________________ (11) સમૃદ્ધ પ્રાચીન ભારત એક વખત ચાણક્ય રાજ્યની આગલી હરોળના શ્રીમંતોને ભોજન માટે નિમંત્રણ આપ્યું. ભરપૂર મદિરાથી યુક્ત ભોજનથી થોડીજ વારમાં તે શેઠીયાઓ શાન-ભાન ભૂલીને ગાંડાની જેમ બકવાસ કરતા આમતેમ લથડીયા ખાવા લાગ્યા. ડાયરો બરાબર જામી ગયેલો જોઈને ચાણક્ય પણ તેમની સાથે ભળી ગયો અને તેઓને અનુરૂપ ચેષ્ટા કરતાં બોલ્યોમારી પાસે ત્રિદંડ છે, સુંદર બે ધોતી જોટા છે અને સ્વર્ણનો કમંડલ છે વળી રાજા મારે વશ છે માટે હેલો તો મારા નામનો જ ગવડાવવો જોઈએ...'' આ સાંભળીને મદિરાથી અત્યંત ઉન્મત્ત બનેલા આજ સુધી ક્યારેય કોઈનેય પોતાની ધન-સંપત્તિની વાતને ખુલ્લી નહિં કરનાર એક શ્રીમંતે પોતાની બોલતી ઉઘાડી ‘અરે .... દસ યોજન = 40 ગાઉ સુધી ચાલ્યા જતા કોઈ મદોન્મત્ત હાથીના જેટલા પગલા પડે તે દરેક પગલાની અંદર એકેક લાખ સોનામહોરો મૂકવામાં આવે અને (40 ગાઉ સુધીના દરેક પગલાઓની અંદર મૂકેલી), જેટલી સોનામહોરોની સંખ્યા થાય તેટલી સોનામહોરોનો હું માલિક છું માટે હેલો તો મારા નામનો જ ગવડાવવો જોઈએ...' ' આ સાંભળીને મદિરાથી મહાન્ધ બનેલા બીજા શ્રીમંતે પૂર્વે કોઈની આગળ નહિં કહેવાયેલી પોતાની સંપત્તિનું બયાન આપતાં કહ્યું - ‘આઢક (એક પ્રકારનું મા૫) પ્રમાણ તલ ખેતરમાં ઉગાડવામાં આવે અને ફાલેલા-કૂલેલા પ્રત્યેક છોડવામાં જેટલા તલ હોય તે તલના બરાબર એકેક લાખ સોનામહોરોના પ્રમાણ પ્રમાણેની અખૂટ- અઢા ઢળક સંપત્તિ મારી પાસે છે માટે મારા નામનો જ હેલો ગવાય તેમાં કંઈ નવાઈ નથી.’ આ બન્નેની વાત સાંભળીને મદિરામત્ત એક ત્રીજા શ્રીમંતે ભારે સ્વાભિમાન સાથે પોતાની મૂડીનું મહાપ્રમાણ આ પ્રમાણે કહી બતાવ્યું‘‘સાંભળો, પર્વત ઉપર પડતા વરસાદના ભારે પ્રવાહના પૂરને એકજ દીવસમાં મારે ત્યાં ઉતરતા માખણની (9) OiF G (5) B LOG * 36 ક્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org