SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ બનાવેલી મજબૂત ભીંતથી રોકી શકું છું, વિચારજો મારે ત્યાં કેટલું ગોધન હશે કે જેથી પાણીના પૂરને પણ હું એકજ દિવસના ઉતરેલા માખણના પિંડની પાળી બનાવીને નાથી શકું છું.’ આમ તે બોલતાં અટકે એટલામાં જ ઝાલ્યો નહિં રહી શક્તો ઉન્મત્ત ચોથો શ્રીમંત ઉવાચ-“અધધ... થઈ જવાય તેટલું અશ્વધને મારી પાસે છે. એકજ દિવસમાં મારે ત્યાં એટલા અશ્વબચ્ચાઓ જન્મે છે કે આજના તાજા જન્મેલા બચ્ચાઓની કેશરામાંથી આ આખુંય પાટલીપુત્ર નગર વીંટાળી શકાય, માટે હેલો તો મારા નામનો ગવાય તે જ બરાબર છે.'' આ ધન તો મારી સમૃદ્ધિ પાસે કોઈ વિસાતમાં નથી એવા આક્ષેપ પૂર્વક પાંચમા શેઠ સાહેબ બોલ્યા-‘‘મારી પાસે પ્રસૂતિકા અને ગર્દભિકા આ બે વિદ્યારત્નો એવા છે કે ચોખાના છોડવાઓને ગમે તેટલીવાર કાપી નાખવામાં આવે તો પણ તરતજ તેવાને તેવા ફાલ્યા ફૂલ્યા ખીલી શકે છે આ પ્રભાવ મારી પાસે રહેલા તે બે રત્નોનો જ છે આમ હું મહાન શાલિ ધનથી સમૃદ્ધ હોવાથી હેલો ગવડાવવાનો હકદાર હું જ ગણાઉં.'' - તેટલામાંજ નિદ્રામાંથી ઝબકીને જાગેલા ન હોય તેવા એક શ્રીમંત જોરથી બોલવા લાગ્યા-‘હમ કિસી સે કમ નહિં , મારી સંપત્તિ પાસે તમારી સંપત્તિ તો સાવ વામન છે વામન ! હેલાનો ખરેખર હક્કદાર તો હું જ છું, સાંભળો-મારે ધનપ્રાપ્તિ માટે કશોય પ્રયત્ન કરવો પડતો નથી, ક્યાંય પ્રવાસ ખેડવા જવું પડતું નથી, મારી ઉપર એક પૈસાનું પણ દેવું નથી, મારી પત્ની બરાબર મારા વશમાં રહે છે અને હંમેશા હું આખાય શરીરે ચંદનનો લેપ લગાડીને જ બહાર નીકળું છું. કહો જોઉં ! કેવો સુખી-સમૃદ્ધ હું ?" આ રીતે એક પછી એક મૂર્ધન્ય કક્ષાના તે શ્રીમંતો શરાબના નશામાંને નશામાં પોતાની અંગત મૂડીને પ્રદર્શિત કરતા ગયા અને જ્યારે તેઓનો કેફ ઉતરી ગયો અને સ્વસ્થ બન્યા ત્યારે ચાણક્ય યથાયોગ્ય મર્યાદામાં રહીને તેઓ પાસેથી આ પ્રમાણે ધન ગ્રહણ કર્યું. - પહેલા શ્રીમંત પાસેથી એક યોજન સુધી પડતા હાથીના પગલામાં એકેક લાખ સોનામહોરો મૂકીને જેટલી સંખ્યા થાય તેટલી સોનામહોરો ગ્રહણ કરી (તે શ્રીમંત પાસે 10 યોજન સુધી ચાલ્યા જતા હાથીના પગલામાં એકેક લાખ સોનામહોરો મૂક્વામાં આવે અને જેટલી સંખ્યા થાય તેટલી નિજી મૂડી હતી.) એક તલના છોડવામાં જેટલા તલ ઉગી નીકળે તેટલા તલ દીઠ એકેક લાખ સોનામહોરો બીજા શ્રીમંત પાસેથી ગ્રહણ કરી. ત્રીજા શ્રીમંત પાસેથી દર મહીને એક દિવસમાં જેટલું માખણ પેદા થાય તેટલું માખણ આપવાનું નક્કી કરાવ્યું. ચોથા ધનાઢ્ય પાસેથી દર મહીને એક દિવસમાં જન્મતા અશ્વ-બચ્ચાઓને 6 ભેટ ધરવાનું નક્કી કરાવ્યું. પાંચમા પાસેથી રાજ્યના ધાન્ય-કોઠારો ભરપૂર થઈ જાય તેટલા ચોખા આપવાનું કબૂલ કરાવ્યું. ( આ પ્રમાણે પ્રથમ શ્રેણિના શ્રીમંતો પાસેથી દ્રવ્ય ગ્રહણ ક્ય બાદ બીજ સુખી-સંપન્ન આમ જનતા પાસેથી પણ ધન મેળવવા ચાણક્ય એક કીમીયો રચ્યો. સોનામહોરોથી ભરેલા એક થાળને બજારના ચાર રસ્તા વચ્ચે મૂકીને ચાણક્ય એલાન કર્યું કે ચોપટ રમીને જે મને જીતી જશે તેને આ સ્વર્ણમહોરો, થાળ સહિત ભેટ આપવામાં આવશે અને જો હું જીતીશ તો હારનારે મને માત્ર એક સ્વર્ણમહોર આપવાની રહેશે (કહેવાય છે કે તે ચોપટમાં રમવાના પાશાઓ યાંત્રિક હતા અથવા તો દેવી હતા તેથી ચાણક્ય-પક્ષે જ જીત થતી રહેતી.). | (આ રીતે ચાણક્ય આજના જેવી શોષણ - પદ્ધતિ વિનાજ રાજ્યના અર્થતંત્રને મજબૂત બનાવ્યું. હા... તેની જગ્યાએ જો આજના સેલ્સ-ટેક્ષ કે ઇન્કમ-ટેક્ષ અફસરોએ તે તે શ્રીમંતોને ત્યાં દરોડા પાડ્યા હોત તો બિચારાઓને રખડતા રામ જ બનાવી દીધા હોત.) કેવો સમૃદ્ધિમાન અને બુદ્ધિમાન હતો ભવ્ય ભારત દેશ ! જ્યાંનો એકેક શ્રીમંત આ ધરતી પરથી ઘી-દૂધની નદીઓ રેલાવી દેવા સમર્થ હતો. જ્યાંનો એક જ ચાણક્ય દાદ માંગી લે તેવી બુદ્ધિ દ્વારા દેશની આબાદી અને નિર્ભયતા માટે બસ હતો. ગરવી ગઈકાલનો એ ચાણક્ય જો આજે જીવતો હોત તો કદાચ વિદેશી ગોરાઓના ભેદી પંજાને પ્રવેશવા જ ન દીધો હોત. ખેર એવો એય ચાણક્ય આજના રાજકારણમાં જોવા મળતો નથી જે યન્ત્રીકરણને બદલે ગો-ધન, ગજ-ધન, અશ્વધન અને શાલિધન પાછું લાવી આપી પુનઃ સંસ્કૃતિને ધબકતી કરી શકે, પ્રાણીઓના રક્તથી લથબથતી આ ધરતીને શુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004694
Book TitleUnda Akashma
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy