________________
(૯) ચાણક્ય અને ચંદ્રગુપ્ત વ્યવહારમાં ચાણક્ય નીતિ પ્રસિદ્ધ છે.
આ નીતિના વિધાયક ચાણક્યના ઇતિહાસથી ઘણાખરા વાકેફ છે તો ઘણા બધા અજ્ઞાત પણ છે, માટે જ જન્મથી લઈને ચાણક્યના જીવનને સ્પર્શતું યત્કિંચિત ચિત્ર અહિં રજૂ કરવામાં આવેલું છે. અને જૈન મતે તે કંઈક આ પ્રમાણે છે.
ગૌડ દેશમાં ચણક નામે ગામ. ચણક પિતા અને ચણેશ્વરી માતાનો તે બાળ દાંત સહિત જમ્યો હતો. પિતા જાતિથી બ્રાહ્મણ અને ધર્મ જૈન હતા. એક દિવસ ઘેર ભિક્ષાર્થે પધારેલા મુનિઓને તેણે દાંત સહિત જન્મેલા બાળકની હકીક્ત કહી. મુનિઓએ કહ્યું- આ બાળક ભવિષ્યમાં રાજા થશે. | પિતા ચણક, માત્ર પુત્રના દેહ-પિંડની સંભાળ રાખનાર પિતા ન હતા, પણ વાસ્તવિક ધર્મ-પિતા હતા. બાળક, દુન્યવી સત્તા કે સંપત્તિથી સમૃદ્ધ બને તે તેને ઈષ્ટ ન હતું કેમકે, સત્તાની સાઠમારી પાછળ પરલોકમાં થનારી ભયંકર દુર્ગતિઓ તેની નજર સમક્ષ તરવરી રહી હતી.
મારો પુત્ર રાજા બનીને મહાઆરંભમાં પડી જઈને દુર્ગતિમાં ફેંકાઈ ન જાય તે માટે કાનસથી બાળકના દાંતોને બાપે ઘસી નાખ્યા.
ફરીને મુનિઓને પૂછવામાં આવ્યું.
મુનિઓએ કહ્યું- ‘‘ગુણાલંકૃત આ બાળક હવે રાજા નહિં બને પણ તે કોઈ રાજાને હાથમાં રાખીને રાજ્યકારભાર ચલાવનારો થશે અર્થાત્ કોઈ રાજાનો પડછાયો બનીને રહેશે.'
= ૨૮ - For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org