માટેનું એકેક આસન આપી દીધું. આ વાતની જાણ થતાં શિવભૂતિને ખૂબ જ દુઃખ થયું. અને ગુરૂ તરફ રોષ રાખતો મનમાં ગાંઠ વાળીને આચાર્ય મહારાજના છિદ્રોને જોવા લાગ્યો. એક દિવસ ગુરૂદેવ આગમ-શાસ્ત્રની વાચના આપી રહ્યા હતા જેમાં જિનકલ્પિક (વિશિષ્ટ તપોવ્રત ધારક) મહાત્માઓનું વર્ણન આવ્યું. હાથની અંદર જ ભોજન કરનારા જિનકલ્પીઓ બે પ્રકારના હોય છે – એક સવસ્ત્ર અને બીજા નિર્વસ્ત્ર. આ સાંભળીને શિવભૂતિ મુનિ બોલ્યા- “નિષ્પરિગ્રહી કહેવાતા આજના સાધુઓમાં તો બીજા નંબરનું આ જિનકલ્પિક વ્રત દેખાતું નથી ?'' વ ૨૪ વકિ Page #31 -------------------------------------------------------------------------- ________________ u" 1639_ સૂરદિવ બોલ્યા- ‘અત્યારે ભરત ક્ષેત્રની અંદર વિશિષ્ટ સત્ત્વના અભાવે આ જિનકલ્પ વ્રત સ્વીકારી શકાતું નથી, પ્રભુ મહાવીરના પ્રશિષ્ય શ્રી જંબુસ્વામીના નિર્વાણની સાથેજ આ જિનકલ્પ પણ અસ્ત થઈ ગયું છે. વર્તમાનમાં તેની આચરણા શક્ય નથી.'' સ્વચ્છન્ડમતિ શિવભૂતિ મુનિ બોલ્યા-‘‘આ વાત તો સત્ત્વરહિત સાધુઓ માટે છે, મારા જેવા સત્વશાળીઓ માટે તો આ ડાબા હાથની રમત છે. જો મુક્તિ માટે જ નિકળ્યા છીએ તો વસ્ત્ર અને પાત્રનો પણ પરિગ્રહ શા માટે ? વસ્ત્ર અને પાત્રથી પણ મુક્તિ લઈ લેવી જોઈએ.’ આચાર્ય ભગવંતે સમજાવ્યું- “વત્સ ! વસ્ત્ર અને પાત્ર તો ધર્મમાં સહાયક બનતા હોઈને ધર્મોપકરણ કહેવાય. અને મૂડ્ઝરહિત તેવા ધર્મોપકરણ ને પાસે રાખવામાં જિનેશ્વર ભગવંતોએ દોષ બતાવ્યો નથી. મોક્ષમાં વિઘ્ન કરનાર કોઈ હોય તો તે લોભ છે પણ વસ્ત્ર- પાત્રાદિ નહિં. જો રજોહરણ અને મુહપત્તિ વગેરે જીવરક્ષા માટે જરૂરી છે તો ભોજન કરતાં કોઈ જીવ- ઘાત ન થાય તે માટે પાત્રની પણ જરૂર છે, વળી ઠંડી-ગરમી-મચ્છર અને ડાંસના ઉપદ્રવ સામે વસ્ત્રો રાખવા પણ જરૂરી છે. અન્યથા દુર્ગાનમાં પડેલો જીવ કદાચ સમ્યકત્વાદિથી સ્મલિત થઈને દુર્ગતિનું આયુષ્ય બાંધી લે તો નુકશાન જ થાય. આમ, ધર્મ, જીવનને ઉપયોગી હોવાથી વસ્ત્ર-પાત્રાદિ રાખવામાં મુનિને દોષ નથી ઉછું રત્નત્રયીની આરાધનામાં તે ઉપયોગી થઈ રહે છે, હા .... પ્રથમ સંઘયણવાળા મહાસત્ત્વશાળી મહાપુરૂષો વસ્ત્ર-પાત્રાદિ વિના જિનકલ્પ વ્રતને સ્વીકારી શકે છે પણ વર્તમાનમાં તેવું સંઘયણ-બળ ન હોવાથી આપણા માટે તેવું જીવન શક્ય જ નથી. અર્થાત્ આપણે વસ્ત્ર- પાત્રાદિનો આશ્રય લેવો જ પડે. ત્ર ૨૫ ૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ આમ ગુરૂભગવંતે ઘણું સમજાવ્યા છતાં પણ સ્વચ્છંદી શિવભૂતિએ પોતાનો કદાગ્રહ ન છોડ્યો તે ન જ છોડ્યો અને છેવટે બધા વસ્ત્ર અને પાત્રનો ત્યાગ કરવા પૂર્વક નગ્ન બનીને તે એકાકી, નગર બહાર ઉદ્યાનમાં જતો રહ્યો. મુનિ શિવભૂતિ મોહનીય કર્મને જબ્બે કરવામાં સરિયામ નિષ્ફળ ગયા, તેમનું ગૃહ-વાસમાં સ્વાચ્છન્ય યુક્ત જે જીવન હતું -નિમિત્ત મળતાં તે જ સ્વચ્છન્દી વૃત્તિઓ અહિં પણ જાગૃત થઈ ગઈ. જો કે આવા જ કોઈ કારણસર કૃષ્ણાચાર્ય પણ તેને દીક્ષા આપવાની ના કહી હશે, પણ છતાંય ભવિતવ્યતા બળવાન હોય છે કે જેથી સૂરદેવે છેવટે તેને સાધુ વેશ આપ્યો. જે હોય તે પણ ત્યારથી શિવભૂતિએ પોતાનો અલગ ચોક્કો શરૂ કરી દીધો અને ઉદ્યાનમાં એકાકી ગયેલા જાણીને તે (શિવભૂતિ) ની બહેન-સાધ્વી પણ તેમની પાસે આવ્યા, અને તે પણ નિર્વસ્ત્ર બની ગયા, જ્યારે તે દિગંબર -સાધ્વી ગામમાં ભિક્ષા માટે આવ્યા ત્યારે તેની નગ્ન અવસ્થા જોઈને નગરમાં રહેતી કોઈ વેશ્યા વિચારવા લાગી કે અમારા પણ અંગો જો વસ્ત્રોથી આચ્છાદિત હોય તો જ અમારૂં ગૌરવ રહે છે અન્યથા સ્ત્રી- શરીરના અંગો એટલા બિભત્સ હોય છે કે લોકો તિરસ્કાર્યા વિના રહે નહિં, જે આ સાધ્વી આ રીતે જ નગરમાં ફરશે તો કદાચ આવું બિભત્સ શરીર વિચારીને લોકો આપણી પાસે આવતા બંધ થઈ જશે. આપણો ધંધો તૂટી પડશે આમ વિચારીને તે વેશ્યાએ દાસીઓ દ્વારા પરાણે તે ઉત્તરા સાધ્વીને વસ્ત્રો પહેરાવી દીધા. તેમ છતાંય વસ્ત્રોને નહિં ઈચ્છતી ઉત્તરા સાધ્વીએ શિવભૂતિ પાસે જઈને બનેલી બધી હકીક્ત કહી સાંભળાવી, શિવભૂતિ બોલ્યા- ‘‘સાધ્વીઓને વસ્ત્રો રાખવામાં કઈ દોષ નથી.'' આમ કહીને તેણે સાધ્વી માટે વસ્ત્રોની છૂટ આપી. આમ, શ્રી વીર-શાસનની અનેક બાબતોથી વિરૂધ્ધ જનાર દિગંબર મત શિવભૂતિથી શરૂ થયો. | ૨૬ Page #33 -------------------------------------------------------------------------- ________________ સાચેજ કેટલાકનું કુકર્મ તો એટલું બધું જબરદસ્ત હોય છે કે તેઓ પોતાની સાથે અનેકને ઉધે રસ્તે ચડાવીને ધર્મભ્રષ્ટ કરી દેતા હોય છે. એની પછી થનારી વંશપરંપરાથી સર્જાતા નુકશાનો તો જૈન જૈનેત્તર સમાજની નજરે ઉડીને વળગે તેવા સ્પષ્ટ છે. * ૨૭ ૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ (૯) ચાણક્ય અને ચંદ્રગુપ્ત વ્યવહારમાં ચાણક્ય નીતિ પ્રસિદ્ધ છે. આ નીતિના વિધાયક ચાણક્યના ઇતિહાસથી ઘણાખરા વાકેફ છે તો ઘણા બધા અજ્ઞાત પણ છે, માટે જ જન્મથી લઈને ચાણક્યના જીવનને સ્પર્શતું યત્કિંચિત ચિત્ર અહિં રજૂ કરવામાં આવેલું છે. અને જૈન મતે તે કંઈક આ પ્રમાણે છે. ગૌડ દેશમાં ચણક નામે ગામ. ચણક પિતા અને ચણેશ્વરી માતાનો તે બાળ દાંત સહિત જમ્યો હતો. પિતા જાતિથી બ્રાહ્મણ અને ધર્મ જૈન હતા. એક દિવસ ઘેર ભિક્ષાર્થે પધારેલા મુનિઓને તેણે દાંત સહિત જન્મેલા બાળકની હકીક્ત કહી. મુનિઓએ કહ્યું- આ બાળક ભવિષ્યમાં રાજા થશે. | પિતા ચણક, માત્ર પુત્રના દેહ-પિંડની સંભાળ રાખનાર પિતા ન હતા, પણ વાસ્તવિક ધર્મ-પિતા હતા. બાળક, દુન્યવી સત્તા કે સંપત્તિથી સમૃદ્ધ બને તે તેને ઈષ્ટ ન હતું કેમકે, સત્તાની સાઠમારી પાછળ પરલોકમાં થનારી ભયંકર દુર્ગતિઓ તેની નજર સમક્ષ તરવરી રહી હતી. મારો પુત્ર રાજા બનીને મહાઆરંભમાં પડી જઈને દુર્ગતિમાં ફેંકાઈ ન જાય તે માટે કાનસથી બાળકના દાંતોને બાપે ઘસી નાખ્યા. ફરીને મુનિઓને પૂછવામાં આવ્યું. મુનિઓએ કહ્યું- ‘‘ગુણાલંકૃત આ બાળક હવે રાજા નહિં બને પણ તે કોઈ રાજાને હાથમાં રાખીને રાજ્યકારભાર ચલાવનારો થશે અર્થાત્ કોઈ રાજાનો પડછાયો બનીને રહેશે.' = ૨૮ - Page #35 -------------------------------------------------------------------------- ________________ પિતાએ બાળનું નામ રાખ્યું ‘ચાણક્ય’’ બીજના ચંદ્રની જેમ ઉમરથી, કળાઓથી, વિદ્યાર્થી અને ગુણોથી વૃદ્ધિ પામતા તેણે યૌવના ઉંબરે પગ મૂક્યો, કોઈ કુલીન-બ્રાહ્મણ કન્યા સાથે તેના લગ્ન થયા. નિર્ધન હોવા છતાં પણ સંતોષી હોવાથી ધન મેળવવા માટે ચાણક્ય ખાસ પ્રયત્ન કરતો નહિં, યથા શક્તિ શ્રાવક ધર્મને પાળતો. એક વખત તેની પત્ની પોતાના ભાઈના લગ્નમાં પિયર ગઈ. પણ સાદા વસ્ત્રો અને આભૂષણો રહિત તેની અવસ્થા જોઈને કોઈએ તેનો આદર સત્કાર ન ર્યો. તેની અન્ય બહેનો શ્રીમંત-બ્રાહ્મણોને ત્યાં પરણી હતી તે બધાનો અદકેરો આદર સત્કાર કરાયેલો જાણીને ચાણક્ય-પત્ની મનોમન દુઃખી થઈ. કેમેય કરીને લગ્ન પતાવીને ઉદાસીન અવસ્થામાં તે ઘરે પાછી કરી. તેના મુખ ઉપર ગ્લાનિ જોઈને ગ્લાન થયેલા ચાણક્ય ઉદાસીનતાનું કારણ પૂછ્યું. પણ તે કશુંય બોલી શકી નહિં, આંખમાંથી બોર બોર જેવડા આંસુ સારવા લાગી. ચાણક્યના અતિ આગ્રહે જ્યારે તેણે પિયરમાં થયેલા અનાદરની પેટ છૂટી વાત જણાવી ત્યારે ચાણક્ય વિચારવા લાગ્યો..... | ‘સાચેજ મનુષ્ય માટે દરિદ્રતા એ જીવતું મરણ છે.'' માણસ ગમે તેવો કળાવાન, વિદ્વાન, યશસ્વી કે રૂપવાન હોય પણ જો તેની પાસે ધન ન હોય તો તે દુનિયાની નજરે ક્ષીણ ચન્દ્ર જેવો નિસ્તેજ જોવાતો હોય છે. સાંભળ્યું છે કે “ રાજા નંદ બ્રાહ્મણો ને ખૂબ જ ધન આપે છે’’ માટે ત્યાં જવું જોઇએ આમ વિચારીને નિપુણમતિ ચાણક્ય પાટલીપુત્રના રાજા નંદની સભામાં ગયો. અને આગલી હરોળના અનધિકૃત આસન ઉપર જઈને બેઠો. | ચાક્યને જોઈને ત્યાં રહેતો કોઈ સિધ્ધપુત્ર કંઈક ઊંચે સાદે બોલ્યો, “આ બ્રાહ્મણ’’ નંદના વંશને ઓળંગી જશે. આ બાજુ ચાણક્યને નંદના સિંહાસન ઉપર બેઠેલા જોઈને રાજાની દાસીએ હાથ જોડીને ચાણક્યને વિનંતી કરતાં કહ્યું‘ભૂદેવ ! બાજુનાં સિંહાસન ઉપર પધારો. અહિં નહિં.' ત્યારે ચાણક્ય તેની વાત ને હસીને કાઢી નાંખી એટલું જ નહિં દાસીએ બતાવેલા તે (બીજા) આસન ઉપર પોતાનું કમંડલુ ગોઠવ્યું. ત્રીજા આસન પર દંડ ગોઠવ્યો. ચોથા આસન પર અક્ષ Page #36 -------------------------------------------------------------------------- ________________ માળા અને પાંચમાં ઉપર બ્રહ્મ સૂત્ર (જનોઈ) ગોઠવી ને જાણે બે-પરવાહ તે મજાક કરવા લાગ્યો.આવી ધિક્રુતા જોઈને દાસીએ ચાણક્યને લાત મારીને ઉભો કર્યો.. દાસીથી થયેલા પોતાના આ અપમાનથી ક્રોધિત થયેલા ચાણક્ય ચોટી બાંધીને ત્યાં બધાની સમક્ષ પ્રતિજ્ઞા કરતાં કહ્યું કે ‘ધન- ભંડારો અને બંધુ વર્ગ વડે જેના મૂળીયા ઊંડે સુધી ગયા છે અને પુત્રો અને મિત્રો વડે જેની શાખાઓ ખૂબ વધેલી છે એવા આ નંદ-વંશના વૃક્ષને જડ-મૂળથી ઉખેડીને જ જંપીશ.'' આ બામણ મારું શું કરી શકશે આ રીતે રાજા નંદથી ઉપેક્ષા કરાયેલો ચાણક્ય સભામાંથી યાવત્ નગરમાંથી બહાર નીકળ્યો. ‘આ બાળક કોઈ રાજાનો પડછાયો થઈને રહેશે’ પિતાના આ વચનોને યાદ કરતો ચાણક્ય પોતાના ભાવિ રાજાની શોધમાં ફરતો ફરતો (નંદ રાજાના) મયૂરપોષક નામના ગામમાં સન્યાસીનો વેશ લઈને ભિક્ષાર્થે ભમવા લાગ્યો. તે ગામમાં કોઈ બ્રાહ્મણીની પુત્રીને ચંદ્રમાનું પાન કરવાનો દોહદ થયેલો. જે કેમેય પૂરો ન થતાં તેણીનું શરીર પ્રતિદિન ક્ષીણ થતું હતું. તે જ વખતે તેના ઘરે સન્યાસીના વેશમાં ચાણક્ય ગયો અને તેના પિતા અને બંધુ વર્ગે પૂછ્યું, ‘‘આ દોહદ શી રીતે પૂરો થાય?’ | ચાણક્ય કહ્યું-“તમારી દીકરીની પ્રસૂતિ બાદ જે બાળક થાય તે મને આપવાનું વચન આપતા હો તો તેનો દોહદ અબઘડી જ પૂરો કરી દઉં.'' ‘દોહલો પૂરો નહિં થાય તો દીકરી કદાચ મરી જશે’’ – માટે સન્યાસીનું વચન સ્વીકારવું. આમ પરસ્પર વિચારીને, સન્યાસીની શરત મંજૂર રાખીને તેમણે દોહુદ પૂરો કરવા વિનંતી કરી. - ચાણક્ય વસ્ત્રનો મંડપ તૈયાર કરાવ્યો, અને તેની છત ઉપર એક છિદ્ર કરાવ્યું અને ગુપ્ત રીતે તે છિદ્રને ઢાંકનાર એક | વ્યક્તિને ઉપર બેસાડી દીધો તે છિદ્રની નીચે પાણીથી ભરેલો થાળ મુકવામાં આવ્યો. કાર્તિકી પૂર્ણિમાની રાતે ચંદ્રનું અસલ પ્રતિબિંબ તે પાણીના થાળમાં પડતાંની સાથે જ થાળ ગર્ભવતી પુત્રીને પીવા માટે કહેવામાં આવ્યું. પ્રતિબિંબિત થાળને તે જેમ જેમ પીતી જાય છે તેમ તેમ ઉપર રહેલો વ્યક્તિ તે કાણાને ધીરે ધીરે ઢાંક્તો જાય છે. (બંધ કરતો જાય છે.) હું ચંદ્રપાન કરી રહી છું એવા સંતોષ સાથે તેનો દોહદ પૂરો કરવામાં આવ્યો. અને સમય જતાં તેણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો. પિતા વગેરેએ મળીને ‘ચંદ્રગુપ્ત’’ એ પ્રમાણે તે બાળકનું નામકરણ કર્યુ. ‘પુત્રના લક્ષણ પારણામાં'' એ ઉક્તિ અનુસાર ઔદાર્ય-ધર્ય-ગાંભીર્ય અને સૌદર્યાદિ ગુણોથી અલંકૃત બાળક ચંદ્રગુપ્ત ને પણ જાણે કે રાજા બનવાની આગાહીઓને સૂચવતો બાળકોની સાથે રાજાની જ કીડા કરતો હતો. સ્વયં રાજા બનીને- કોઈ બાળકને ઈનામમાં ગામ આપતો, તો કોઈ બાળકને ઘોડો કરીને તેના ઉપર ચઢી બેસતો. તો કોઈને સજા પણ કરતો. TET Page #37 -------------------------------------------------------------------------- ________________ આ બાજુ ચાક્ય પણ ભમતો ભમતો તે (ચંદ્રગુપ્ત) બાળકને જોવા માટે તે જ ગામમાં (જ્યાં બાળકોની સાથે ચંદ્રગુપ્ત ક્રીડા કરી રહ્યો હતો ત્યાં) આવી ચડ્યો. આ વખતે ચંદ્રગુપ્ત (બાળક) સ્વયં રાજા બનીને અન્ય બાળકોને કંઈક આપી રહ્યો હતો, ચાણક્ય પણ તે બાળ- રાજા પાસે યાચના કરતાં કહ્યું–‘‘મહારાજ ! મને પણ કંઈક આપો’’ આ સાંભળીને ચંદ્રગુપ્ત (બાળકે) કહ્યું-ભૂદેવ ! લ્યો તમને આ ગાય ભેટ આપું છું. ચાયે કહ્યું ગાયોથી હું ડરું છું, ચંદ્રગુપ્ત બોલ્યો ડરવાની જરૂર નથી.આ પૃથ્વી તો વીરભોગ્યા છે (‘વીરભોગ્યા ભૂરિયમ્') ત્યારબાદ ચાયે અન્ય બાળકોને પૂછયું આ બાળક કોણ છે? ત્યારે બાળકોએ જવાબ આપ્યો આ બાળકની માતાનો દોહદ પૂરવાથી કોઈ સન્યાસીને આ બાળક અપાયેલો છે. શિશુ છતાં પણ પ્રકૃષ્ટ જ્ઞાનવાન આ બાળક પોતાનો જ છે. એમ વિચારીને ચંદ્રગુપ્તને ચાણક્ય કહ્યું ‘વત્સ ! ચાલ તને રાજ્ય અપાવું. તું જેને અપાયો છે તે જ હું સન્યાસી છુ.” - રાજ્યચ્છ એવો બાળ-ચંદ્રગુપ્ત પણ તેની સાથે આવવા તૈયાર થયો. ચાણક્ય પણ તેને લઈને જલ્દીથી તે નગરને છોડી દીધું. | ત્યાર પછી પૂર્વે ધાતુવાદ વડે ભેગા કરેલા કેટલાક ધન વડે ચાણક્ય થોડીક સેનાને તૈયાર કરી અને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે તેણે પાટલીપુત્રને ફરતો ઘેરો ઘાલ્યો. પણ નંદના વિશાળ સૈન્ય સામે તે ટકી શક્યો નહિં, પરાજય થતાં ભાગી છૂટેલા ચંદ્રગુપ્તને પકડવા નંદના સૈનિકોએ પીછો પકડ્યો. તે સૈનિકોમાંથી પૂરપાટ વેગે દોડતા ઘોડા સહિત એક સૈનિક તે બન્નેની એકદમ નજીક આવી ગયો. તેને આવતો જોઈને ચાણક્ય બાળક ચંદ્રગુપ્તને નજીકમાં રહેલા તળાવની અંદર છુપાવી દીધો અને પોતે ધોબીની જેમ કપડા ધોવાનો ડોળ કરવા લાગ્યો. નજીક આવેલા સૈનિકે પૂછયું- અરે ધોબી ! અહિંથી પલાયન થતા ચંદ્રગુપ્તને તે જોયો ? ચાણક્ય કહ્યું હા.... આ તળાવની અંદર પ્રવેશેલો તે ક્યાંક છુપાઈ ગૃયો છે. સૈનિક વસ્ત્રો, શસ્ત્રો અને બખ્તર વગેરે બધું ત્યાં મુકીને માત્ર એક પોતડી પહેરીને ચંદ્રગુપ્તને શોધવા સરોવરની અંદર જેટલામાં જંપ લગાવે છે તેટલામાં જ તેની જ તલવાર વડે ચાણક્ય તે સૈનિકનું માથું ઉડાવી દીધું. ત્યારબાદ ચંદ્રગુપ્તને જ ૩૧ બ્રેક Page #38 -------------------------------------------------------------------------- ________________ બોલાવી તેને ઘોડા ઉપર બેસાડીને ચાણક્ય ત્યાંથી આગળ જવા રવાના થયો. વચ્ચે રસ્તામાં ચંદ્રગુપ્તને તેણે પૂછયું કે (તારી બાબતમાં) મારા અને ઘોડેસ્વારની વચ્ચે જ્યારે વાતચીત ચાલી રહી હતી ત્યારે તું મનમાં શું વિચારતો હતો ? ચંદ્રગુપ્ત કર્યું - ‘‘પૂજ્યવર ! ત્યારે મેં એટલું જ વિચારેલું કે આપ જે કરો તે સુંદર જ હોય આ બાબતમાં મારે કંઈ વિચારવાનું હોય નહિ.' આ સાંભળીને અત્યંત સન્તુષ્ટ થયેલો ચાણક્ય વિચારવા લાગ્યો ભવિષ્યમાં ચંદ્રગુપ્ત સદા મારે વશ રહેશે. મુસાફરીમાં આગળ જતા રસ્તામાં બાળ ચંદ્રગુપ્ત ચાણક્યને કહ્યું - મને સખત ભૂખ લાગી છે. ચંદ્રગુપ્તને ત્યાં બેસાડી ચાણક્ય કોઈ ગામની નજીકમાં ભોજન લેવા માટે ગયો. તેટલામાં કોઈ ભટ્ટને તેણે સામેથી આવતાં જોયો, ચાણક્ય પૂછ્યું, આ ગામમાં ભિક્ષા મળશે ? ભટ્ટે કહ્યું હા, ખૂબ મળશે. હું પણ હમણાંજ દહીં અને ભાત વગેરેનું ભોજન કરીને નીકળ્યો છું. ચાણક્ય વિચાર્યું ગામમાં ભિક્ષા લેવા જતાં નંદના નિર્દય સૈનિકો બહાર એકલા રહેલા ચંદ્રગુપ્તને મારી નાખશે તો ભવિષ્યમાં રાજ્ય મેળવવાનું મારું સ્વપ્ન અધુરૂં જ રહી જશે માટે આવી પડેલી અવસ્થાને ગમે તેમ પાર કર્યો જ છૂટકો. આમ વિચારીને તેણે ભટ્ટના પેટમાં છરો હુલાવી દીધો અને તેના જઠરમાંથી તાજો ખાધેલો કાંબો કાઢીને ચંદ્રગુપ્તને ખવડાવ્યો અને ભૂખ્યા એવા તેણે પણ ખાધો. સાચે જ નરાધમ લોકો નાનકડા પણ નિજ સ્વાર્થ માટે પરદ્રોહ કરતાં વાર નથી લગાડતા. આજના રાજકારણમાં તો દેશના હિત સાથે જેને કંઈ નાતરું જ નથી એવા એકલપેટા રાજકારણીઓનો રાફડો ફાટ્યો છે. માફિયાઓને પણ સારા કહેવડાવે તેવા રાજનેતાઓ જે દેશનું રાજ્ય ચલાવતા હોય તે દેશની પ્રજા પણ ભૂખમરાથી પીડાય કે અનેક બદીઓનો ભોગ બને તેમાં નવાઈ શું હોય ? - જે દેશની કેટલીય ગરીબ પ્રજાને અનાજનો એકેક દાણો મેળવવા માટે કમ્મરતોડ મહેનત કરવી પડે તોય પૂરું ન મેળવી. શકે, અને છેવટે મારા-મારી, લૂંટફાટ અને આપઘાતના માર્ગે જવું પડે કે ક્યાંક જીવતા કોઈ બાળક કે બાળકીને સળગાવી મારીને પોતાની સળગતી જઠરાગ્નિને શાંત કરવાનો વખત આવે- આવી પરિસ્થિતિમાં પણ અનેક કૌભાંડોમાં સંડોવાયેલા અનેક રાજ-નેતાઓ ચાણક્યને પોતાનાથી હજાર ગણા સારા કહેવડાવે તેવા દેશ માટે અભિશાપ રૂપે પૂરવાર થયેલા ન ગણાય શું? ચાણક્યને તો મજબૂર થઈને ક્યાંક કાળા કામ કરવા પડ્યા હશે. જ્યારે આધુનિક ચાણક્યોની તો વાત જ ન્યારી છે. અબજો નહિં પણ અરબોની સંપત્તિ સ્વીઝર્લેન્ડ બેંકમાં જમા પડી હોય તો ય પોતાને મળેલી સત્તા દરમ્યાન ચૂસાય તેટલું ચૂસીને દેશને ખોખલો બનાવીને હસતા મુખડે મૂલ્યોની વાત કરતાં જરાય લાજતા નથી. કોઈક બૈરનાર જેવા માડીજાયા સચ્ચાઈની સપાટીએ ઉપર આવતા દેખાય તો ફટ દઈને તેમના ઉપર તરાપ મારવામાં આવે છે. જાણે કે તેમને હતા-નહતા કરવાના પ્રપંચો ગોઠવવામાં આવે છે. | રાજકારણીઓએ પોતાના અંધ સ્વાર્થ ખાતર આ દેશની કેટલી અધોગતિ કરી દીધી છે? પ્રજાને સાવ નિર્માલ્ય બનાવી દીધી છે? કહેવાતી લોકશાહીમાં લોકોનો સૂર જ નથી અને છે તો એનું સુરસુરીયું થઈ જાય છે. કોઈ સાંભળનાર જ નથી. વાસ્તવમાં લોક-શાહી એટલે અમલદાર શાહી, ગુંડાશાહી, લાગવગશાહી, અંધેરશાહી ચાલી રહી છે. જ્યારે રાજાશાહીમાં મહાજનનો અવાજ હતો. મહાજન એટલે લોકોનો અવાજ. આ મહાજન લોકોની લાગણીને સત્તા સુધી પહોંચાડતું અને તેનો નિકાલ પણ થતો. આવા મહાજનવાળી રાજાશાહીનું જ્યારે પણ નિર્માણ થશે ત્યારે જ કદાચ સફેદ ઠગોનું વિસર્જન થશે. ત્યારે જ ભારતનું કલ્ચર બઠેલાશે. * * lain Education International વહિટ 320 Page #39 -------------------------------------------------------------------------- ________________ (10) પલટાતું રાજકારણ ફરતાં ફરતાં ચંદ્રગુપ્ત અને ચાણક્ય હિમાચલ પ્રદેશ પહોંચ્યા. ત્યાંના રાજા ‘પર્વત’ ની સાથે તેણે ગાઢ મૈત્રી બાંધી અને અવસર જોઈને એક વખત ચાણક્ય તેને કહ્યું, તારૂં અતુલ સૈન્યબળ અને મારું બુધ્ધિબળ આ બન્ને દ્વારા આપણે રાજા નંદના સામ્રાજ્યને મૂળમાંથી ઉખેડીને તેના રાજ્યને આપણે વહેંચી લઈએ. પર્વત રાજાએ પણ તેની વાત સ્વીકારી અને બન્નેએ નંદના દેશને સાધવાના “શ્રી ગણેશ” ર્યા. અને પાટલિપુત્રને ચારેય બાજુથી ઘેરી લીધું. પણ હા.. માત્ર સૈન્ય બળથી નંદનું એક પણ નગર જીતી શકાય તેમ ન હતું માટે જ સન્યાસીનો વેશ લઈને ચાણક્ય નગરમાં પ્રવેશ ક્ય. અને ત્યાં મકાનોનું નિરીક્ષણ કરતાં કરતાં એક જગ્યાએ દેવતાઓની સાત મૂર્તિઓ તેના જોવામાં આવી. નગરને અભંગ રાખનારી જડ આ સાત દેવીઓના પ્રભાવમાં જ પડેલી છે એમ વિચારીને આ મૂર્તિઓનું ઉત્થાપન કઈ રીતે કરાવવું એવા વિચારમાં ચાક્ય છે તેટલામાં નગરના લોકોએ તેને પૂછ્યું કે દુશ્મન રાજાએ નગરની ચોફેર ઘેરો ઘાલ્યો હોવાથી અમે દુઃખી થઈ ગયા છીએ. તો ભગવન્ ! કૃપા કરીને અમને કહો આ દુઃખથી મુક્તિ ક્યારે મળશે ? નગરના દ્વારો ક્યારે ખુલશે ? લાગ જોઈને ચાણક્ય વળતો જવાબ આપ્યો, જ્યાં સુધી આ સાત દેવીની મૂર્તિઓ વિદ્યમાન છે ત્યાં સુધી દુઃખ મુક્તિ કેવી ? અસંભવિત છે.... શત્રુ રાજાથી નગરની મુક્તિ. | આ સાંભળીને નગરજનોએ તરતજ તત્રસ્થિત સાતેય દેવીઓની પ્રતિમાનું ઉત્થાપન કર્યું. અને આ બાજુ ચાણક્યના સંત અનુસાર ચન્દ્રગુપ્ત અને પર્વતરાજા પણ નગરથી સૈન્યના ઘેરાવાને દૂર કરતા ગયા. આમ થવાથી લોકોમાં ચાક્યની વાત ઉપર વધુ વિશ્વાસ જાગ્યો. | હવે ચાણક્ય ફરીને નગરને ફરતે સજ્જડ ઘેરો ઘાલ્યો અને ઘણા સૈન્ય સાથે તે ત્રણેય નગર ઉપર તૂટી પડ્યા, જોતજોતામાં જ નગરને પોતાના કબજામાં લીધું. જેના પુણ્ય, બુદ્ધિ અને બળ ક્ષીણ થયા છે એવો નંદ રાજા ચાણક્યના શરણે આવ્યો. ચાણક્ય (પણ) નંદને આદેશ ર્યો : એકજ રથની અંદર તું જેટલું લઈ જઈ શકે તેટલું લઈને આ નગરની બહાર નિર્ભયતાથી જઈ શકે છે. Immmmmmmmmmmmmmmmmm = 33 Page #40 -------------------------------------------------------------------------- ________________ @GAB C3201 દીન બનેલા નંદે પણ એક રથની અંદર પોતે, પોતાની સ્ત્રીઓ, એક કન્યા અને કેટલુંક મૂલ્યવાન ધન-ઝવેરાત લઈને નગરની બહાર જવા પ્રયાણ ક્યું. અત્યંત ખુશ થયેલા ચંદ્રગુપ્ત-ચાણક્ય અને પર્વતરાજા જેટલામાં નગર પ્રવેશ કરે છે તેટલામાં જ સામેથી આવતા નંદના રથમાં બેઠેલી નંદની પુત્રીની નજર ચન્દ્રગુપ્ત ઉપર પડી, અને તેના ઉપર મોહાઈ પડી. ચકોર નંદની આંખે આ વાત છાની ન રહી, તેણે પુત્રીને કહ્યું બેટા ! જો તને આ ચંદ્રગુપ્ત (યુવાન) ગમી ગયો છે તો જલ્દીથી તેનો આશ્રય કરી લે. સાચેજ રાજપુત્રીઓ સ્વયંવરા કહેવાય છે, જા... જા.... ચંદ્રગુપ્ત પાસે પહોંચી જા, જેથી તારા લગ્નની ચિંતા મને ન રહે, આમ પિતા નંદ તરફથી મળેલી અનુમતિ અનુસાર તે કન્યા રથમાંથી ઉતરીને ચંદ્રગુપ્ત પાસે પહોંચી અને કેટલામાં તેના રથ ઉપર ચડે છે તેટલામાં જ તે રથના નવ આરાઓ ભાંગી ગયા. ‘આ કન્યા અમંગલકારી’’ છે એમ વિચારીને ચન્દ્રગુપ્ત તેને સ્વીકારવાનો નિષેધ કરે છે પરંતુ ચાણક્ય ચંદ્રગુપ્તને રોતાં કહ્યું કે તેનો નિષેદ્ય ન કર. આ નિમિત્તથી ઋદ્ધિ સંપન્ન એવા નવ પુરૂષો (પરંપરા) સુધી તારો વંશ અખંડ રહેશે. ચંદ્રગુપ્ત કન્યાને રથ ઉપર બેસાડી અને ઠેઠ નંદના મહેલ સુધી પહોંચ્યા. ત્રણેય જણા નંદની સંપત્તિ મેળવવા અંદર પ્રવેશ્યા ત્યાં એક વિષકન્યા રાખવામાં આવેલી. રાજા નંદ તેને જન્મથી માંડીને વિષમવિષ ખવડાવ્યું હતું. તેથી તેણીનું આખુંય શરીર વિષથી વ્યાપ્ત બની ગયું હતું. રાજા પર્વત તેના ઉપર મોહીત થઈ ગયો. ચાણક્ય તેનો અભિપ્રાય જાણીને, તાત્કાલિક તેણીની સાથે તેના લગ્ન મહોત્સવની તૈયારી કરાવી. અને લગ્નવેળાએ જ્યારે તેનું પાણિગ્રહણ થયું ત્યારે તે વિષકન્યાના હાથ દ્વારા ઝેર પર્વતના શરીરમાં સંક્રાંત થયું અને તે ભારે પીડા અનુભવવા લાગ્યો. તેણે ચંદ્રગુપ્તને કહ્યું -મિત્ર ! મને બચાવ. મારો કંઈક ઈલાજ કર. હું બેભાન થઈ રહ્યો છું. મારા અંગેઅંગમાં ઝેર પ્રસરી રહ્યું છે.' આ સાંભળીને દયાળુ અને ભદ્રિક ચંદ્રગુપ્ત જેટલામાં ગારૂડીકોને બોલાવવાનો પ્રયત્ન કરે છે તેટલામાં જ ચાણક્ય તેને ધીરે રહીને કહ્યું - આ પર્વત (રાજા) ને પાછળથી પણ મારવાનો જ હતો. તેના બદલે તે સ્વયં જ મરવા પડ્યો છે તો શા માટે તેની સારવાર કરવી ? માટે મૂક પડતું અને મૌન રહે, જો - 34 - Page #41 -------------------------------------------------------------------------- ________________ તે જીવતો રહેશે તો તેને અધું રાજ્ય આપવું પડશે'. આમ, ચાક્ય વડે ઈશારાથી સમજાવાયેલો ચંદ્રગુપ્ત મૌન રહ્યો અને પર્વત થોડીજ વારમાં તરફડીયા મારતો મૃત્યુ પામ્યો. ખરેખર ભાગ્ય વિના કરેલો પ્રયત્ન સફળ તો નથી થતો પરંતુ ક્યારેક અનર્થ માટે પણ થઈ જતો હોય છે. કેવી ભયંકર હોય છે રાજકારણની ગંદી રમતો....? નંદના સામ્રાજ્યને મેળવવામાં જેનું અતુલ સૈન્યબળ ભારે સહાયક નીવડ્યું તે સૈન્યનો માલિક, રાજા પર્વત બૂરી રીતે મોતના મુખમાં ધકેલાઈ ગયો તોય ચાણક્ય તેની સરિયામ ઉપેક્ષા કરી અને મરવા દીધો. સત્તાની સાઠમારી અચ્છા બુદ્ધિમાનોની બુદ્ધિમાં પણ સડો પેદા કરીને કેવા કૃતન બનાવી મૂકે છે.... રાજા પર્વત અપુત્રિયો હોવાથી નંદનું આખુંય રાજ્ય ચંદ્રગુપ્તના ફાળે ગયું. સર્વત્ર પાટલિપુત્રમાં ચંદ્રગુપ્તની આજ્ઞા પ્રવર્તવા લાગી. બધી રીતે ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય અખંડ અને નિષ્કટક બન્યું. હવે માત્ર રાજ્યના ભંડારોને સમૃદ્ધ બનાવવાનું જ કામ બાકી રહ્યું હતું. તે હવે પછીના પ્રકરણમાં જોઇએ. ત્ર 35 થી Page #42 -------------------------------------------------------------------------- ________________ (11) સમૃદ્ધ પ્રાચીન ભારત એક વખત ચાણક્ય રાજ્યની આગલી હરોળના શ્રીમંતોને ભોજન માટે નિમંત્રણ આપ્યું. ભરપૂર મદિરાથી યુક્ત ભોજનથી થોડીજ વારમાં તે શેઠીયાઓ શાન-ભાન ભૂલીને ગાંડાની જેમ બકવાસ કરતા આમતેમ લથડીયા ખાવા લાગ્યા. ડાયરો બરાબર જામી ગયેલો જોઈને ચાણક્ય પણ તેમની સાથે ભળી ગયો અને તેઓને અનુરૂપ ચેષ્ટા કરતાં બોલ્યોમારી પાસે ત્રિદંડ છે, સુંદર બે ધોતી જોટા છે અને સ્વર્ણનો કમંડલ છે વળી રાજા મારે વશ છે માટે હેલો તો મારા નામનો જ ગવડાવવો જોઈએ...'' આ સાંભળીને મદિરાથી અત્યંત ઉન્મત્ત બનેલા આજ સુધી ક્યારેય કોઈનેય પોતાની ધન-સંપત્તિની વાતને ખુલ્લી નહિં કરનાર એક શ્રીમંતે પોતાની બોલતી ઉઘાડી ‘અરે .... દસ યોજન = 40 ગાઉ સુધી ચાલ્યા જતા કોઈ મદોન્મત્ત હાથીના જેટલા પગલા પડે તે દરેક પગલાની અંદર એકેક લાખ સોનામહોરો મૂકવામાં આવે અને (40 ગાઉ સુધીના દરેક પગલાઓની અંદર મૂકેલી), જેટલી સોનામહોરોની સંખ્યા થાય તેટલી સોનામહોરોનો હું માલિક છું માટે હેલો તો મારા નામનો જ ગવડાવવો જોઈએ...' ' આ સાંભળીને મદિરાથી મહાન્ધ બનેલા બીજા શ્રીમંતે પૂર્વે કોઈની આગળ નહિં કહેવાયેલી પોતાની સંપત્તિનું બયાન આપતાં કહ્યું - ‘આઢક (એક પ્રકારનું મા૫) પ્રમાણ તલ ખેતરમાં ઉગાડવામાં આવે અને ફાલેલા-કૂલેલા પ્રત્યેક છોડવામાં જેટલા તલ હોય તે તલના બરાબર એકેક લાખ સોનામહોરોના પ્રમાણ પ્રમાણેની અખૂટ- અઢા ઢળક સંપત્તિ મારી પાસે છે માટે મારા નામનો જ હેલો ગવાય તેમાં કંઈ નવાઈ નથી.’ આ બન્નેની વાત સાંભળીને મદિરામત્ત એક ત્રીજા શ્રીમંતે ભારે સ્વાભિમાન સાથે પોતાની મૂડીનું મહાપ્રમાણ આ પ્રમાણે કહી બતાવ્યું‘‘સાંભળો, પર્વત ઉપર પડતા વરસાદના ભારે પ્રવાહના પૂરને એકજ દીવસમાં મારે ત્યાં ઉતરતા માખણની (9) OiF G (5) B LOG * 36 ક્ર Page #43 -------------------------------------------------------------------------- ________________ બનાવેલી મજબૂત ભીંતથી રોકી શકું છું, વિચારજો મારે ત્યાં કેટલું ગોધન હશે કે જેથી પાણીના પૂરને પણ હું એકજ દિવસના ઉતરેલા માખણના પિંડની પાળી બનાવીને નાથી શકું છું.’ આમ તે બોલતાં અટકે એટલામાં જ ઝાલ્યો નહિં રહી શક્તો ઉન્મત્ત ચોથો શ્રીમંત ઉવાચ-“અધધ... થઈ જવાય તેટલું અશ્વધને મારી પાસે છે. એકજ દિવસમાં મારે ત્યાં એટલા અશ્વબચ્ચાઓ જન્મે છે કે આજના તાજા જન્મેલા બચ્ચાઓની કેશરામાંથી આ આખુંય પાટલીપુત્ર નગર વીંટાળી શકાય, માટે હેલો તો મારા નામનો ગવાય તે જ બરાબર છે.'' આ ધન તો મારી સમૃદ્ધિ પાસે કોઈ વિસાતમાં નથી એવા આક્ષેપ પૂર્વક પાંચમા શેઠ સાહેબ બોલ્યા-‘‘મારી પાસે પ્રસૂતિકા અને ગર્દભિકા આ બે વિદ્યારત્નો એવા છે કે ચોખાના છોડવાઓને ગમે તેટલીવાર કાપી નાખવામાં આવે તો પણ તરતજ તેવાને તેવા ફાલ્યા ફૂલ્યા ખીલી શકે છે આ પ્રભાવ મારી પાસે રહેલા તે બે રત્નોનો જ છે આમ હું મહાન શાલિ ધનથી સમૃદ્ધ હોવાથી હેલો ગવડાવવાનો હકદાર હું જ ગણાઉં.'' - તેટલામાંજ નિદ્રામાંથી ઝબકીને જાગેલા ન હોય તેવા એક શ્રીમંત જોરથી બોલવા લાગ્યા-‘હમ કિસી સે કમ નહિં , મારી સંપત્તિ પાસે તમારી સંપત્તિ તો સાવ વામન છે વામન ! હેલાનો ખરેખર હક્કદાર તો હું જ છું, સાંભળો-મારે ધનપ્રાપ્તિ માટે કશોય પ્રયત્ન કરવો પડતો નથી, ક્યાંય પ્રવાસ ખેડવા જવું પડતું નથી, મારી ઉપર એક પૈસાનું પણ દેવું નથી, મારી પત્ની બરાબર મારા વશમાં રહે છે અને હંમેશા હું આખાય શરીરે ચંદનનો લેપ લગાડીને જ બહાર નીકળું છું. કહો જોઉં ! કેવો સુખી-સમૃદ્ધ હું ?" આ રીતે એક પછી એક મૂર્ધન્ય કક્ષાના તે શ્રીમંતો શરાબના નશામાંને નશામાં પોતાની અંગત મૂડીને પ્રદર્શિત કરતા ગયા અને જ્યારે તેઓનો કેફ ઉતરી ગયો અને સ્વસ્થ બન્યા ત્યારે ચાણક્ય યથાયોગ્ય મર્યાદામાં રહીને તેઓ પાસેથી આ પ્રમાણે ધન ગ્રહણ કર્યું. - પહેલા શ્રીમંત પાસેથી એક યોજન સુધી પડતા હાથીના પગલામાં એકેક લાખ સોનામહોરો મૂકીને જેટલી સંખ્યા થાય તેટલી સોનામહોરો ગ્રહણ કરી (તે શ્રીમંત પાસે 10 યોજન સુધી ચાલ્યા જતા હાથીના પગલામાં એકેક લાખ સોનામહોરો મૂક્વામાં આવે અને જેટલી સંખ્યા થાય તેટલી નિજી મૂડી હતી.) એક તલના છોડવામાં જેટલા તલ ઉગી નીકળે તેટલા તલ દીઠ એકેક લાખ સોનામહોરો બીજા શ્રીમંત પાસેથી ગ્રહણ કરી. ત્રીજા શ્રીમંત પાસેથી દર મહીને એક દિવસમાં જેટલું માખણ પેદા થાય તેટલું માખણ આપવાનું નક્કી કરાવ્યું. ચોથા ધનાઢ્ય પાસેથી દર મહીને એક દિવસમાં જન્મતા અશ્વ-બચ્ચાઓને 6 ભેટ ધરવાનું નક્કી કરાવ્યું. પાંચમા પાસેથી રાજ્યના ધાન્ય-કોઠારો ભરપૂર થઈ જાય તેટલા ચોખા આપવાનું કબૂલ કરાવ્યું. ( આ પ્રમાણે પ્રથમ શ્રેણિના શ્રીમંતો પાસેથી દ્રવ્ય ગ્રહણ ક્ય બાદ બીજ સુખી-સંપન્ન આમ જનતા પાસેથી પણ ધન મેળવવા ચાણક્ય એક કીમીયો રચ્યો. સોનામહોરોથી ભરેલા એક થાળને બજારના ચાર રસ્તા વચ્ચે મૂકીને ચાણક્ય એલાન કર્યું કે ચોપટ રમીને જે મને જીતી જશે તેને આ સ્વર્ણમહોરો, થાળ સહિત ભેટ આપવામાં આવશે અને જો હું જીતીશ તો હારનારે મને માત્ર એક સ્વર્ણમહોર આપવાની રહેશે (કહેવાય છે કે તે ચોપટમાં રમવાના પાશાઓ યાંત્રિક હતા અથવા તો દેવી હતા તેથી ચાણક્ય-પક્ષે જ જીત થતી રહેતી.). | (આ રીતે ચાણક્ય આજના જેવી શોષણ - પદ્ધતિ વિનાજ રાજ્યના અર્થતંત્રને મજબૂત બનાવ્યું. હા... તેની જગ્યાએ જો આજના સેલ્સ-ટેક્ષ કે ઇન્કમ-ટેક્ષ અફસરોએ તે તે શ્રીમંતોને ત્યાં દરોડા પાડ્યા હોત તો બિચારાઓને રખડતા રામ જ બનાવી દીધા હોત.) કેવો સમૃદ્ધિમાન અને બુદ્ધિમાન હતો ભવ્ય ભારત દેશ ! જ્યાંનો એકેક શ્રીમંત આ ધરતી પરથી ઘી-દૂધની નદીઓ રેલાવી દેવા સમર્થ હતો. જ્યાંનો એક જ ચાણક્ય દાદ માંગી લે તેવી બુદ્ધિ દ્વારા દેશની આબાદી અને નિર્ભયતા માટે બસ હતો. ગરવી ગઈકાલનો એ ચાણક્ય જો આજે જીવતો હોત તો કદાચ વિદેશી ગોરાઓના ભેદી પંજાને પ્રવેશવા જ ન દીધો હોત. ખેર એવો એય ચાણક્ય આજના રાજકારણમાં જોવા મળતો નથી જે યન્ત્રીકરણને બદલે ગો-ધન, ગજ-ધન, અશ્વધન અને શાલિધન પાછું લાવી આપી પુનઃ સંસ્કૃતિને ધબકતી કરી શકે, પ્રાણીઓના રક્તથી લથબથતી આ ધરતીને શુદ્ધ Page #44 -------------------------------------------------------------------------- ________________ ઘી-દૂધથી તરબતર કરી દે, ક્તલખાનાઓને જમીનદોસ્ત કરી નાંખે, રાજ્યની તિજોરીમાંથી મચ્છીમારી, મરઘામારી માંસ ઉત્પાદનના મહાપાપી ધંધા માટે એક પૈસો ન આપે અને અત્યાર સુધી જે રાજ્યકર્તા ને અધિકારીઓએ પ્રજાના પૈસાનો આવો ‘અધધ” દુરૂપયોગ કર્યો હોય તેને કડક સજા કરે. | | * રાસાયણિક ખાતર અને ઝેરી (એલોપેથી) દવાઓને જાકારો આપીને છાણિયું ખાતર અને આયુર્વેદને અપનાવે. * કડીયા, સુથાર, લુહાર, ઘાંચી, મોચી, કુંભાર, વણકર અને ચમાર વગેરેનો વંશ પરંપરાગત ધંધો અનુભવ જ્ઞાન, ગ્રામ્ય હસ્ત ઉદ્યોગો, કળા અને સ્થાપત્યનું પુનઃસ્થાપન કરે. * નોકરીલક્ષી, ભાખરીલક્ષી અને ડીગ્રીલક્ષી પાશ્ચાત્ય ભૌતિક શિક્ષણની નાબૂદી અને ગુરૂકુળ પ્રથાની પુનઃસ્થાપના કરે. * અંગ્રેજો સ્થાપિત ન્યાયતંત્ર (કે અન્યાય તંત્ર !) ની નાબૂદી કરીને આદર્શ ન્યાયતંત્રને ધબકતું કરે. મહાજન વ્યવસ્થાને આવકારે. * પ્રજા અને બાળકોના માનસ ઉપર ખરાબ સંસ્કારો પાડે તેવા હલકાં ચલચિત્રો, દ્રશ્યો, સામાયિકો, જાહેરાતો અને વર્તમાનપત્રો ઉપર પ્રતિબંધ મૂકે. * માતૃભાષા અને સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપે. * અંગ્રેજોની ચાલથી ઉભા થયેલા પક્ષો, કૃત્રિમ અધર્મી બંધારણો પાશ્ચાત્ય હિંસક અને શોષક અર્થ-વ્યવસ્થા વગેરેને દેશવટો આપે. * વેરઝેર, કાવાદાવા, કુસંપ, ખૂનામરકી, જૂઠ, પ્રપંચ, ભ્રષ્ટાચાર, અપ્રમાણિક્તા, છેતરપીંડી અબજો રૂપિયાની બરબાદી, નીચ અને હલકાં દુષ્ટ તત્વોની જન્મદાત્રી એવી ભયંકર ચૂંટણી પ્રથાની નાબૂદી કરે. * વિદેશી હૂંડિયામણના ગાંડપણનો અંત લાવે. * સ્ત્રીઓને નોકરી આપવા પર પ્રતિબંધ સાથે સંસ્કૃતિને જાળવતી આદર્શ ગૃહિણી, આદર્શ માતા અને આદર્શ પત્ની બની રહે અને સંયુક્ત કુટુંબની ભાવનાની જાળવણી સાથે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન કરવાનું મહાન ક્તવ્ય બજાવી શકે તેવું વાતાવરણ સર્જ. * ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરૂષાર્થની અહિંસક સંસ્કૃતિના પાયા ઉપર રચાયેલા બંધારણને પુનર્જીવીત કરે. લોકશાહી નહીં પરંતુ પ્રજા અને પ્રાણી માત્રના પરમ હિતસ્વી એવા સંતશાસનની પુનઃસ્થાપના કરે. આવો જ કોઈ ચાણક્ય અહિં આવકાર્ય છે જેની નીતિ, દેશને સર્વતોમુખી સંસ્કૃતિથી સમૃદ્ધ બનાવતી હોય. અસ્તુ આખરે તો મુત્સદીઓ અને માંધાતાઓને પણ ધર્મને શરણે આવ્યા વિના છૂટકો જ નથી કારણ કેઆત્માને અમર બનાવનાર જો કોઈ અમૃત હોય તો તે માત્ર એકજ છે ‘‘ધર્મ’’, ચાણકયે પણ અંતે જૈની દીક્ષા સ્વીકારીને આત્મકલ્યાણ સાધ્યું. વક્ર 38 વક lain Education International Page #45 -------------------------------------------------------------------------- ________________ (12) સ્ત્રી! તારા જ પાપે. સ્ત્રી સહજ દોષને કારણે કાન ઊંચા કરી દેતી ને આંખો પહોળી કરી દે તેવી એક ઘટના બની ગઈ પ્રભુ મહાવીરના સમયમાં, જેમાં એક સ્ત્રીની હઠે કેટલી મોટી હોનારત સર્જી દીધી. એક પછી એક ગમખ્વાર ઘટનાઓનાં મૂળમાં સ્ત્રી હઠ કેવી કામ કરી ગઈ... પ્રેમથી રહેતા બે ભાઈઓ વચ્ચે વૈરનાં બીજ કેવા રોપાઈ ગયા તેનું હૂબહૂ ચિત્ર આ સત્ય ઘટના રજૂ કરે છે મગધપતિ શ્રેણિકની પટરાણી-ચેલણાને 3 પુત્રો હતા. કોણિક, હુલ્લ અને વિહલ્લ. તથા નંદા નામની રાણીથી અભયકુમાર, અને બીજી રાણીઓથી કાલ વગેરે દશ પુત્રો થયા. નંદાએ અભયકુમાર સહિત દીક્ષા લીધી અને પોતાની પાસે રહેલા બે દિવ્ય વસ્ત્રો તથા કુંડલ હુલ્લ અને વિહલ્લને અર્પણ ક્ય. રાજા શ્રેણિક પણ ‘રાજ્યનો વારસદાર જ્યેષ્ઠ પુત્ર કોણિક જ થશે.'' એમ સમજીને નાના પુત્રો હલ્લ-વિહલ્લને સેચનક નામનો વિશિષ્ટ ગંધહસ્તિ અને એક દિવ્ય હાર આપ્યા. કોણિક અને કાલ વગેરે દશ પુત્રોએ પિતા શ્રેણિકને કારાવાસમાં કેદ કરીને તેમના રાજ્યને વહેંચી લીધું; પણ હુલ્લવિહલ્લને કશું આપ્યું નહિં. રાજા શ્રેણિકને આખરે જેલની અંદર જ વિષ ખાઈને મોતને ભેટવું પડ્યું. પિતાના આવા અપમૃત્યુથી અને પોતે આપેલા ત્રાસથી દુઃખી થયેલો કોણિક રાજગૃહને બદલે ચંપાનગરીને રાજધાની બનાવી ત્યાં આવી વસ્યો. આ બાજુ, હુલ્લ અને વિહુલ્લ અન્તઃપુર અને પરિવાર સહિત દિવ્ય હાર, કુંડલ અને દેવતાઈ વસ્ત્રોથી વિભૂષિત થઈને સેચનક હાથી ઉપર સવાર થઈને, હંમેશા નદી તટે ક્રીડા કરવા જાય છે. વિભંગ જ્ઞાનથી યુક્ત હાથી પણ હલ્લ-વિહુલ્લની પત્નીઓને તેઓના આશય અનુસાર અનેક પ્રકારે ક્રીડા કરાવે છે. ક્યારે ગંડસ્થળ ઉપર, તો ક્યારેક પીઠ ઉપર તે સ્ત્રીઓને બેસાડે છે, તો ક્યારેક સૂંઢમાં લઈને હિંચોળાની જેમ ઝૂલાવે છે, તો ક્યારેક સૂંઢ વડે આકાશમાં અદ્ધર સ્થિર રાખે છે. આવા અદ્દભૂત દ મને જોઈને વિસ્મિત થયેલા નગરજનો બોલવા લાગ્યા- " “ખરેખર રાજા ભલે કોણિક રહ્યો પણ રાજાની (રાજ્યની) જે મજા છે તો તો હલ્લ અને વિહલ્લ જ માણે છે.” TETV પી. 0 39 :. Page #46 -------------------------------------------------------------------------- ________________ આમ નગરજનોનાં મુખેથી દિન-પ્રતિદિન હલ્લ-વિહલ્લની વધતી જતી પ્રશંસા સાંભળીને કોણિકની રાણી ‘પદ્માવતી’ ને થયું-ખરેખર, ઘી વગરનું જેમ રુક્ષ ભોજન નકામું છે તેમ દિવ્ય હાર અને સેચનક હાથી વગેરેથી રહિત આ વિશાળ સામ્રાજ્ય પણ સાવ ફિક્યું છે.' | હુલ્લ-વિહલ્લ અને તેના સ્ત્રી પરિવારની પ્રતિષ્ઠાને સહન નહિં કરી શક્તી પદ્માવતીએ મનોમન ગાંઠ વાળી- ‘બળાત્કારે પણ મારા પતિ (કોણિક) દ્વારા આ બધું મેળવીને જ રહીશ.'' તેણીએ એકાંતમાં કોણિક પાસે પોતાની ઈચ્છા રજુ કરી. કોણિકે કહ્યું- ‘બંધુ પાસે રહેલી સંપત્તિને જો હું આંચકી લઉં તો હું કાગડા કરતા પણ હલ્કો ગણાઉં. માટે આ વાતને તું પડતી મૂક.'' પણ, સ્ત્રી હઠ જેનું નામ !!!! પદ્માવતી એકની બે ન થઈ.... તે ન જ થઈ. આખરે પત્ની ઉપરનાં સ્નેહના કારણે કોણિકને નમતું જોખવું પડ્યું. ખાનદાન કુટુંબના નબીરાઓ પણ સ્ત્રીના પાશમાં પડ્યા પછી નહિં કરવાનું કરી બેસતા હોય છે. જેમ ગાંડો માણસ બજાર વચ્ચે ઉભો રહીને પહેરેલા વસ્ત્રો ફેંકી દે અને બેશરમ નગ્ન બની જાય, તેમ કોણિકે પણ ન્યાય-નીતિ- મર્યાદા અને બંધુ-પ્રેમ બધું અભરાઈએ ચઢાવી દઈને હલ્લ-વિહલ્લ પાસેથી અણહક્કની દિવ્ય હાર વગેરે ચારેય વસ્તુની માંગણી કરી અને છેવટે ગુસ્સો કરીને ત્યાં સુધી જણાવી દીધું કે જો નહિં આપો તો હું બળાત્કારે પણ પડાવી લઈશ. હુલ્લ-વિહુલે જવાબ આપ્યો-“ખુદ પિતાએ જ જ્યારે અમને આ હાર વગેરે આપ્યા છે, તો તે અમારા હક્કના જ ગણાય. હા.... જો તું રાજ્યનો ભાગ આપવા તૈયાર હોય તો અમે અત્યારે જ આ હાર વગેરે આપી દેવા તૈયાર છીએ”. પણ કોણિકે આ વાત મંજુર ન રાખી. છેવટે હલ્લ-વિહુલ્લે વિચાર્યું- “હવે અહિં રહેવું એ આપણા માટે શ્રેયકારી નથી. માથે આપત્તિ તોળાઈ રહી છે...'' આમ વિચારીને બન્ને જણ સપરિવાર રાતો-રાત ચંપાનગરીથી નીકળીને વૈશાલીનાં મહારાજા માતામહ ચેડા (માતાના પિતા) પાસે આવ્યા અને પોતાની સર્વ હકીક્ત જણાવી. ચેડાએ તેમનું સ્વાગત-સમ્માન કર્યું અને રહેવાની સુંદર વ્યવસ્થા કરી આપી. હાર વગેરેથી અને બંધુઓથી, ઉભયભ્રષ્ટ થયેલા ચિંતાતુર કોણિકે માતામહ ચેડાને દૂત દ્વારા કહેવડાવ્યું કે- “યા તો હસ્તિ રત્ન વગેરેથી સહિત મારા બન્ને ભાઈઓને પરત કરો અને જો તેઓ આવવા તૈયાર ન હોય તો, હાથી કુંડલ વગેરે વસ્તુઓ મોકલી આપો. જેમ હલ્લ-વિહલ્લ આપના દૈહિત્ર છે તેમ હું પણ આપનો ઠૌહિત્ર છું. આપે બધા પર સમાન પ્રેમભાવ રાખવો જોઈએ.'' ત્યારે ચેડા રાજાએ તે જ દૂત દ્વારા કોણિને સંદેશો પાઠવ્યો-‘સ્વયં પિતાએ આપેલી સંપત્તિ, બંધુઓ પાસેથી આંચકી લેવી તે તારા જેવા માટે ઉચિત નથી. આ બન્ને મારા શરણે આવ્યા છે, તેમનું રક્ષણ કરવું મારી ફરજ છે. દૌહિત્ર તરીકે તમે બધા સમાન હોવા છતાં પણ આ બન્નેના પક્ષમાં ન્યાય હોવાથી, વળી શરણાગત હોવાથી આ બન્ને વધુ રક્ષણીય છે. તેમ છતાં તેમને રાજ્યનો ભાગ આપવા તું તૈયાર થતો હોય તો હાથી- દિવ્ય હાર વગેરે બધું જ અપાવી દઉં.'' | દૂતે જઈને કોણિક્ત સર્વ (વૃતાંત) નિવેદન કર્યું. આ સાંભળીને પત્નીના મોહમાં અંધ બનેલો કોણિક સાન ખોઈ બેઠો. ક્રોધાંધ બનીને તેણે યુદ્ધની તડામાર તૈયારીઓ કરાવી. રણથંભાઓ ગાજ –વીજની જેમ ભયંકર ગર્જનાઓ કરવા લાગી. તેંત્રીસ હજાર હાથી, તેંત્રીસ હજાર રથ અને ત્રીશ રોડ સૈનિકો સાથે કોણિક, યુદ્ધ માટે મહારાજા ચેડાનાં સીમાડા ભણી ચાલી નીકળ્યો. કાળ વગેરે દશ ભાઈઓને પણ સાથે લીધા. મુગટધારી 18 રાજાઓ, 47 હજાર રથ, 47 હજાર હાથી તથા કરોડ સૈનિકોની સાથે રાજા ચેડા પણ સજજ થઈને યુદ્ધ માટે સામે આવ્યા. બન્ને સૈન્યો આમને સામને આવી ગયા અને વિવિધ પ્રકારના યુદ્ધ બૃહો ગોઠવવા લાગ્યા. કોણિકની સેનામાં સેનાધિપતિ તરીકે પ્રથમ દિવસે કાળને ગોઠવવામાં આવ્યો. આકાશ પાતાળ એક કરતા ભેરીઓના નિનાદો સાથે યુદ્ધ શરૂ થયું. નાળિયેરની જેમ લીલુડા માથાઓ વધેરાવા લાગ્યા.. રાજા ચેડા પાસે એક દિવ્ય બાણ હતું. જેને લક્ષ્ય કરીને છોડવામાં આવે તેને વીંધીને જ રહે તેવું અમોઘ. વળી 'દિવસમાં એક બાણથી વધુ નહિં છોડવું’ - એવી તેમની પ્રતિજ્ઞા હતી. સાંજ થતાં કોણિકની સેનામાં સેનાધિપતિ તરીકે Page #47 -------------------------------------------------------------------------- ________________ NMDIPO MOG/ A નીમાએલો કાળ, જેવો નજીક આવ્યો કે ચેડાએ પેલું અમોઘ બાણ તેના ઉપર છોડ્યું અને કાળને આરપાર વિધી ગયું. કાળ કાળશરણ થઈ ગયો, બિચારો યમસદને પહોંચી ગયો. કોણિકની સેનામાં હાહાકાર મચી ગયો. સૂર્ય અસ્ત થતાં જ યુદ્ધ વિરામ થયું. બીજા દિવસે સેનાધિપતિ તરીકે નીમાયેલા કોણિકના બીજા ભાઈને પણ ચેડાએ અમોધ બાણ દ્વારા ઠેકાણે પાડી દીધો. આ રીતે દશ દિવસમાં દશેય ભાઈઓને ચેડાએ એકેક બાણ દ્વારા કાર ર્યા. હવે શોકના સાગરમાં ડૂબેલો કોણિક વિચારે છે કે રાજા ચેડાના દિવ્ય બાણને નહિં જાણતા મેં નાહકનાં કાલ વગેરે દશેય ભાઈઓને યમઘાટ ઉતરાવી દીધા હવે જો ચેતીશ નહિં તો આવતી કાલે મારી પણ નિશ્ચિત આજ વલે થવાની છે. આમ વિચારીને તે દેવતાની આરાધનામાં સ્થિર થઈ ગયો. પૂર્વભવનાં કોઈ ઋણાનુંબંધથી શકેન્દ્ર અને ચમરેન્દ્ર કોણિક પાસે દોડી આવ્યા શકે કહ્યું - ‘બોલ, કોણિક તારે શું જોઈએ છે?' ‘‘ચેડાના પ્રાણ’ - કોણિક બોલ્યો. ના...ના... એ તો નહિં બને. સાધર્મિક અને શ્રાવક એવા ચેડાને હણવાનું તો અમારાથી નહિં જ બને પણ યુદ્ધમાં અમે તારું રક્ષણ જરૂર કરીશું.'' આમ કહીને શકે તેને રક્ષવાનું વચન આપ્યું અને અમરેન્દ્ર કોણિકને બે યુદ્ધો આપ્યા. જેમાંપહેલું ‘મહાશિલા- કંટક’’ નામનું, જેમાં શત્રુના પક્ષમાં કાંકરાઓ ફેંકવામાં આવે તો મોટી શિલાઓ બનીને પડે અને કાંટાઓ ફેંકવામાં આવે તો મહાશસ્ત્રો જેવા બનીને શત્રુ સૈન્યને વિંધી નાંખે. અને બીજું ‘રથાદિમુશલ’’ નામનું યુદ્ધ-જેમાં સારથિ વિના જ રથ અને મુશલ શત્રુ પક્ષ તરફ છોડવામાં આવે તો શત્રુ સૈન્યનો ભારે ખુડદો બોલાવી દે. ખુશ થયેલો દુષ્ટ કોણિક હવે યુદ્ધ મેદાનમાં આવ્યો અને અમરેન્ડે આપેલા બે યુદ્ધોના સહારે રવૈયો જેમ દહીંને વલોવે તેમ તે ચેડાના સૈન્યને વલોવવા લાગ્યો. કેરીના ક્યુબરની જેમ સૈન્યનો કચ્ચરઘાણ વળવા લાગ્યો પોતાના સૈન્યનો આવો સંહાર થતો જોઈને કુપિત થયેલા રાજા ચેડાએ પોતાના દિવ્ય બાણને કાન સુધી ખેંચીને કોણિક તરફ છોડ્યું. સનનનનનન.......... # 41 2 Page #48 -------------------------------------------------------------------------- ________________ પણ કાશ...., તે પહેલાં તો શક્રેન્ડે કોણિકની આગળ વજની પારદર્શક મજબૂત દિવાલ ઉભી કરી દીધેલી. ચેડાનું દિવ્ય બાણ તેની સાથે ટકરાઈને નીચે પડ્યું અને તેના બે ટુક્કા થઈ ગયા. એક જ બાણ છોડવાની સત્ય પ્રતિજ્ઞાવાળા ચેડાએ ત્યારબાદ બીજું બાણ છોડ્યું નહિં. બીજે દિવસે પણ ચેડાએ તે જ પ્રમાણે દિવ્ય બાણ છોડ્યું ને તેની પણ તે જ હાલત થઈ અર્થાત્ નિષ્ફળ ગયું. પહેલા દિવસે કોણિક સાથે જે યુદ્ધ થયું તેમાં 96 લાખ મનુષ્યોનો સંહાર થયો. બીજા દિવસના યુદ્ધમાં 84 લાખ રહેંસાઈ ગયા. કોણિક-પત્નીની એક હઠના કારણે માત્ર બે દિવસની અંદર જ એક કરોડ અને એંશી લાખ મનુષ્યોની લાશ પડી ગઈ. હા.........હાથી ઘોડા વગેરે પશુઓની તો અહિં કોઈ ગણત્રી જ થઈ નથી. જે મનુષ્યો મૃત્યુ પામ્યા તેમાં પણ એક દેવલોકમાં ગયો અને એક મનુષ્યભવમાં .......... બાકી બધાય ઉપડી ગયા તિર્યંચની યોનિમાં કે નરગતિની સફરે. દૈવી શક્તિ સામે નિષ્ફળ બનેલા રાજા ચેડા, સૈન્ય સહિત પોતાની નગરી વૈશાલીમાં ભરાઈ ગયા. કિલ્લાનાં દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. કોણિકે વૈશાલીની ચારેય બાજુ પોતાનું સબળ સૈન્ય રોકી લીધું. આ બાજુ હલ્લ અને વિહલ્લ સેચનક હાથી ઉપર બેસીને રાત્રિમાં નગરીની ચારેય તરફ ઘેરો ઘાલીને રહેલા કોણિકનાં સૈન્યનો ભારે ખુડદો બોલાવવા લાગ્યા. આમ, હંમેશાં સૈન્યનો સંહાર થતો જોઈને ચિંતાતુર થયેલા કોણિકે વિચક્ષણ મંત્રીઓની સલાહ લીધી. અને હાથીના‘આવવાના માર્ગમાં ઊંડી ખાઈ ખોદાવી અને તેની અંદર જલતા અંગારા ભરી દેવામાં આવ્યા. (વિભંગાનથી આ જાણીને) રાત્રે ત્યાં આવેલો હાથી હલ્લ-વિહલ્લથી પ્રેરણા કરાયેલો પણ આગળ ચાલતો નથી. ત્યારે હલ્લ-વિહલ્લ તેને ઠપકો આપતાં કહે છે. “શું તું શત્રુઓથી ડરે છે ? આગળ કેમ ચાલતો નથી? તારા કરતાં તો પાળેલો કુતરોય સારો, જે માલિકને હંમેશાં વફાદાર રહે છે જ્યારે માલિકને બેવફા તું જરાય સારો નથી. ધિક્કાર છે તને.. જ 42 રન Page #49 -------------------------------------------------------------------------- ________________ n ---- આમ, મર્મન વચનો સાંભળીને સ્વામીભક્ત હાથીએ બળાત્કારે તે બન્નેને સૂંઢ વડે નીચે ઉતારીને સ્વયં તે જલતા અંગારાની ખાઈમાં કૂદી પડ્યો. પશુ હોવા છતાં કેવી કૃતજ્ઞતા !.... સજજનતા ! .... અને ધીરતા !! | હાથી દુર્ગાનથી મરીને પ્રથમ નરકે ગયો. આ જોઈને પશ્ચાતાપથી જલતા બન્ને કુમારોએ વિચાર્યું-“ધિક્કાર છે ક્રોધાંધ બનેલા આપણને...કે, જે હાથી વગેરે માટે દેશનો ત્યાગ ક્ય. બંધુને દુશ્મન બનાવ્યો અને માતામહ ચેડાને ભારે સંકટમાં મૂકી દીધા.... તે જ હાથીને અગ્નિની ખાઈમાં નૃપાપાત કરાવીને મૃત્યુનાં મુખમાં ધકેલી દીધો !!....' હવે, આ જીવિતથી સર્યું....!જો જીવશું તો પ્રભુ વીરનાં શિષ્ય થઈને જ જીવશું.'' - તે જ વખતે શાસનદેવીએ તે બન્નેને પ્રભુ મહાવીરની પાસે મૂકી દીધા. બન્ને પ્રભુ પાસે પ્રવજ્યા ગ્રહણ કરીને, અગ્યાર અંગ ભણીને, ગુણરત્ન તપ તપીને અંતકાળે સમાધિથી સંલેખના કરીને, અનુત્તર વિમાનવાસી દેવ થયા. આ બાજુ કેમેય કરીને વૈશાલી નગરીને ગ્રહણ કરવા અસમર્થ બનેલા કોણિકે પ્રતિજ્ઞા કરી કે જો આ વૈશાલી નગરીને ગધેડા યુક્ત હળથી ખેડાવું નહિં તો, અવશ્ય પર્વત ઉપરથી પડતું મૂકીને આત્મહત્યા કરીશ. એટલામાં જ આકાશ-સ્થિત કોઈ દેવીએ કોણિને ઉદ્દેશીને કહ્યું“જો કુલવાલક નામના મુનિને માગધિકા નામની વેશ્યા દ્વારા અહિં લઈ આવવામાં આવે તો તેમના દ્વારા આ ચેડાની વૈશાલી નગરીને કન્જ કરી શકાશે.” આ સાંભળીને ખુશ થયેલા કોણિકે વેશ્યાને બોલાવીને ગમે તે રીતે કુલવાલક મુનિને વશ કરીને પોતાની સમક્ષ હાજર કરવા આદેશ કર્યો. માગધિકા પણ, કપટી શ્રાવિકાનો સ્વાંગ સજીને કુલવાલક મુનિ જંગલમાં જ્યાં તપ તપતા હતા ત્યાં આવી અને પોતાની પાસે રહેલા ભોજન (માતા) નો લાભ આપવા વિનંતી કરી, સાથે સ્વયં યાત્રાર્થે જઈ રહી છે તેવો તેણીએ મુનિ પાસે ડહોળ રીકે 43 ટી. Page #50 -------------------------------------------------------------------------- ________________ ર્યો. મુનિએ પણ તેનો ભાવ જોઈને તેનું આમંત્રણ સ્વીકાર્યું. વેશ્યાએ ભારે માદક દ્રવ્યોથી બનાવેલા મોદક વહોરાવ્યા, જે નહિં પચવાથી મુનિને ઝાડા-ઉલ્ટી થવા લાગ્યા. કુટિલ આશયવાળી વેશ્યા સેવાના બહાને મુનિની નજીક નજીક સરક્યા લાગી અને અંગમર્દન વગેરે કરતી યાવત્ હાવભાવ અને કટાક્ષબાણો વડે મુનિના આત્માને આરપાર વિધી નાંખ્યો. પૂર્વે કરેલી ગુરૂની ઘોર હીલનાએ મુનિનું સ્ત્રી દ્વારા પતન કરાવ્યું. મુનિ કુલવાલક હવે એક ક્ષણ પણ વેશ્યા વિના રહી શકે તેમ ન હતા. માગધિકા, મુનિને કોણિક પાસે લઈ ગઈ. કોણિકે તેમનો આદર સત્કાર કરીને વૈશાલી નગરીને પ્રાપ્ત કરવાનો ઉપાય પૂછ્યો. ઉપાયને શોધવા કુલવાલકે જ્યોતિષી (નિમિત્તક) નો વેશ ધારણ કરીને ચેડાની વૈશાલી નગરીમાં પ્રવેશ ર્યો. નગરીમાં ફરતાં ફરતાં તે નગરીનાં આધારસ્તંભ સમું એક મુનિસુવ્રત સ્વામીનું સ્તૂપ તેના જોવામાં આવ્યું, જેનું પ્રતિષ્ઠા લગ્ન ઉત્તમોત્તમ હોઈ નગરી અખંડ-અભંગ રહી હતી. આ બાજુ અનેક દિવસોથી બંધ દરવાજે કંટાળી ગયેલા નગરજનોએ નિમિત્તિજ્ઞ (કુલવાલક) ને પૂછ્યું- “રે..... જ્યોતિષી મહારાજ ! આ નગરના દરવાજા ક્યારે ખુલશે ? આ કારાવાસથી અમે “ત્રાહીમાં..... ત્રાહીમાં'' પોકારી ગયા છીએ, માટે મુક્ત થવાનો કોઈ ઉપાય ખરો ?'' કુલવાલકને તો જોઈતું હતું તે જ મળ્યું. તેણે કહ્યું- અરે ! નગરલોકો ! જ્યાં સુધી આ પાપિષ્ટ સૂપ ઉભો છે. ત્યાં સુધી તમારો છૂટકારો કેવો... ને વાત કેવી....? જો., આ સ્તૂપ ઉખેડી નાંખવામાં આવે તો તરત જ નગરીને ઘેરીને રહેલું સૈન્ય પાછું હટી જાય...... તે વાત નક્કી છે.” ધૂર્ત કુલવાલકનાં આવા વચનો સાંભળીને નગરજનોએ તે સ્તૂપને ભાંગવા માટે શરૂઆત કરી. આ બાજુ જેમ જેમ સ્તૂપ ભાંગતો ગયો, તેમ તે લોકોમાં વિશ્વાસ પેદા કરવા માટે કુલવાલનાં સક્ત અનુસાર કોણિક ક્રમશઃ બે ગાઉ પાછો હટી ગયો. તેથી લોકોની શ્રદ્ધા મજબૂત બની અને મજબૂત એવા તે મુનિસુવ્રત સ્વામીના સ્તૂપને મૂળથી જ ઉખેડીને ફેંકી દીધો. સ્તૂપ દૂર થતાંની સાથે જ માર-માર કરતા કોણિકે સૈન્ય સહિત નગરીમાં પ્રવેશ કરીને વૈશાલીને કન્જ કરી લીધી. થી 44 સી. Page #51 -------------------------------------------------------------------------- ________________ બાજી હાથ બહાર જોઈને ચેડા રાજાએ અનશન ઉચ્ચરીને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા પૂર્વક ગળે લોઢાની પૂતળી બાંધીને કોઈ કુવામાં પડતું મૂક્યું. તે જ વખતે ધરણેન્દ્રનું આસન ચલાયમાન થયું. એણે કુવામાં પડતા ચેડાને વચ્ચેથી ઝીલી લીધા અને પોતાના ભવનમાં સાધર્મિક ભક્તિથી રાખ્યા. ત્યાં સમ્યગુ આરાધના સાથે અનશનને પૂર્ણ કરીને રાજા ચેડા સ્વર્ગ સીધાવ્યા. કુપિત થયેલો કોણિક પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે ગધેડા સહિત હળ જોડીને વૈશાલી નગરીને ખેડાવીને પોતાની નગરીમાં પાછો ફર્યો. 1 અબળા ગણાતી સ્ત્રી પણ સબળા બનીને ભલભલા મર્દોનું પણ કેવું પાણી ઉતારી નાંખે છે અને સત્યાનાશ તરફ વાળી શકે છે-તે આ દષ્ટાંત ઉપરથી સહજ સમજી શકાય છે. સ્ત્રીગત દોષોને દર્શાવતો એક લોક આ જ વાતની સાક્ષી પૂરે છે “सोअसरी दुरिअदरी कवडकूडी महिलिआ किलेसकरी। वइरविरोअण अरणि दुक्खखणी सुखपडिवक्खा॥" -શોકની સરિતા, દુષ્ટતાની દેરી, વૈરાગ્નિને વધારનારી, દુઃખોની ખાણ, સુખની વિરોધી અને કપટ કૂડી-‘સ્ત્રી’, ખરેખર કલેશ કરાવનારી થાય છે. જ 45 Page #52 -------------------------------------------------------------------------- ________________ (13) ભાગીરથી જાહ્નવીનો સંક્ષિપ્ત ઈતિહાસ હિંદુઓમાં પવિત્ર ગણાતી ગંગા નદીના ભાગીરથી અને જાહ્નવી આ બે નામો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. શી રીતે પડ્યા આ બે નામો? તેનો સંક્ષિપ્ત ઇતિહાસ જૈન મતે આ પ્રમાણે છે આ અવસર્પિણીના બીજા તીર્થંકર ધર્મક્રવર્તી શ્રી અજીતનાથ પ્રભુના જ લઘુ (પિતરાઈ) બંધુ ‘સગર’’ પખંડ સાધીને ચક્રવર્તી રાજા બન્યા. તેના સાઇઠ હજાર પુત્રોમાંથી સૌથી મોટો પુત્ર હતો જહુ. એક વખત જદુએ એક અજોડ કાર્ય કરીને પિતાને ખુશ ખુશ કરી દીધા. ખુશ થયેલો સગરે પુત્રને વરદાન માંગવાનું કહ્યું. જહુનુએ પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું‘‘પિતાજી ! બંધુઓ સહિત સમગ્ર પૃથ્વીને જોવાની મારી ઇચ્છા છે. તો દંડરત્ન વગેરે લઈને સમગ્ર પૃથ્વીમાં પર્યટન કરવાની અમને અનુમતિ આપો.’ પિતાએ અનુજ્ઞા આપી. જહુએ મંત્રી વગેરે સૈન્ય અને 60 હજાર બંધુઓ સાથે પ્રયાણ કર્યું. ફરતાં ફરતાં અષ્ટાપદ પર્વત પાસે આવી પહોંચ્યા. આ મહાન તીર્થ (સ્વરૂપ આ પર્વત) ઉપર રત્નોનાં મંદિરો અને સ્વ-સ્વ કાય પ્રમાણ ચોવીશ તીર્થકર ભગવંતોના મણિમય બિંબોના દર્શન કરતાં જહુ વગેરેનું હૈયું નાચી ઉઠ્યું. રોમ-રોમ પુલક્તિ થયા. મંત્રીઓ પાસેથી પોતાના જ પૂર્વજ ભરત ચક્રીએ આ ચેત્ય-બિંબોની સ્થાપના કર્યાનું જાણીને તેઓને પણ આવા જ નૂતન ચૈત્યોનો નિર્માણ કરવાનો કોડ જાગ્યો. (અનુવંશના સંસ્કારો હજારો વર્ષ સુધી સંતાન-સંતતિમાં અવતરતા હોય છે.) જહુએ સેવકોને ઓર્ડર કર્યો. આવો જ કોઈ પર્વત શોધી કાઢો - જેના ઉપર નૂતન ચેત્યોનું નિર્માણ કરી શકાય! પણ કાશ ! તેવો કોઈ જ પર્વત ક્યાંય પણ સેવકોના જોવામાં આવ્યો નહિં. છેવટે જહુ વગેરેએ વિચાર્યું કે હવે તો પડતા કાળમાં ચોરી વગેરે ન થઈ જાય તે માટે રત્ન-મણિમય આ ચૈત્યોની રક્ષા કરવી એ જ આપણુ એકમેવ કર્તવ્ય બની રહે છે. આમ વિચારીને તીર્થ રક્ષા નિમિત્તે દંડરત્નની સહાયથી પર્વતને ફરતી એક હજાર યોજન ઊંડી ખાઈ ખોદાવી. પણ તેમ થતાં નીચે રહેલા ભવનપતિ-નિકાયના દેવોના આવાસો રેતીથી ખરડાવા લાગ્યા. દેવોએ પોતાના અધિપતિ જ્વલન-પ્રભને વાત કરી. જવલન-પ્રભે ઉપર આવીને જહુ વગેરેને ઠપકો આપ્યો. અને હવે પછી આવી નાદાનિયત કરશો તો મૃત્યુ દંડથી ઓછી સજા નહિં મળે' - આવી સૂચના આપીને તે (જ્વલન-પ્રભ) જતો રહ્યો, પણ તીર્થરક્ષાના ઉમંગમાં જલું વગેરેએ આ વાત ઉપર ખાસ કંઈ લક્ષ્ય આપ્યું નહિં. અને ઊંડી ખોદેલી ખાઈમાં દંડરત્ન વડે ગંગા નદીને ખેંચી લાવીને તેને પાણીથી પૂરી દીધી. પાણી ઠેઠ નીચે નાગનિકાયના દેવોના આવાસો સુધી પહોંચ્યું અને તેઓના આવાસો કાદવ યુક્ત પાણીથી ખરડાવા 46 . Page #53 -------------------------------------------------------------------------- ________________ લાગ્યા. દેવોએ ફરીને પોતાના સ્વામી જવલન-પ્રભને વાત કરી. જ્વલન-પ્રભ ક્રોધથી ધુંવા-કુંવા થઈ ગયો. અને તેણે જહુ વગેરે સામે દૃષ્ટિ વિષ મહા-સર્પોને છોડી મૂક્યા. અને તે સર્પોએ સાઈઠ હજાર બંધુઓને એકી સાથે આગ જવાલાઓ વડે જલાવીને ખાખ કરી દીધા. તીર્થ રક્ષાના શુભધ્યાનમાં મરીને તેઓ સ્વર્ગ ગયા. આ બનાવથી અત્યંત શોકમગ્ન બનેલા મંત્રી સામંતો વગેરેએ વિચાર્યું હવે ક્યા મોઢે આપણે મહારાજા પાસે જવું? | આપણે જીવતા રહીને સાઈઠ હજાર પુત્રોના મૃત્યુની વાત પણ શું કરી શકાય ? આખરે સહુ એ તારણ ઉપરો આવ્યા કે આપણા માટે પણ મરણ શરણ થવા સિવાય હવે બીજો કોઈ ઉપાય નથી. સામંતો-મંત્રીઓ વગેરે આ ચિંતામાં હતા તેટલામાં જ કોઈ બ્રાહ્મણે ત્યાં આવીને તેઓને ઉદ્દેશીને કહ્યું| ‘કર્મના ગણિત અટલ હોય છે. હવે ચિંતા કરવાથી સર્યું. હું પોતે રાજા પાસે એક ટુચકો કરીને સર્વ હકીક્તનું બયાન કરીશ-તમે નિર્ભય રહો. હું સંક્ત કરું ત્યારે તમે સર્વે રાજા પાસે હાજર થજો.'' આમ કહીને બ્રાહ્મણ કોઈ અનાથ મનુષ્યનું શબ લઈ આવ્યો અને તેને ખભે ઉચકીને સગર ચક્રીના દરબારમાં આવ્યો. અને પોક મૂકીને રડવા લાગ્યો. સગરે રડવાનું કારણ પૂછ્યું. બ્રાહ્મણે કહ્યું મહારાજ ! મારો પુત્ર ઝેરી સર્પથી ડઘાયો છે-જેથી સાવ બેહોશ થઈને પડ્યો છે, નથી કંઈ બોલતો કે નથી કંઈ ચાલતો માટે હે નાથ ! કૃપા કરીને મારા આ એકના એક પુત્રને જીવનદાન આપો. સગરે ગારૂડિકોને બોલાવ્યા. રાજાના પુત્રોના મૃત્યુ સંબંધી સર્વ હકીકતથી પહેલેથી જ વાકેફ કરાયેલા માંત્રિકોએ નાડી તપાસી. અને તે પુત્રને મૃત જાહેર ર્યો. શ્રી 47 ક. Page #54 -------------------------------------------------------------------------- ________________ સગરે કહ્યું- “જીવાડવાનો કોઈ ઉપાય ખરો ?' માંત્રિક - “હા રાજન્ ! જેના ઘરમાં આજ સુધી કોઈ મર્યું ન હોય તેવા ઘરની ચપટી રાખ જો મળી જાય તો આ બ્રાહ્મણપુત્રને અમે સાજો કરી શકીએ.'' રાજાએ સેવકોને આદેશ કર્યો. આખાય નગરમાં ફરી વળ્યા છતાંય સેવકોને કોઈ મૃત્યુન પામ્યું હોય તેવું એક પણ ઘર મળ્યું નહિં. રાજસેવકોએ રાજાને સર્વ હકીક્ત નિવેદન કરી. હવે કોઈ ઉપાય ન રહેતાં રાજાએ બ્રાહ્મણને સમજાવવા માંડ્યું. ‘ભૂદેવ ! મૃત્યુ એ એક સર્વ-સાધારણ વસ્તુ છે. તેનાં પંજામાંથી કોઈ છૂટી શકે તેમ નથી. ચાહે કરોડોની સંપત્તિ પાસે હોય તોય શું? અને ધનવન્તરી વૈદ્યો પાસે જ ઉભા હોય તોય શું? બધાને જોતા રાખીને યમરાજ પોતાના ભક્ષ્યને લઈને ચાલતી પકડે છે.'' | ‘બીજાની વાત તો દૂર રહી મારા પૂર્વજ રાજાઓ પણ મરણ-શરણ થયેલા છે. હું તેઓને પણ નથી બચાવી શક્યો અને મને પણ આ મૃત્યુમાંથી કોઈ બચાવી શકે તેમ નથી. માટે શોક છોડી દઈને આત્મ-કલ્યાણનો માર્ગ પકડવો તે જ હિતાવહ | બ્રાહ્મણ બોલ્યો- ‘રાજ ! હું આ બધું જાણું છું. પણ મારો આ એકનો એક પુત્ર મૃત્યુ પામતાં મારો વંશ નામ-શેષ થઈ જાય તેમ છે. માટે બાપુ ! કોઈ પણ રીતે આ પુત્રને જીવાડીને મને પુત્ર-ભિક્ષા આપો. હું આપનો ઉપકાર આજીવન ભૂલીરા નહિં.'' | રાજા બોલ્યો- ‘કોઈ પણ મંત્ર, તંત્ર, શાસ્ત્ર, રસાયન, કે ઔષધી મરેલાને જીવાડી શકે નહિં. આ વસ્તુ મારા હાથની બહાર છે. માટે ખેદ છોડી દે. in Education International 29 48 જિ. Page #55 -------------------------------------------------------------------------- ________________ વિપત્તિમાં તારા જેવા વિદ્વાન વિપ્રો ખેદ કરે તે ઉચિત ન ગણાય. મૃતને જીવાડવા કરતાં મૃત્યુ ને જ સદા માટે મોત આપનાર ધર્મ-કાર્ય જ સજ્જનો માટે ઉચિત ગણાય.' આટલું બોલીને રાજા અટક્યો. હવે લોઢું બરાબર તપ્યું છે એમ જાણીને બ્રાહ્મણે (લાગ જોઈને) રાજાને હળવે રહીને કહ્યું. બાપુ! આપના સાઇઠ હજાર પુત્રો એકી સાથે મૃત્યુ પામ્યા છે તો તેનો પણ ખેદ હવે આપે ન કરવો જોઈએ.” અને તે જ વખતે બ્રાહ્મણના સંકેત મુજબ મંત્રીઓ સામંતો વગેરેએ રાજ-દરબારમાં પ્રવેશ કર્યો. અને પુત્ર-મૃત્યુની યથાવત બધી હકીક્ત કહી સંભળાવી, જાણે વજાઘાત ન થયો હોય તેમ સગર ચકી ધરણી ઉપર ઢળી પડ્યો. કંઇક ચૈતન્ય પામીને કરૂણ આક્રંદ કરવા લાગ્યો. વિધાતાને ધિક્કારવા લાગ્યો. અને જોર જોરથી કઠોર કાળજાને પણ કંપાવી મુકે તેવું રૂદન કરવા લાગ્યો. આમ ઘણું રડ્યા બાદ બ્રાહ્મણે રાજાને કહ્યું. રાજન ! થોડી જ વાર પહેલા આપ મને નિષેધ કરતા હતા હવે આપ ખુદ કેમ રડો છો ? " બાપુ! હું સમજી શકું છું કે ઈષ્ટ વ્યક્તિનો વિયોગ ભલભલા પાણીદારોને પણ પીગળાવી નાંખે છે. લોહ જંજીરોથી પણ ઝાલ્યા નહિં રહેનારાઓ સ્નેહના તંતુઓથી એકદમ જકડાઈ જતા હોય છે. માટે જ પ્રિય વ્યક્તિનો વિયોગ તેઓ માટે પણ અતિ દુસ્સહ હોય છે. તેમ છતાંયસાગર જેમ વડવાલનને સહન કરે છે તેમ ધીર પુરૂષોએ પણ આવી પડેલી આપત્તિઓને પચાવતાં શીખવું જોઈએ. આમ, મંત્રીઓ અને બ્રાહ્મણના અનેક હિતવચનોથી કંઈક શાંત થયેલા સગર ચક્રીએ પુત્રોનું મરણોત્તર કાર્ય ક્યું ‘‘દુઃ ખનુ ઔષઘ દહાડા'' દિવસો વીતતાં શોક ધીરે ધીરે શાંત થયો. આ બાજુ અષ્ટાપદ પર્વતની નજીક રહેલા ગામોને, ખેંચીને લવાયેલી ગંગા નદીના પૂર વડે ખૂબ નુકશાન થતું હોવાથી તે તે ગ્રામ્યજનોએ આવીને રાજા પાસે ફરીયાદ કરી. સગરે જહુના પુત્ર (પોતાના પૌત્ર) ભગીરથને આ કામ સોંપ્યું. ભગીરથે ત્યાં જઈને અઠ્ઠમનો તપ કરીને નાગેન્દ્ર જ્વલન-પ્રભને ખુશ ર્યો. નાગેન્દ્ર તેને (ગંગા લઈ જતાં) નાગકુમાર દેવો તરફથી કોઈ ઉપદ્રવ નહિં થાય તેવું વચન આપીને નિર્ભય બનાવ્યો. ત્યારબાદ ભગીરથ, નાગદેવતાની પૂજા કરીને દંડવત્ન વડે ગંગાને ખેંચીને ઉત્તર સમુદ્ર તરફ લઈ ગયો અને સમુદ્રમાં ભેળવી દીધી. આમ, સગરનો પુત્ર જલ્ફ ગંગા ખેંચી લાવ્યો હોવાથી તેનું નામ પ્રસિદ્ધ થયું ‘જાહ્નવી’’ અને જદુના પુત્ર ભગીરથે તેને સમુદ્રમાં ભેળવી દીધી ત્યારથી લોકોમાં તેનું નામ પ્રસિદ્ધ થયું–‘ભાગીરથી” સગરના સાઈઠ હજાર પુત્રોને એકી સાથે અગ્નિ શરણ થઈને મૃત્યુને ભેટવું પડ્યું તેના મૂળમાં ક્યું કારણ કામ કરતું હતું.....? અને કેવી રીતે ? તે માટે વાંચો, હવે પછીનું પ્રકરણ..... Page #56 -------------------------------------------------------------------------- ________________ | (14) તીરથની આશાતના નવિ કરીએ સમૂહમાં બાંધેલુ પાપકર્મ પ્રાયઃ કરીને સમૂહમાં જ ઉદયમાં આવતું હોય છે વળી સમૂહમાં બાંધેલુ પાપ કે પુણ્ય કર્મનું બળ પણ એકદમ વધી જતું હોય છે જેનું ફળ (પણ) તે તે કર્મના ઉદય કાળમાં પ્રકૃષ્ટ રીતે (અનેકવાર) અનુભવવા મળે છે ચવર્તી સગરના પૌત્ર, ભગીરથનો અયોધ્યાની ગાદીએ રાજ્યાભિષેક થયા બાદ એક વખત નગરીમાં જ્ઞાની ભગવંત પધારતાં દેશનાને અંતે ભગીરથે સવિનય પ્રશ્ન કર્યો. તેની દ ‘ભગવંત ! મારા પિતા જહુ વગેરે 60 હજાર બંધુઓ ક્યા દુષ્કર્મના ઉદયે એક સાથે અગ્નિ શરણ બનીને આયુ પૂર્ણ કર્યું?' જ્ઞાની ભગવંતે ઉત્તર આપ્યો આ દુષ્કર્મ આ ભવનું નથી પણ ઘણા ભવો પૂર્વનું છે. આ 6 0 હજાર બંધુઓ પૂર્વના કોઈ ભવમાં હલ્કી જાતિના મનુષ્યો હતા ને કોઈ એક ગામમાં સાથે જ રહેતા હતા. બન્યું એવું કે એ ગામની નજીકના જ જંગલમાં થઈને કોઈ એક છ‘રિ પાલિત સંઘ સમેતશિખર તીર્થની યાત્રાએ જઈ રહ્યો હતો. ખબર પડતાની સાથે જ આ સાઇઠ હજાર મનુષ્યોએ એકી સાથે દરોડો પાડીને સંઘને લૂંટી લીધો. વેરવિખેર થયેલા સંઘના યાત્રાળુઓ નાશભાગ કરવા લાગ્યા. આ વખતે તે જ ગામમાં સાથે રહેતા કોઈ કુંભારે આ 60 હજારને આવું નહિં કરવા ઘણું સમજાવ્યું પણ તેઓ સમજ્યા નહિં. આખરે સંઘ સંઘને સ્થાને રહી ગયો લૂંટ-ફાટ ચલાવીને લૂંટારૂઓ પોતાના ગામમાં પાછા ફર્યા. 9 50 * Page #57 -------------------------------------------------------------------------- ________________ રો એક વખતની વાત છે. તે ચોરોમાંથી કોઈ એક ચોર બાજુનાં ગામમાં ચોરી કરીને પાછો ફરી રહ્યો હતો તે અરસામાં જેને ત્યાં ચોરી થયેલી તેના માલિકે કોટવાળને ફરિયાદ કરી, કોટવાળ કેટલાક સૈનિકો સાથે તે ચોરનું પગેરું શોધતાં શોધતાં ઠેઠ ચોરોના તે પ્રદેશ પાસે આવી પહોંચ્યા પણ તે પહેલાં પેલો ચોર ગામમાં ક્યાંય છૂપાઈ ગયો. આથી રોષે ભરાયેલા કોટવાળે તે ગામના બધા જ દરવાજા બંધ કરાવ્યા (જેથી કોઈ બહાર નીકળી શકે નહિં) અને ગામની ચોતરફ આગ લગાવી. થોડીજ વારમાં 60 હજાર લૂંટારૂઓ સળગીને સાફ થઈ ગયા. નશીબ યોગે ચોરોને હિત-વચન કહેનારો પેલો બ્રાહ્મણ આ વખતે બહારગામ ગયેલો હોવાથી તે આ આગ-હોનારતથી આબાદ બચી ગયો. આમ જંગમ તીર્થ સમા શ્રી સંઘની કરેલી આશાતના એ ચોરોને એ જ ભવમાં પરચો બતાવી દીધો. કર્મ કહે છે.... મારે ત્યાં કદાચ દેર હો...પણ અંધેર તો નથી જ. અત્યુત્કૃષ્ટ કક્ષાનું પુણ્ય કે પાપ આજે અને અત્યારે જ ફળતું હોય છે. છેવટે આ જ જન્મમાં પોતાનો પ્રભાવ દેખાડી દેતું હોય છે. તેમાંય દેવ-ગુરૂ -ધર્મ (તત્ત્વત્રયી) અને જ્ઞાન-દર્શન-ચારિત્ર (રત્નત્રયી)ની કરેલી આશાતનાનું ફળ તો ભયંકર વિડંબણાઓ સાથે વ્યક્તિ ઉપર તૂટી પડતું હોય છે માટે જ પરમેષ્ટિ ભગવંતો કે શ્રી સંઘની આરાધના ઓછી વત્તી થાય તે હજુ ચલાવી લેવાય........ પણ (વિન) અંતરાય રૂપ બનીને કરેલી આશાતના તો આપણને માફી ન જ આપી શકે. લૂંટારૂઓ આગમાં સળગીને ભડથું થઈ ગયા. પણ હજુ તેઓનું કર્મ જીવતું જાગતું હતું. તે અગ્નિશરણ ન હોતું થયું. યાદ રહે H હસતાં હસતાં એક વખત બાંધેલુ નાનકડું કર્મ-જો તેનું પ્રાયશ્ચિત ન થયું હોય તો અનેક્વાર મેરૂ જેવડું થઈને પૂરી તૈયારી સાથે બદલો લેવા માટે તૂટી પડતું હોય છે. કુકર્મોને જીવતા રાખીને મરવું એટલે કૂતરાના મોતે મરવું. બિચારા લૂંટારૂઓ મરીને જંગલની અંદર એક સાથે સૂક્ષ્મ જંતુઓ તરીકે ઉત્પન્ન થયા. For 24. sfersonal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ એક વખત ત્યાં આવેલા એક હાથીના પગ તળે તે જંતુઓ કચડાઈને મરીને લાંબો કાળ સુધી કુ-યોનિમાં ભટક્યા. તે દરમ્યાન ઘણા બધા દુઃખો સહન કરીને કંઈક પુણ્યની મૂડી ભેગી થઈ અને સગર ચક્કીના પુત્ર તરીકે ઉત્પન્ન થયા. પૂર્વે સંઘની કરેલી આશાતનાનું ઘણું ખરું કર્મ ખપી જવા છતાં જે શેષ કર્મ બાકી રહ્યું તેના જ કારણે આ ભવમાં પણ તેમને આગ દ્વારા એકી સાથે મોતને ભેટવું પડ્યું. બેશક, દુષ્કર્મનું ફળ જેમ તેમને અનુભવવા મળ્યું તેમ તીર્થરક્ષાના શુભ-પરિણામના ફળરૂપે તેમને દેવગતિ પણ મળી. (સંઘસ્વરૂપ જંગમ) તીર્થની આશાતનાએ તેમને આગશરણ બનાવ્યા. (અષ્ટાપદ-સ્થાવર) તીર્થની આરાધનાએ તેમને અમર (દેવ) બનાવ્યા. ચોરોને હિતવચન કહેનાર પેલો કુંભાર પણ મૃત્યુ પામીને અન્યત્ર ધનવાન શેઠ થયો. ત્યાંથી કાળ કરીને પુણ્ય ઉપાર્જન કરીને રાજા થયો અને દીક્ષા લઈને સ્વર્ગમાં ગયો. અને ત્યાંથી ચ્યવીને કુંભારનો જીવ, ભગીરથ ! તું પોતે જ સગરના પૌત્ર (જનુના પુત્ર) તરીકે ઉત્પન્ન થયો છે. * - ભગીરથે તીર્થની આશાતના અને આરાધના વિપાકને સાક્ષાત જોઈને-સાંભળીને જ્ઞાની ભગવંત પાસે શ્રાવકના વ્રત ઉચ્ચાર્યા અને નગરમાં પાછો ફર્યો. Re 52 2e ernational Page #59 -------------------------------------------------------------------------- ________________ (15) દેવ બનવું છે કે દેવાળિયા? માનવમાંથી આપણે ફરીને માનવ પણ બની શકીએ છીએ-દેવ પણ બની શકીએ છીએ અને પશુ અને નરકના ભવો પણ કરી શકીએ છીએ. વિશિષ્ટ સંઘયણ, સામગ્રી વગેરેના અભાવથી આપણે અહિંથી તરત તો સિદ્ધગતિ મેળવી શકવાના નથી પરતું તપ-ત્યાગ-વૈરાગ્ય અને વિરતિ વગેરે ઉચ્ચ કક્ષાના ગુણો દ્વારા ઉચ્ચ કક્ષાની દેવગતિ તો જરૂર સાધી શકીએ. અરે.... એટલુંય ન બને તો કમસે કમ મળેલો આ માનવ-દેહ ફરીને માનવનું ખોળીયું પ્રાપ્ત કરાવે તે માટે દયા-દાન-વાય-નીતિ વગેરે માનવીય ગુણોની સાધના તો કરી લેવી જ ઘટે. તો જ ફરીને માનવ-દેહ મેળવવા માટે આપણે યોગ્ય ગણાઈએ અને જો એટલું પણ ન કરી શક્યા તો ગાંઠનું ગુમાવવા જેવું નરક અને પશુના ભવોનું બુકિંગ આપણા માટે તૈયાર જ છે. આ જ વાત ને સિદ્ધ કરતું ૭મા અધ્યાયની અંદર એક નાનકડું પણ સરસ-બોધદાયક દષ્ટાંત ટાંકેલું છે..... એક નગરની અંદર ધનાઢ્ય શેઠ રહે. તેના 3 પુત્રો યૌવનના ઉંબરે પગ મૂક્તાં શેઠને તેઓની પરીક્ષા કરવાનું મન થયું. દરેકને એકેક હજાર સોનામહોરો આપીને અલગ અલગ નગરમાં વ્યાપાર અર્થે મોકલ્યા અને કેટલોક સમય બાદ પાછા આવવાનું જણાવ્યું. ત્રણેય, તે લઈને અલગ અલગ નગરમાં પહોંચ્યા. તેમાંથી એકે વિચાર્યુ-ચોક્કસ પિતાએ અમારી પરીક્ષા માટે જ આ રીતે મોકલ્યા છે અન્યથા જીંદગી આખી બેઠા ખાઈએ તોય ખૂટે નહિં તેટલું ધન પિતાજી પાસે છે તો વ્યાપારાર્થે અમને મોકલવાની કોઈ જરૂર જ ન હતી. માટે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને પિતાજીને ખુશ કરવા જોઈએ એમ વિચારીને બુદ્ધિ બળથી તેણે અલગ અલગ વ્યાપારમાં પોતાનું ધન લગાવ્યું અને ભોજનાદિમાં જરૂર પૂરતા ધનનો વ્યય કરવા લાગ્યો, આમ, થોડા જ સમયમાં તેણે મૂળ મૂડીથી અનેકગણો વધારે નફો મેળવી લીધો. બીજાએ વિચાર્યું. આપણી પાસે ધન તો ખૂબ છે પણ તેને ખરચતા જ જઈએ તો સાફ થઈ જતાં વાર ન લાગે માટે મૂળ મૂડી કાયમ રાખીને તેના દ્વારા કરેલા વ્યાપારમાં જે પણ નફો મળે તેને જ ભોગમાં વાપરવો. આમ, વ્યાપારમાં બહુ લક્ષ્ય નહિં આપતો તે મૂળ ઈમને કાયમ રાખીને જે કંઈ પણ નફો મળે તેનાથી વિશિષ્ટ ભોજન-વસ્ત્ર-આભૂષણ વગેરેના ભોગવટામાં દિવસો પસાર કરવા લાગ્યો. - ત્રીજો (દુષ્ટબુદ્ધિ) પુત્ર વિચારવા લાગ્યો. સમુદ્રમાં પાણીની જેમ અથાગ સંપત્તિ હોવા છતાં કોણ જાણે આ અમારા બુઢા બાપને પૈસા કમાવવાનો શું હડકવા લાગ્યો છે કે - અમને આટલે દૂર વેપાર માટે મોકલ્યા અમને તો મોકલ્યા પણ સાથે એમનામાં જે ગુણો હતા તેને રવાના કરી દીધા લાગે છે સાચે જ “સાઠે બુદ્ધિ નાઠી'' વાળી ઉક્તિ મારા બાપમાં એકદમ ચરિતાર્થ થઈ છે. ખેર.... કોણ ધન કમાવવા માટે માથાકૂટ અને મજૂરી કરે....! આપણે બંદા તો આ હજાર સોનામહોરને મોજ-મજામાં જ ઉડાડી દેવાના..... સમુદ્રમાંથી એક ટીંપુ ઓછું થવાથી સમુદ્રનું પ્રમાણ કંઈ ઘટતું નથી, પિતાની અઢળક સંપત્તિમાં આ હજાર સોનામહોરો વપરાશે તો તેમાં કંઈ તિજોરીના તળિયા દેખાઈ જવાના નથી. આમ વિચારીને તેણે પોતાના દ્રવ્યને જુગાર, માંસ, વેશ્યાદિ સાતેય વ્યસનોમાં ઉડાવવા માંડ્યું. છેવટે ખાલી હાથે, નિયત કરેલા સમયે તે ઘરે પહોંચી ગયો. પેલા બે પુત્રો પણ આવી પહોંચ્યા. - 53 જ. Page #60 -------------------------------------------------------------------------- ________________ VOSU ODNOTOWODVOTO પિતાએ ક્રમશઃ એકેક પુત્રનો ઈન્ટરવ્યુ લીધો. મૂડી કરતાં અનેકગણું કમાઈને લાવેલા પહેલા પુત્ર ઉપર ખુશ થયેલા પિતાએ તેને ઘર - પેઢી-કુટુંબ પરિવાર વગેરે સર્વસ્વનો માલિક બનાવ્યો. બીજા પુત્રને ઘર -વ્યાપારમાં જોડી દીધો અને મૂડીને ખાઈ જનારા ત્રીજા પુત્રને ઘરની બહાર કાઢી મૂક્યો. બિચારો મજૂરી વગેરે કરીને કષ્ટ પૂર્વક પેટિયું રળવા લાગ્યો. બીજો પુત્ર સુંદર ભોજનાદિનો લાભ મેળવી શક્યો ખરો પરંતુ પહેલા પુત્રની જેમ દુનિયામાં તેની યશ-કીર્તિ પ્રસરી નહિં. આ દષ્ટાંતનો ઉપાય બતાવતાં સૂત્રકાર ભગવાન કહે છે माणुसत्तं भवे मूलं लाभो देवगई भवे। ની મૂન વેણ નીવાળ નરાતિરિવરવતા યુવે છ/૧દ્દી નારા | આપણને મળેલ મનુષ્યભવ એ મૂળ મૂડી (ઇન્કમ) છે તેના દ્વારા કરેલી સાધના વડે મળતા સ્વર્ગ અને અપવર્ગએ (મૂડી ઉપરાંતનો) નકો (પ્રોફીટ) છે અને મૂડીનો છેદ (મનુષ્ય જન્મ બરબાદ) કરવા બરાબર મળે છે નરક ગતિ અને તિર્યંચ ગતિ. જે માંસ-મદિરા વગેરે આરોગે છે, મહારંભ અને મહાપરિગ્રહમાં રક્ત રહે છે, પંચેન્દ્રિય જીવોનો વધ કરે છે અને વિશ્વાસઘાત કરે છે તેઓ દેવાળિયાની જેમ માનવભવની મૂળ મૂડીને સેફ રાખી શકતા નથી બલ્લે દેવાળિયા બનીને નરગતિને વહોરી લે છે અને ફરીને માનવ બનવા માટે તેઓ અયોગ્ય ઠરે છે તેજ રીતે જે અન્યાય અનીતિ પ્રપંચ અને કાવાદાવા રમે છેગૂઢ હૃદય વાળા છે લુચ્ચાઈ કરે છે તે (ત્રીજા પુત્રની જેમ) મનુષ્યગતિની બહાર ફેંકાય છે અને પશુઓની વણથંભી યોનિઓમાં વારવાર જન્મ-મરણ કરીને બિચારા દુઃખી દુઃખી થાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ - જે વિશિષ્ટ તપસી-ત્યાગી કે વૈરાગી નથી પણ-સરળ છે-ક્રોધાદિ અલ્પ છે, દાન-દયા વગેરેમાં રૂચિ રાખે છે અન્યાય અનીતિ કરતો નથી આવો મધ્યમ ગુણવાળો માનવ પોતાની માનવ-જન્મરૂપી મૂળ મૂડી (ઇન્કમ) ને કાયમ (સેફ) રાખી શકે છે બીજા જન્મમાં ફરીથી માનવ બનવાની યોગ્યતા ધરાવે છે. અને જેઓ શીલવંત છે, સમ્યક્ત્વ-ધર્મમાં સ્થિર છે-વિરતિ અને વૈરાગ્ય વગેરે ગુણોને ધારણ કરે છે તે ઉત્તમ પુરૂષો માનવ જન્મની મૂડીમાંથી ઉપરોક્ત સાધના દ્વારા ભારે નફો મેળવીને મુક્તિને પ્રાપ્ત કરી શકે છે વર્તમાનમાં વિશિષ્ટ સંઘયણસામગ્રીના અભાવે પણ સિદ્ધિ ગતિ નહિં પણ ઉચ્ચ જાતિની દેવગતિને તો પામે જ છે. આટલું જાણ્યા પછી દેવાળિયા બનશે કે દેવ ? અને તારી આખરે આ પ્રકરણનો અને સારાય પુસ્તકનો સાર એટલો જ છે મળેલી અમૂલ્ય માનવ જીંદગાનીને દેવી ન બનાવી શકો તોય માનવતાના સ્તરના ડિપોઝીટ વોલ્ટમાં કાયમ રાખીને “સૈફ” તો રાખો જ. સૈફ રાખેલી માનવતાની મૂડી મહામાનવ બનાવવા સુધી મદદગાર બનશે. દેવ જ નહિં દેવાધિદેવના સ્તરે લાવીને મૂકી દેશે. WIVES/ વક 55 શ્રીક Page #62 -------------------------------------------------------------------------- ________________ !i||| Gi]\ પ્રભુ દર્શનની પ્યાસ ભગવાનનું દર્શન આસાન નથી પણ જેને દરશ (ન)ની તરસ લાગે છે તે (દર્શન) ર્યા વગર રહેતો નથી. પ્યાસથી દુર્લભ દર્શન, સુલભ બની જાય છે. દર્શનની પ્યાસ લગાવવા માટે (ભગવાનને શોધવા) આપણે રણના રોઝ બની જવું જોઇએ. ભગવાનનું નામ લેતાં અને તેનું (પ્રતિમા સ્થિત) રૂપ જોતાં ખૂબ આનંદ આવે-ભારે હર્ષોલ્લાસપૂર્વક જે ભગવાનના દર્શન કરે તેને સાક્ષાત્ ભગવાનના દર્શન નિકટના જ સમયમાં થવાનાં છે, તેમ સમજવું. આ રીતે એક વખત પણ ભગવાન મળી જાય તો અનંત જનમ-મરણના ચક્કર મટી જાય. આથી જ, જ્ઞાની પુરૂષો તિજોરી, ટી.વી. અને શ્રીમતીના દર્શને ખુશ થઈ જનારા સંસારીઓને સૌ પ્રથમ પ્રભુ-દર્શનની પ્યાસ લગાવે છે. આ જ મહત્તા છે- સદ્ગુરૂની....... જે શાસ્ત્ર અને અનુભવ- જ્ઞાન દ્વારા અહિં બેઠા બેઠા સિદ્ધ ભગવંતોના દર્શન કરાવે છે. ઘેર બેઠા ટી.વી. દ્વારા જેમ દિલ્હી (દેશ-વિદેશ) ના દશ્યો જોઇ શકાય છે તેમ યોગસાધનામાં (ધ્યાન યોગની પરાકાષ્ઠા રૂ૫) સમાપત્તિનો સાધક આત્મા અહિં (સંસારમાં) રહ્યા રહ્યા ભગવાનના દર્શન કરી શકે છે. 5. પૂ. આ. વિ. કલાપૂર્ણ સૂ. મ. UiS ત્ર 56 ટક al Education International Page #63 -------------------------------------------------------------------------- ________________ કકકકકas પૂજ્યપાઠ અધ્યાત્મયોગી શ્રીમદ્વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. સા. ના કરકમલોથી લખાયેલા ગ્રંથોની યાદી છે. ૦ ૦ ૦ ૦ ૦ ) (૧) અમૃતવેલ-સજઝાયના માધ્યમે દુષ્કત ગ એટલે કે પાપનિંદા, સુકૃત અનુમોદના અને અરિહંતાદિ પરમેષ્ઠીઓ પ્રત્યે સમર્પણભાવ ઇત્યાદિ મુખ્ય પદાર્થોનાં મર્મને ઉઘાડનાર પુસ્તક- ‘‘સહજ સમાધિ’’ | (૨) પ્રીતિ- ભક્તિ-વચન અને અસંગ ઇત્યાદિ અનુષ્ઠાનો દ્વારા પરમાત્મ ભક્તિ કેવી રીતે કરાય ? લાખો માઇલ દૂર રહેલા પરમાત્મા ક્યા માધ્યમથી આપણા મન-મંદિરમાં મંગલ-પદાર્પણ કરે છે.....? વગેરે ભક્તિ વિષયક પદાર્થોનું સુંદર અને સરળ ભાષમાં નિરુપણ કરતું પુસ્તક - ‘મિલે, મન ભીતર ભગવાન’’ | (૩) આ સંસારમાં (મૃત્યુલોકમાં) રહેવા છતાં પણ આપણે મુક્તિસુખની વેરાયટી મેળવી શકીએ છીએ- ‘સમતાનાં માધ્યમથી આ સમતાનું બીજું નામ છે – ‘સામાયિક’’ સામાયિકનાં અનેક પ્રકારોને તાત્વિક શૈલીમાં રજુ કરતું પુસ્તક-‘‘સર્વજ્ઞ કથિત સામાયિક ધર્મ ? | (૪) અધ્યાત્મનિષ્ઠ શ્રી દેવચંદ્રજી મહારાજાનાં દ્રવ્યાનુયોગથી ભરેલા ચોવીશી સ્તવનોના ગંભીર અર્થોને અને તાત્વિક રહસ્યોને ખોલનારું પુસ્તક “પરમતત્વની ઉપાસના’’ (૫) ભક્તિ યોગ વિષયક ચૂંટી કાઢેલા નાના-મોટા નિબંધોથી અલંકૃત પોકેટ બુક- “ “ભક્તિ યોગ’’ (૬) પરમાર્થથી ધ્યાન શું ચીજ છે ? જૈન દર્શનનાં પ્રત્યેક અનુષ્ઠાનોમાં ‘ધ્યાન-યોગ’ ભરપૂર ભરેલો છે. જે ધ્યાનમાં દેવગુરૂ - ધર્મ ન હોય તે ધ્યાન શુભ ધ્યાન નથી બની શક્ત... ઇત્યાદિ સ્પષ્ટતાઓથી યુક્ત ધ્યાનમાં હજારો પ્રકારો બતાવનાર અભૂત અનોખું મહાકાય ગ્રન્થરત્ન * * દયાન-વિચાર? ? . (૭) આજ સુધી જે પુસ્તકનાં માધ્યમથી આચાર્ય ભગવંતે પોતે રાત્રિનાં કલાસો દ્વારા હજારો વિદ્યાર્થીઓને સરળ અને વૈરાગ્ય વર્ધક રોચક શૈલીમાં જૈન તત્વોને કંઠસ્થ કરાવ્યા છે એવા જૈન દર્શનના હાર્દ સમાન નવ તત્વો અને જીવવિચારનાં પદાર્થોને સુંદર અને અત્યંત સરળ ભાષામાં સંક્ષિપ્ત રૂપથી બતાવનાર પુસ્તક- ‘‘તત્વજ્ઞાન પ્રવેશિકા’’ | (૮) મુક્તિનો માર્ગ છે ભક્તિ, પણ ભક્તિમાં પ્રબળ નિમિત્ત બને છે... મૂર્તિ. આમ, મૂર્તિપૂજાને અનેક વિધ શાસ્ત્ર-પાઠોથી અને ઐતિહાસિક સાબિતીથી સિદ્ધ કરીને મુક્તિની પ્રાપ્તિમાં મૂર્તિને અનન્ય કારણ રૂપ દર્શાવતું પુસ્તક - “ ભક્તિ હૈ માર્ગ મુકિત ક....'' (૯) સુંદર - મઝાના ચૂંટેલા કેટલાક પ્રાચીન સ્તવનોની અર્થ- પૂર્ણ વિવેચનાને ખોલતું પુસ્તક - ‘‘તાર હો તાર પ્રભુ” (૧૦) કવિરત્ન નારણભાઈના વિસ્તૃત પ્રયત્નથી તૈયાર થયેલ, પાંસઠીયા યંત્રથી યુક્ત, અનાનુપૂર્વી (જપ) ના સાધક આત્માઓ માટે અનોખું, નવું અને સચિત્ર પ્રકાશન (પોકેટ બુક) - “ “જપ યોગ’’ ' હજારો પ્રકાશવર્ષ દૂર-સુદૂર ઊંડા આકાશમાં, ટમટમતા તારલાઓ પણ હોય છે... તો, કનડતા મંગળ અને શનિ જેવા ગ્રહો ' પણ હોય છે.. આ વિશ્વ પણ એક વિશાળ ગગન’ છે. જેમાં, ઘોર અંધારી રાત્રિમાં પ્રકાશનો પુંજ પાથરતા તારલાઓ જેવા મહાપુરૂષો પણ છે... અને ઉપદ્રવકારી ગ્રહોની જેમ નડતા કા-પરૂષો પણ જોવા મળે છે. ઇતિહાસનાં અમર પાને અંકાયેલ આ બધાની ઝળહળતી કે કાળી ડિબાંગ જીવન ઘટનાઓ, જમ્બો જેટની ૨૦મી સદીના માનવીય જીવન-વ્યોમને કંઇક મૂક સંદેશો આપી જાય છે. જે ઉત્થાન અને પુનરૂત્થાનનાં ટર્નિંગ પોઈટને લાવી દેવા બસ છે. 'આ પુસ્તકની અંદર રહેલ સચિત્ર ઘટનાઓને વાંચજો અને વાગોળજો. કદાચ. વ્યસનોનાં વાદળોથી ઘેરાયેલું... અને ક્રોધાદિ- કૌટુંમ્બિક ક્લેશની કાલિમાથી ક્યુષિત જીવન- આકાશ, પ્રકાશ. પૃજલ્થી રેલાઈ ઉઠરો. Page #64 -------------------------------------------------------------------------- ________________ 5. પૂ. મુનિશ્રી આત્મદર્શન વિજયજી મ. સા.ના કર-કમલોથી લખાયેલા ગ્રંય અને પુસ્તકો महानलीवन सफल जीवन माइलस्टोन હજારો પ્રકાશ-વર્ષ દૂર-સુદૂર ઊંડા આકાશમાં, ટમટમતા તારલાઓ પણ હોય છે. તો, કનડતા મંગળ અને શનિ જેવા ગ્રહો પણ હોય છે... આ વિશ્વ પણ એક વિશાળ ગગન’ છે. જે માં, ઘોર અંધારી રાત્રિમાં પ્રકાશનો પુંજ પાથરતા તારલાઓ જેવા મહાપુરૂષો પણ છે... અને ઉપદ્રવકારી ગ્રહોની જેમ નડતા કા- પુરૂષો પણ જોવા મળે છે... ઇતિહાસનાં અમર પાને અંકાયેલ આ બધાની ઝળહળતી કે કાળા ડિબાંગ જીવન ઘટનાઓ, જમ્બો જેટની ૨૦મી સદીના માનવીય જીવનવ્યોમને કે ઇક મૂક સંદેશો આપી જાય છે. જે ઉત્થાન અને પુનરૂત્થાનનાં ટર્નિંગ પોઇને લાવી દેવા બસ છે. આ પુસ્તકની અંદર રહેલ સચિત્ર ઘટનાઓને વાંચજો અને વાગોળજો. કદાચ.. વ્યસનોનાં વાદળોથી ઘેરાયેલું... અને ક્રોધાદિ - કૌટુંમ્બિક લેશની કાલિમાથી કલુષિત જીવન- આકાશ, પ્રકાશ પુંજોથી રેલાઈ ઉઠશે. - esi * MEREU DIWAKAR PRAKASHAN, AGRA. PH.: (0562) 351165 Jain Ed inne dan